મફતની યોજનાઓ જાહેર કરીને સત્તામાં આવેલી હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારના શાસન હેઠળ રાજ્ય કઈ રીતે દેવામાં ડૂબ્યું છે તેની ચર્ચા અગાઉ પણ ઘણી વખત થઈ ચૂકી છે. તાજેતરમાં સરકારનો નવો કાંડ બહાર આવ્યો છે. જાણવા મળ્યું છે કે હિમાચલની કોંગ્રેસ સરકાર પોતાની યોજનાઓ ચલાવવા માટે હિંદુ મંદિરો પાસે પૈસા માંગી રહી છે. ભાજપે આ આરોપ લગાવ્યા બાદ હવે સરકાર ફરી એક વખત સવાલોના કઠેડામાં ઊભી રહી ગઈ છે.
હિમાચલના વિપક્ષ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એક વિડીયો બાઈટ મારફતે આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું, “સુક્ખુ સરકાર એક તરફ સનાતન ધર્મનો વિરોધ કરતી રહે છે, હિંદુવિરોધી નિવેદનો આપે છે અને બીજી તરફ મંદિરો પાસેથી પૈસા લઈને સરકારની ફ્લેગશિપ યોજનાઓ ચલાવવા માંગે છે.”
सुक्खू सरकार एक तरफ सनातन धर्म का विरोध करती है, हिंदू विरोधी बयान देती रहती और दूसरी तरफ मंदिरों से पैसा लेकर सरकार की फ्लैगशिप योजना चलाना चाह रही है।
— Jairam Thakur (@jairamthakurbjp) February 27, 2025
सरकार द्वारा मंदिरों से पैसा मांगा जा रहा है, अधिकारियों पर दबाव बनाया जा रहा है कि जल्दी से जल्दी पैसा सरकार को भेजा जाए।… pic.twitter.com/lxa09YtHke
આગળ તેમણે લખ્યું, “સરકાર દ્વારા મંદિરો પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે, અધિકારીઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે જલ્દીથી જલ્દી પૈસા સરકારને મોકલવામાં આવે. ભારતીય જનતા પાર્ટી આ નિર્ણયનો વિરોધ કરે છે. મંદિર અને ટ્રસ્ટના લોકો સાથે સામાન્ય જનતાએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવો જોઈએ.”
વિડીયો બાઇટમાં તેમણે મહાકુંભમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એક તરફ આ લોકો સનાતનનો વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ પરિસ્થિતિ એવી છે કે હિમાચલ સરકારે તાજેતરમાં જ નિર્ણય લીધો છે કે સરકાર પાસે પૈસા નથી અને એક વિભાગના સચિવ કમિશનરને એક પત્ર લખીને કહે છે કે જે મંદિરો સરકારી નિયંત્રણમાં છે, તેના ટ્રસ્ટમાં જે પૈસા છે તેને સરકારી ખજાનામાં જમા કરાવે, જેથી સરકારની બે યોજનાઓને ચલાવવા માટે પૈસા ખર્ચી શકાય.
નેતા વિપક્ષે કહ્યું કે, “આ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ક્યારેય કોઈ યોજના ચલાવવા માટે સરકાર મંદિરો પાસેથી પૈસા લેતી નથી. ક્યારેક આફતના સમયે આવાં ટ્રસ્ટો મદદ કરે એ વાત સમજાય છે. ગરીબોની સારવાર કરવા માટે કે તેમને મદદ કરવા માટે મદદ લેવામાં આવે એ પણ સમજાય એવી વાત છે. પરંતુ સરકારી યોજના ચલાવવા માટે આ પ્રકારે મંદિરો પાસેથી પૈસા લેવા એ ચલાવી શકાય નહીં.”
તેમણે કહ્યું કે, આ નિર્ણયનો તમામે વિરોધ કરવો જોઈએ. હિમાચલ સરકાર પાસે કર્મચારીઓ અને પેન્શનરોને પગાર-પેન્શન આપવા માટે પૈસા નથી. ઉપરથી દસ ગેરેન્ટીઓ આપી રાખી છે અને ખોટું બોલી રહ્યા છે કે તેમણે ગેરેન્ટી પૂર્ણ કરી દીધી છે. ભાજપ સરકારે જે યોજનાઓ લાગુ કરી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ અહીં સનાતનને ગાળો આપીને મંદિરો પાસેથી જ પૈસા માંગવામાં આવી રહ્યા છે. આ બાબતનો ભારતીય જનતા પાર્ટી પૂરજોર વિરોધ કરશે.”
Ally with those who hold Sanatan in contempt, oppose legal moves that will allow sanatanis to regain control of their places of worship but then without batting an eyelid, also milk Sanatanis for funds.
— Rahul Shivshankar (@RShivshankar) February 28, 2025
Indeed, Congress government in Himachal has called on temples to release… pic.twitter.com/o3GWXoNhiY
દરમ્યાન સોશિયલ મીડિયા પર એ પત્ર પણ સામે આવ્યો છે, જેનો ઉલ્લેખ જયરામ ઠાકુરે વિડીયોમાં કાર્યો છે. જેમાં ભાષા, કલા અને સંસ્કૃતિ વિભાગના સચિવે કમિશનરોને એક પત્ર લખીને જણાવ્યું હતું કે હિમાચલ સરકારે મુખ્યમંત્રી સુખ આશ્રય યોજના શરૂ કરી છે, જેમાં વંચિત બાળકો અને મહિલાઓને મુખ્યધારામાં લાવવા માટે સરકાર પૈસા ખર્ચ કરશે. આગળ જણાવવામાં આવ્યું કે, આ યોજનામાં આર્થિક મદદ કરવા માટે હિમાચલ સરકારના હિંદુ પબ્લિક રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન એક્ટ હેઠળ ચાલતાં મંદિરો આ યોજનાઓ માટે મદદ કરી શકે છે. આ પત્રમાં મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાનો પણ ઉલ્લેખ છે. જેમાં પણ મહિલા-બાળકોના કલ્યાણ માટે સરકાર યોજના ચલાવી રહી હોવાનું અને તેના માટે મંદિરોને મદદ કરવાનું કહેવામાં આવ્યું છે.
નોંધવું જોઈએ કે હિમાચલ સહિત દેશભરમાં મોટાં હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં રહે છે, જે ટ્રસ્ટ સંચાલિત હોય છે. અધિકારીઓ તેનું સંચાલન કરે છે. હિમાચલમાં કુલ 36 મંદિરો સરકાર હેઠળ છે, જેમની પાસે સંપત્તિ ઘણી છે. હવે આ પૈસા સરકાર યોજનાઓ ચલાવવા વાપરવા માંગે છે, જેનો ભાજપે વિરોધ કર્યો છે.