Saturday, January 25, 2025
More
    હોમપેજરાજકારણ₹2100 આપવાના નામે AAPએ ભરાવ્યા હતા જે ફોર્મ, તેમાંથી 30 હજાર મળી...

    ₹2100 આપવાના નામે AAPએ ભરાવ્યા હતા જે ફોર્મ, તેમાંથી 30 હજાર મળી આવ્યા ભંગારમાં: ભાજપનો આરોપ- મહિલાઓની અંગત માહિતી સાથે કરાઈ છેડછાડ

    સચદેવે કહ્યું કે, “દિલ્હી મહિલા સન્માન યોજના હેઠળ ફોર્મ ભરતી મહિલાઓની અંગત માહિતી જોખમમાં છે. આ માહિતીનો ઉપયોગ બેંક ફ્રોડ અને અન્ય સાયબર ગુનાઓમાં થઈ શકે છે. આ માત્ર ગોપનીયતાનું ઉલ્લંઘન નથી પરંતુ મહિલાઓ સાથે વિશ્વાસઘાત પણ છે.”

    - Advertisement -

    દિલ્હીમાં (Delhi) આમ આદમી પાર્ટીએ (AAP) જાહેરાત કરી હતી કે, સરકાર બનતાની સાથે જ તે ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ (Mukhyamantri Mahila Samman Yojana) હેઠળ મહિલાઓને દર મહિને ₹2100 આપશે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ભરાવવામાં આવેલા ફોર્મ ભંગારમાં (Junk) જોવા મળ્યા છે. ભાજપે (BJP) આરોપ લગાવ્યો છે કે, AAPએ પોતાની ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ હેઠળ મહિલાઓ દ્વારા ભરેલા ફોર્મને કચરામાં ફેંકી દીધા છે.

    દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે શનિવારે (25 જાન્યુઆરી, 2025) એક પ્રેસ કૉન્ફરન્સમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, તિમારપુર વિસ્તારમાં ભંગારવાળાઓ પાસેથી લગભગ 30,000 ભરેલા ફોર્મ મળી આવ્યા હતા. આ ફોર્મમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની વિગતો અને મહિલાઓની અન્ય સંવેદનશીલ માહિતીનો સમાવેશ થાય છે. સચદેવના જણાવ્યા અનુસાર, આ ફોર્મ એક ભંગારના વેપારીએ તિમારપુર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર સૂર્ય પ્રકાશ ખત્રીને આપ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ આવા ફોર્મ મોટી સંખ્યામાં મળી શકે છે.

    ‘મહિલાઓની માહિતીનો થઈ શકે છે દુરુપયોગ’- ભાજપ

    સચદેવે કહ્યું કે, “દિલ્હી મહિલા સન્માન યોજના હેઠળ ફોર્મ ભરતી મહિલાઓની અંગત માહિતી જોખમમાં છે. આ માહિતીનો ઉપયોગ બેંક ફ્રોડ અને અન્ય સાયબર ગુનાઓમાં થઈ શકે છે. આ માત્ર ગોપનીયતાનું ઉલ્લંઘન નથી પરંતુ મહિલાઓ સાથે વિશ્વાસઘાત પણ છે.”

    - Advertisement -

    ભાજપે આરોપ લગાવ્યો કે, AAP ખોટા વચનો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરે છે અને મહિલાઓની સંવેદનશીલ માહિતીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. સચદેવે કહ્યું કે, પ્રેસ કૉન્ફરન્સમાં દર્શાવવામાં આવેલા ફોર્મ અસલી હતા અને તેમાં મહિલાઓના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ હતા.

    નોંધનીય છે કે, AAPએ 2024માં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને ₹2100 આપવાનું વચન આપ્યું હતું. આ યોજના હેઠળ મહિલાઓ પાસેથી ફોર્મ ભરાવવાની ઝુંબેશ મોટાપાયે શરૂ કરવામાં આવી હતી. પાર્ટીએ દાવો કર્યો હતો કે, લગભગ 11.5 લાખ લોકોએ આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી કરાવી છે. જ્યારે હવે ભાજપે આરોપ લગાવ્યો છે કે, 30,000 જેટલા ફોર્મ ભંગારમાં આપી દેવામાં આવ્યા છે. જોકે, ડિસેમ્બર 2024માં જ, દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે, આવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં