Saturday, October 5, 2024
More
    હોમપેજદેશ‘સનાતનનાં શાસ્ત્રો સાથે છેડછાડ ન કરવી જોઈએ, ફિલ્મથી ધાર્મિક લાગણીઓ દુભાઇ’: ફિલ્મ...

    ‘સનાતનનાં શાસ્ત્રો સાથે છેડછાડ ન કરવી જોઈએ, ફિલ્મથી ધાર્મિક લાગણીઓ દુભાઇ’: ફિલ્મ કલ્કિ 2989 AD’ના નિર્માતાઓને આચાર્ય પ્રમોદ કૃષ્ણમે મોકલાવી નોટિસ

    આચાર્યે કહ્યું, "કોઈને ફિલ્મ બનાવવી હોય તો બનાવે, તેના પર કોઈ આપત્તિ નથી. પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મનોરંજનના નામે અને રૂપિયા માટે થઈને તમે અમારા શાસ્ત્રો સાથે છેડછાડ કરો તે યોગ્ય નથી."

    - Advertisement -

    તાજેતરમાં જ રિલીઝ થયેલી કલ્કિ 2898 AD ફિલ્મના નિર્માતાઓને એક લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. બોક્સ ઑફિસ પર કરોડો કમાનાર આ ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. સાયન્સ અને ધર્મ પર બનાવવામાં આવેલી આ ફિલ્મ હવે વિવાદોમાં આવી છે. સંભલના કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને કલાકારોને નોટિસ મોકલાવી છે. તેમનો આરોપ છે કે આ ફિલ્મમાં ધાર્મિક તથ્યો અને ગ્રંથો સાથે છેડછાડ કરવામાં આવી છે અને હિંદુ આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે.

    ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતાં આચાર્યએ જણાવ્યું હતું કે, “ભલે તમે અમારી આસ્થાનું સન્માન ન કરો, પરંતુ તેનું અપમાન પણ ન કરવું જોઈએ. કલ્કિ ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર છે. તેઓ ક્યારે, ક્યાં અને કેવી રીતે અવતરશે, કોને ત્યાં અવતરશે, તેમની માતાનું નામ શું હશે, પિતાનું નામ શું હશે, જ્યાં તેઓ જન્મશે તે સ્થળનું નામ શું હશે આ તમામ બાબતો પુરાણોમાં વર્ણિત છે. તેની સાથે છેડછાડ શા માટે કરવામાં આવી રહી છે? આ લોકોએ ભગવાનની અવધારણા જ બદલી નાખી છે.”

    તેમણે કહ્યું કે, “કોઈને ફિલ્મ બનાવવી હોય તો બનાવે, તેના પર કોઈ આપત્તિ નથી. પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મનોરંજનના નામે અને રૂપિયા માટે થઈને તમે અમારા શાસ્ત્રો સાથે છેડછાડ કરો તે યોગ્ય નથી. કરોડો લોકો ભગવાન કલ્કિના અવતારની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ 19 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ એ કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો છે જ્યાં ભગવાન કલ્કિ આવવાના છે. તમે ભગવાન કલ્કિ વિશે પુરાણોમાં જે લખ્યું છે, તેનાથી આમ-તેમ ન જઈ શકો.”

    - Advertisement -

    આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એજન્સીને જણાવ્યું હતું કે, ફિલ્મના નિર્માતા અને નિર્દેશકને પૂછ્યું છે કે તમને અમારી આસ્થાને ઠેસ પહોંચાડીને આખરે મળે છે શું? તેમણે કહ્યું કે, હવે તેમને આ નોટિસનો જવાબ મળે તેની રાહ છે. ત્યારબાદ તેમણે ન્યાયાલય જવાની પણ વાત કરતાં કહ્યું હતું કે કોઈ પણ કિંમતે સન્સ્કૃતિ, સભ્યતા, સંસ્કાર અને શાસ્ત્રો સાથે છેડછાડ કરવાની અનુમતિ કોઈને નહીં આપી શકાય.

    બીજ તરફ આ મામલે, તેમના વકીલે જણાવ્યું હતું કે ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને અભિનેતાઓને એક લીગલ નોટીસ મોકલવામાં આવી છે. ફિલ્મ હિંદુ ધર્મને ઠેસ પહોંચાડી રહી હોવાની ફરિયાદ છે. અમારા પુરાણોમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુ સંભલમાં વ્યાસજીના ઘરે જન્મ લેશે અને ફિલ્મમાં ભગવાનનો જન્મ આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ દ્વારા બતાવવામાં આવ્યો છે. આ બાબતને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. જો તેમણે જરૂરી ફેરફાર ન કર્યો તો તેઓ કોર્ટમાં જશે તેમ પણ તેમણે કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં