Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી પુલ દુર્ઘટનાઃ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે લુક આઉટ નોટીસ...

    મોરબી પુલ દુર્ઘટનાઃ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે લુક આઉટ નોટીસ બાદ હવે ધરપકડ વોરંટ જાહેર, પટેલે માંગ્યા છે આગોતરા જામીન

    મોરબીમાં ગઈ 30 ઓક્ટોબરના રોજ સસ્પેન્શન બ્રિજ તૂટી પડ્યો હતો અને નદીમાં ડૂબી જવાથી 135 લોકોનાં મોત નીપજ્યા હતા. આખરે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

    - Advertisement -

    મોરબીના સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બે મહિના સુધી તપાસ અને કાર્યવાહીઓ બાદ આખરે કોર્ટે અજંતા-ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેને આરોપી તરીકેનું નામ આપ્યું છે. સાથે જ પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ બહાર પાડ્યું છે.

    આ કંપનીને વિક્ટોરિયન યુગના પુલના નવીનીકરણ, કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો અને તેમાં 135 લોકો મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા.

    લાંબા સમયથી ધરપકડથી બચી રહ્યા હતા જયસુખ પટેલ

    વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, જયસુખ પટેલ છેલ્લાં દોઢ મહિનાથી ધરપકડ ટાળી રહ્યા હતા અને તેમણે પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી.

    - Advertisement -

    જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપીઓમાંથી એક તરીકે આપવામાં આવ્યું છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે. “ગયા બે મહિનામાં અમે તેમના નિવાસસ્થાન, ફેક્ટરી અને અન્ય કેટલાંક પરિસર પર દરોડા પાડ્યા હતા. તેને પૂછપરછ માટે ઘણીવાર બોલાવવામાં આવ્યા હતા. આખરે અમે સીઆરપીસીની કલમ 70 હેઠલ તેની ધરપકડનું વોરંટ મેળવ્યું અને 10 દિવસ પહેલાં લુકઆઉટ પરિપત્ર મેળવ્યો હતો. તે આરામથી બચી રહ્યો છે અને આ એક્ટ સામે કોઈ સ્ટે નથી.” અધિકારીએ જણાવ્યું.

    આ પહેલા લુક આઉટ નોટિસ પણ બહાર પડાઈ હતી

    ધરપકડ વોરંટ પહેલા જયસુખ પટેલ સામે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી હતી. આ લુકઆઉટ સર્ક્યુલર એ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન સત્તાવાળાઓને વિદેશથી મુસાફરી કરવા અથવા પરત ફરવાનો પ્રયાસ કરતી વોન્ટેડ વ્યક્તિ વિશે ચેતવણી છે.

    તમામ પોલીસ સ્ટેશનોને પણ અલર્ટ જારી કરવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર જો તેઓ જયસુખ પટેલને શોધી કાઢે તો તેની અટકાયત કરવામાં આવે. મોરબી પુલ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમે પુલના અધૂરા સમારકામનો પર્દાફાશ કર્યો હતો.

    જયસુખ પટેલે માંગ્યા છે આગોતરા જામીન

    મોરબીની કોર્ટે શનિવારે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પરની સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે, કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો.

    ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી. તેઓએ કહ્યું કે, કોર્ટે અમને અમારો વાંધો દાખલ કરવાની મંજૂરી આપી અને 1 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં