Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં ફરી હિંદુઓ પર હુમલો: પ્રદર્શન કરવા જઈ રહેલા લઘુમતીઓ પર તૂટી...

    બાંગ્લાદેશમાં ફરી હિંદુઓ પર હુમલો: પ્રદર્શન કરવા જઈ રહેલા લઘુમતીઓ પર તૂટી પડ્યું કટ્ટર ઇસ્લામી ટોળું, લોહીલુહાણ લોકોને મૂકદર્શક બની જોતી રહી પોલીસ-સેના

    સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ ઇસ્લામી છાત્ર શિબિર સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ હિંદુઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને લોહીલુહાણ પણ થયા હતા.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) આવેલા રંગપુર ડિવિઝનમાં વિરોધ પ્રદર્શન રેલીમાં સામેલ થવા જઈ રહેલા હિંદુઓ (Hindus) પર ઇસ્લામી કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો (Muslim Mob Attack On Hindus) કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલા શુક્રવાર (22 નવેમ્બર 2024)ના રોજ થયા હતા, જ્યારે હિંદુઓ મહિગંજ કોલેજ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. કટ્ટરપંથીઓના ટોળાએ હિંદુઓને બસોમાં મુસાફરી કરતા અને વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચતા અટકાવ્યા હતા. હુમલામાં ઘણા હિંદુઓ ઘાયલ પણ થયા, પરંતુ ધાકધમકી આપી હોવા છતાં મોટી સંખ્યામાં હિંદુઓ પ્રદર્શનમાં જોડાયા હતા.

    પીડિત હિંદુઓ ‘બાંગ્લાદેશ સમ્મિલિત સનાતની જાગરણ જોટ’ દ્વારા આયોજિત પ્રદર્શન રેલીમાં જોડાવા માંગતા હતા. આ રેલીનું આયોજન મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારને લઘુમતીઓના અધિકારો અને રક્ષણ માટેની 8 માંગણીઓ લાગુ કરવાની અપીલ કરવા માટે કરવામાં આવ્યું હતું.

    સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ ઇસ્લામી છાત્ર શિબિર સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ હિંદુઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને લોહીલુહાણ પણ થયા હતા.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હિંદુઓને બસમાં મુસાફરી કરતા અને વિરોધ પ્રદર્શનના સ્થળ પર પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક બસો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશની પોલીસ અને સૈન્ય અધિકારીઓએ કટ્ટરપંથી ઇસ્લામી ટોળા સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.

    જોકે, ડરાવવા-ધમકાવવાના આ પ્રયાસો છતાં હિંદુઓ પ્રદર્શનમાં જોડાયા હતા અને તેમની 8 માંગણીઓના અમલ માટે અપીલ કરી હતી. આ માંગણીઓ હતી:

    • લઘુમતીઓ સામેના અત્યાચારના કેસોનો ઝડપી નિકાલ અને પીડિતોને યોગ્ય વળતર અને પુનર્વસન.
    • લઘુમતી સંરક્ષણ અધિનિયમની રચના.
    • લઘુમતી બાબતોના મંત્રાલયની રચના.
    • હિંદુ વેલફેર ટ્રસ્ટને હિંદુ ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરવું.
    • પ્રોપર્ટી રિકવરી એન્ડ પ્રિઝર્વેશન એક્ટ અને ટ્રાન્સફર ઓફ એન્ટ્રાસ્ટેડ પ્રોપર્ટી એક્ટનો યોગ્ય અમલ.
    • દરેક શૈક્ષણિક સંસ્થામાં લઘુમતીઓ માટે ધર્મસ્થાનોનું નિર્માણ અને દરેક હોસ્ટેલમાં પ્રાર્થના રૂમની ફાળવણી.
    • સંસ્કૃત અને પાલી શિક્ષણ બોર્ડનું આધુનિકીકરણ.
    • દુર્ગા પૂજા પર 5 દિવસની ફરજિયાત રજા.

    નોંધવા જેવું છે કે, શેખ હસીનાના રાજીનામાં બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે સમયે પણ વિદ્યાર્થી આંદોલનની આડમાં અનેક હિંદુઓના ઘરો અને મંદિરો સળગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક હિંદુ વ્યક્તિઓની હત્યા પણ કરવામાં આવી હતી. તે જ સ્થિતિ હવે નવી સરકાર બન્યા બાદ પણ જોવા મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં