Friday, October 4, 2024
More
    હોમપેજઇન્ડોલોજીસમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત આસપાસ વીંટળાયેલ 'નાગ' યાદ છે ને?: લોકો...

    સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત આસપાસ વીંટળાયેલ ‘નાગ’ યાદ છે ને?: લોકો જેને ગણાવી રહ્યા હતા દંતકથા, કચ્છમાંથી તે ‘વાસુકી’ના મળ્યા અવશેષ

    આ વૈજ્ઞાનિક સંશોધને હિંદુ ધર્મ, સનાતન માન્યતાઓ અને લખાણોને વધુ એક સ્વીકૃતતા આપી છે. સાથે જ આ એવા લોકોના ગાલ પર એક લપડાક છે, જે હંમેશા હિંદુ ધર્મગ્રંથો, કથાઓ, લખાણોને માત્ર દંતકથાઓ તરીકે ખપાવતા હોય છે.

    - Advertisement -

    2005માં ગુજરાતના કચ્છમાંથી અમુક પૌરાણિક અવશેષો મળ્યા હતા. વર્ષો સુધી વૈજ્ઞાનિકો તેને કોઇ વિશાળ મગરના અવશેષ માનતા રહ્યા હતા, પરંતુ હવે લેટેસ્ટ રિસર્ચમાં સામે આવ્યું છે કે આ કોઇ મગર નહીં પરંતુ વાસુકી નાગના જીવાશ્મ છે. એ જ વાસુકી નાગ જેનો ઉપયોગ સમુદ્રમંથન દરમિયાન મંદરાચલ પર્વતની આસપાસ રસ્સી તરીકે થયો હતો. હમણાં સુધી વૈજ્ઞાનિકોએ કચ્છની પાંધ્રો લિગ્નાઈટ ખાણમાં 27 અવશેષો શોધી કાઢ્યા છે, જે સાપની કરોડરજ્જુના ભાગો છે.

    IIT રૂરકીના વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ ‘વાસુકી ઇન્ડિકસ‘ પરથી સંશોધકોને આશા છે કે આ અશ્મિ ઉત્ક્રાંતિની પ્રક્રિયા, ખંડોના વહેણ અને ભારતની ઘણી પ્રજાતિઓ, ખાસ કરીને સરિસૃપની ઉત્પત્તિમાં ભજવેલી મહત્વની ભૂમિકા વિશે ઘણી માહિતી આપી શકે છે. એક નવા સંશોધન મુજબ, 4.7 કરોડ વર્ષ પહેલા એક વિશાળ સાપ ભારતમાં ફરતો હતો જે સૌથી લાંબા સાપમાંનો એક હતો.

    વૈજ્ઞાનિકોના મતે જો આજે વાસુકીનું અસ્તિત્વ હોત તો તે આજના મોટા અજગર જેવો દેખાતો હોત અને તે ઝેરી ન હોત. આ ખાણ કચ્છના પાંધ્રો વિસ્તારમાં આવેલી છે અને અહીંથી ઓછી ભેજવાળી ગુણવત્તાનો કોલસો (લિગ્નાઈટ) કાઢવામાં આવે છે. આ સંશોધન સાયન્ટિફિક રિપોર્ટ્સ નામના જર્નલમાં પ્રકાશિત થયું છે.

    - Advertisement -

    સાડા ​​ચાર કરોડ વર્ષ જૂના અવશેષોને વૈજ્ઞાનિકોએ એક ખાસ નામ પણ આપ્યું છે. તેમણે તેને વાસુકી ઇન્ડિકસ કહ્યો છે. તેની પાછળના નિષ્ણાતોનું કહેવું છે કે આ પૃથ્વી પર રહેતા સૌથી મોટા સાપના હાડકાના અવશેષો હોઈ શકે છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે સમુદ્ર મંથનનો સમય અને આ અવશેષનો સમય લગભગ નજીકમાં છે. જે સાબિત કરે છે કે આ અવશેષો વાસુકી નાગના હોવા જોઈએ.

    વૈજ્ઞાનિકોના મતે વાસુકી નાગની કરોડરજ્જુમાં સૌથી મોટો ભાગ 4 ઈંચનો છે. એટલું જ નહીં, આ સાપના શરીરનું બંધારણ પણ નળાકાર એટલે કે ગોળ અને તેની ગોળાકારતા લગભગ 17 ઇંચની હશે. જો કે હાલમાં સંશોધકોને સાપનું માથું મળ્યું નથી, પરંતુ દેબાજીતના કહેવા પ્રમાણે, વાસુકીનું કદ ખૂબ જ વિશાળ હોવું જોઈએ, જેણે કોઈ ઊંચા સ્થાન પર માથું ટેકવી દીધું હોવું જોઈએ અને પછી તેના બાકીના શરીરને તેની આસપાસ લપેટી લીધું હશે.

    તાજેતરના આ વૈજ્ઞાનિક સંશોધને હિંદુ ધર્મ, સનાતન માન્યતાઓ અને લખાણોને વધુ એક સ્વીકૃતતા આપી છે. સાથે જ આ એવા લોકોના ગાલ પર એક લપડાક છે, જે હંમેશા હિંદુ ધર્મગ્રંથો, કથાઓ, લખાણોને માત્ર દંતકથાઓ તરીકે ખપાવતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં