Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાત‘મસ્જિદ નજીક ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે માતરમાં ઐયુબખાન સહિત બે સામે...

    ‘મસ્જિદ નજીક ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે માતરમાં ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસે શરૂ કરી તપાસ: એક્સક્લુઝિવ

    પોલીસ સૂત્રો અનુસાર, આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદા અનુસાર આગળની કાર્યવાહી થશે. 

    - Advertisement -

    ખેડાના માતરમાં નાની ભાગોળ ગામમાં ‘મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા નહીં’ તેવા લખાણ સાથે બોર્ડ લગાવવામાં આવ્યા બાદ આ મામલે બે ઈસમો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. 

    માતર પોલીસે આ મામલે મંગળવારે (16 સપ્ટેમ્બર) FIR દાખલ કરી હતી. જેમાં ઐયુબખાન પઠાણ અને ઈસુબમિયાં ખોખર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    BNS 299 ધાર્મિક લાગણીઓ ભડકાવવાના ઉદ્દેશ્યથી જાણીજોઈને કરવામાં આવતા કૃત્ય સાથે સંબંધિત છે. જ્યારે કલમ 54 દુષ્પ્રેરણા અને ગુના સમયે હાજરી સાથે સંબંધિત છે. 

    - Advertisement -

    પોલીસ સૂત્રો અનુસાર, આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદા અનુસાર આગળની કાર્યવાહી થશે. 

    શું છે સમગ્ર મામલો?

    આ મામલે સ્થાનિક બજરંગ દળ કાર્યકર્તા દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર તેમને એક બોર્ડનો ફોટો જોવા મળ્યો હતો જેમાં એક કાળા રંગના બોર્ડ પર ‘જાહેર સૂચના– નાની ભાગોળ હુસૈની ચોકમાં દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.’ તેમ લખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ત્યારબાદ તેમણે અન્ય લોકો મારફતે બોર્ડ હજુ પણ ત્યાં છે કે કેમ તેની ખરાઈ કરાવી હતી. 

    તેમણે આગળ ફરિયાદમાં જણાવ્યું કે, “બોર્ડ કેટલા સમયથી લાગ્યું છે તેની જાણ નથી પરંતુ જાહેર સ્થળે બોર્ડ લગાવીને હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. કારણ કે ગરબા ભગવાનની આરાધના, ભક્તિ માટે ગાવામાં, વગાડવામાં આવતા હોય છે. તેમણે બોર્ડ લગાવનારા મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ ફરિયાદ આપીને કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. સાથે તસવીર પણ રજૂ કરી હતી. 

    નોંધવું જોઈએ કે માતર પોલીસે મામલો સામે આવ્યા બાદ સોમવારે (15 સપ્ટેમ્બર) રાત્રે જ બોર્ડ પર કાળો રંગ લગાવીને લખાણ હટાવી દેવડાવ્યું હતું. ત્યારબાદ FIR નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આખરે હિંદુ સંગઠનના કાર્યકર્તાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. 

    આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને ગુજરાતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. તે પહેલાં જ આ બોર્ડના ફોટા વાયરલ થતાં તણાવ સર્જાયો હતો, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં