Wednesday, May 1, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસંભલમાં PM મોદીએ કર્યું કલ્કિ ધામનું ખાતમુહૂર્ત, રામ મંદિર સાથે ધરાવે છે...

    સંભલમાં PM મોદીએ કર્યું કલ્કિ ધામનું ખાતમુહૂર્ત, રામ મંદિર સાથે ધરાવે છે સામ્યતા: વડાપ્રધાને સંબોધનમાં કહ્યું ‘મંદિર નિર્માણ માટે આચાર્યે જૂની સરકારો સાથે લડી લડાઈ’

    PM મોદીએ કહ્યું કે, આચાર્ય પ્રમોદે અગાઉની સરકારો સામે કલ્કિધામ માટે લડાઈ લડી છે. તેઓ ભાજપ સરકારમાં મંદિર બનાવી રહ્યા છે. આચાર્ય એક રાષ્ટ્રરૂપી મંદિરનું નિર્માણ કરી રહ્યા છે.

    - Advertisement -

    દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (19 ફેબ્રુઆરી, 2024) ઉત્તર પ્રદેશના સંભલમાં સનાતન વૈદિક પરંપરા મુજબ કલ્કિ ધામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કલ્કિ ધામ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અહીં હાજર રહ્યા હતા. આ સાથે દેશભરમાંથી મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ ભૂમિપૂજન કર્યા પછી આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી અવધેશાનંદ ગિરીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીને કલ્કિ ધામનું મિનિએચર મોડલ પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11,000 સંતોએ ભાગ લીધો છે.

    CM યોગી અને PM મોદીએ કર્યું સંબોધન

    કલ્કિ ધામના ભૂમિપૂજન પ્રસંગે સીએમ યોગી અને પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન CM યોગીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા, યુએઈમાં હિંદુ મંદિરના ઉદ્ઘાટન અને સંભલના કલ્કિ ધામ વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ નવું ભારત છે. નવા ભારતમાં યુવાનોની આજીવિકા અને વિશ્વાસ બંનેની ખાતરી છે, આ મોદીની ગેરંટી છે. સીએમ યોગીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, આ પહેલા લોકો ન તો આસ્થાનું સન્માન કરી શકતા હતા અને ન તો લોકોને આજીવિકા આપી શકતા હતા. તેમણે સંભલમાં થયેલા વિકાસ કાર્યોની પણ ચર્ચા કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે ભગવાન કલ્કિ ચોક્કસપણે અવતાર લેશે અને સનાતન ધર્મ આ પૃથ્વી પર પુનઃસ્થાપિત થશે.

    PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આ તક 18 વર્ષ પછી આવી છે, આવી સ્થિતિમાં મને લાગે છે કે બધા સારા કામ મારા માટે જ રહી ગયા છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિનો ઉલ્લેખ કરતાં તેમણે વર્તમાન સમયને સાંસ્કૃતિક ઉદયનો સમય ગણાવ્યો હતો. ઉપરાંત અયોધ્યાનના રામ મંદિર અને અબુધાબીમાં હિંદુ મંદિરના ઉદ્ઘાટનને લઈને કહ્યું કે, આ સાંસ્કૃતિક ગૌરવની ક્ષણ છે. સાથે તેમણે કેદારનાથ મંદિર, સોમનાથ, કાશી વિશ્વનાથમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો. 

    - Advertisement -

    સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે તેઓ (આચાર્ય પ્રમોદ કૃષ્ણમ) સ્વાગત પ્રવચનમાં બોલી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે લાગણીઓ સિવાય આપવા માટે કંઈ નથી, આચાર્યજી તમે કંઈ જ ન આપ્યું તે સારું છે. જો આજના સમયમાં ભગવાન કૃષ્ણ સુદામાને પોટલીમાં ચોખા આપ્યાં હોત તો તેમનો પણ ફોટો બહાર આવ્યો હોત કે ભગવાન શ્રીકૃષ્ણએ ભ્રષ્ટાચાર કર્યો છે, તેમના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ હોત.” તેમણે વધુમાં કહ્યું કે, આચાર્ય પ્રમોદે અગાઉની સરકારો સામે કલ્કિધામ માટે લડાઈ લડી છે. તેઓ ભાજપ સરકારમાં મંદિર બનાવી રહ્યા છે. આચાર્ય એક રાષ્ટ્રરૂપી મંદિરનું નિર્માણ કરી રહ્યા છે.

    રામ મંદિર અને કલ્કિ મંદિર વચ્ચે સામ્યતા

    સંભલમાં નિર્માણાધીન થઇ રહેલું કલ્કિ ધામ અને અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ઘણી સામ્યતાઓ છે. જેમ કે બંને મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ ઉપરાંત આ મંદિરમાં પણ એજ ગુલાબી પથ્થરોનો ઉપયોગ થશે, જેનો ઉપયોગ અયોધ્યામાં રામ મંદિર અને ગુજરાતમાં સોમનાથ મંદિરના નિર્માણમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રામ મંદિરની જેમ આ મંદિરમાં પણ ક્યાંય લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે. કલ્કિ મંદિરમાં ભગવાન વિષ્ણુના દશાવતારોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દસ અવતારો માટે મંદિરમાં દસ ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે અગાઉ તેના નિર્માણ દરમિયાન આવેલી સમસ્યાઓ વિશે વાત કરી હતી.

    બાબરે કલ્કિ મંદિર તોડી તેના પર મસ્જિદ બનાવી હતી

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કલ્કિ ધામનો વિસ્તાર અંદાજે 5 એકર છે. અહીં પહેલાથી જ કલ્કિ મંદિર બનેલું છે જ્યાં ભગવાન કલ્કિની મૂર્તિ સ્થાપિત છે. એવું કહેવાય છે કે અહીં પ્રતિમાની નીચે વાહનના રૂપમાં જે ઘોડો છે તેનો એક પગ હવામાં છે, અને આ પગ સમયની સાથે નીચે નમી જાય છે. સંભલમાં 500 વર્ષ પહેલાં ભગવાન કલ્કિનું મંદિર હતું, પરંતુ તેને મુસ્લિમ અક્રાંતા બાબરે તોડી પાડ્યું હતું અને ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી. મુગલ શાસક બાબરે પોતાના જીવનકાળ દરમિયાન કુલ ત્રણ મસ્જિદો બનાવી હતી. જેમાં અયોધ્યાની બાબરી મસ્જિદ, પાણીપતની કાબુલી બાગ મસ્જિદ અને સંભલની શાહી જામા મસ્જિદનો સમાવેશ થાય છે. ઈતિહાસકારોના મતે 1528માં બાબરના આદેશ પર મીર બેગે કલ્કિ મંદિરને તોડી પાડ્યું હતું, અને મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવી દીધી હતી. આજે પણ કલ્કિ મંદિરની દિવાલો અને અન્ય વસ્તુઓ પર મંદિરના અવશેષો દ્રશ્યમાન થાય છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં