Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણહરિયાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કરી મોટી જાહેરાત: અગ્નિવીર સૈનિકોને નોકરી આપવાની આપી...

    હરિયાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કરી મોટી જાહેરાત: અગ્નિવીર સૈનિકોને નોકરી આપવાની આપી ખાતરી, કહ્યું- વિપક્ષ, રાહુલ ગાંધી અને હુડ્ડા ફેલાવી રહ્યા છે ભ્રમ

    શાહે કહ્યું કે “કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો એક જ એજન્ડા છે કે તેઓ પાકિસ્તાન સાથે વાત કરવા અને આતંકવાદીઓને મુક્ત કરવા માંગે છે.” તેમણે કહ્યું કે કોંગ્રેસ કલમ 370 પાછી લાવવા માંગે છે, પરંતુ તે ક્યારેય કરી શકશે નહીં.

    - Advertisement -

    હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી (Legislative Elections) ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આ હરિયાણામાં યોજેલી જાહેર સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે (Amit Shah) અગ્નિવીર યોજનાને (Agniveer Scheme)  લઈને મોટો દાવો કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે સભામાં અગ્નિવીર યોજના માટે વિપક્ષ, રાહુલ ગાંધી અને હુડ્ડા પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓને ભ્રામક ગણાવ્યા હતા. આ દરમિયાન જ તેમણે હરિયાણાના તમામ અગ્નિવીરોને નોકરી આપવાની જાહેરાત કરી દીધી હતી.

    હરિયાણા વિધાનસભા ચૂંટણી અગામી 5 ઓક્ટોબરના રોજ યોજાવાની છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના લોહારુમાં ભાજપના ઉમેદવાર જેપી દલાલની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “અગ્નિવીર યોજનાને લઈને વિપક્ષ, રાહુલ ગાંધી અને હુડ્ડા પરિવાર દેશના યુવાનોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.”

    આ બાદ જ તેમણે હરિયાણાના અગ્નિવીરો માટે એક વિશેષ જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે “હું હરિયાણાના તમામ અગ્નિવીરોને ખાતરી આપું છું કે જ્યારે તેઓ સેનામાંથી પાછા આવશે ત્યારે અમે તેમને નોકરી આપીશું.” આગળ તેમણે કહ્યું હતું કે, “ઓલિમ્પિક હોય કે પેરાલિમ્પિક્સ, આપણા હરિયાણાના સૈનિકોએ આ તમામમાં દેશને ગૌરવ અપાવ્યું છે.”

    - Advertisement -

    શાહે કહ્યું કે “હરિયાણામાં કોંગ્રેસ અંદરો અંદર વચ્ચે લડી રહી છે. અહીં કોંગ્રેસના તમામ નેતાઓ મુખ્યમંત્રી બનવા માંગે છે.” તેમણે પારદર્શકતાનો હવાલો આપતા કહ્યું કે, “જ્યારે હરિયાણામાં ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાની સરકાર હતી, ત્યારે પર્ચી અને ખર્ચી દ્વારા નોકરીઓ આપવામાં આવતી હતી, પરંતુ અમારી સરકારમાં બધું પારદર્શક રીતે થાય છે.”

    શાહે વધુમાં કહ્યું કે “કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો એક જ એજન્ડા છે કે તેઓ પાકિસ્તાન સાથે વાત કરવા અને આતંકવાદીઓને મુક્ત કરવા માંગે છે.” તેમણે કહ્યું કે કોંગ્રેસ કલમ 370 પાછી લાવવા માંગે છે, પરંતુ તે ક્યારેય કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી એક જાહેર સભામાં પણ શાહે કલમ 370નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેને ફરીથી ક્યારેય પરત લાવી શકાશે નહીં.

    આ જાહેર સભા દરમિયાન તેમણે POKનો ઉલ્લેખ પણ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ આપણું છે, તે પણ ભારતનો એક ભાગ છે.” ઉપરાંત તેમણે હરિયાણાની ભૂમિને વીરોની ભૂમિ ગણાવતા કહ્યું હતું કે, “હરિયાણાની ભૂમિ વીરોની ભૂમિ છે. હરિયાણાના જવાનો આજે દેશમાં સેનાનું સન્માન વધારી રહ્યા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં