Saturday, October 5, 2024
More
    હોમપેજદેશબદાયુંથી હિંદુ યુવકને મળવા માટે દેહરાદૂન પહોંચી મુસ્લિમ સગીરા, રેલવે સ્ટેશન પર...

    બદાયુંથી હિંદુ યુવકને મળવા માટે દેહરાદૂન પહોંચી મુસ્લિમ સગીરા, રેલવે સ્ટેશન પર આસિફ કુરેશી અને ટોળાએ કરી બબાલ: પથ્થર ફેંકાયા, વાહનોમાં તોડફોડ

    ગુરુવારે સાંજે કિશોરી બદાયુંથી ટ્રેન મારફતે દેહરાદૂન રેલવે સ્ટેશન પહોંચી હતી. તેને મળવા માટે યુવક રેલવે સ્ટેશન પર પહોંચ્યો. આ બાબતની જાણ થતાં જ અમુક મુસ્લિમ યુવકો ટોળું લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા.

    - Advertisement -

    ગુરુવારે (26 સપ્ટેમ્બર) રાત્રે ઉત્તરાખંડના દેહરાદૂન રેલવે સ્ટેશન પર હિંસા થવાનો મામલો સામે આવ્યો. આ દરમિયાન પથ્થરમારો પણ થયો અને ટ્રેન અને વાહનોમાં પણ તોડફોડ થઈ. પ્રાથમિક જાણકારી અનુસાર, એક મુસ્લિમ કિશોરી UPથી ટ્રેનમાં હિંદુ યુવકને મળવા માટે આવતાં મુસ્લિમ ટોળાએ બબાલ કરી હતી અને ત્યારબાદ બંને સમુદાયો સામસામે આવી જતાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. જોકે, પછીથી પોલીસે સ્થળ પર પહોંચીને નિયંત્રણ મેળવી લીધું હતું. 

    ગુરુવારે સાંજે કિશોરી બદાયુંથી ટ્રેન મારફતે દેહરાદૂન રેલવે સ્ટેશન પહોંચી હતી. તેને મળવા માટે યુવક રેલવે સ્ટેશન પર પહોંચ્યો. આ બાબતની જાણ થતાં જ અમુક મુસ્લિમ યુવકો ટોળું લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમણે કિશોરીને મળવા માટે યુવક સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ હિંદુ સમુદાયના લોકો પણ ત્યાં પહોંચ્યા અને બંને જૂથો સામસામે આવી ગયાં હતાં. 

    રેલવે પોલીસ ફોર્સ અનુસાર, તેમણે કિશોરી-યુવકને રેલ્વે સ્ટેશન પર ઝઘડો કરતાં જોયાં હતાં. જેથી બંનેને RPF પોલીસ મથકે લાવવામાં આવ્યાં. પછીથી જાણવા મળ્યું હતું કે, કિશોરીના પરિવારે બે દિવસ પહેલાં જ તે ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ બદાયુંમાં નોંધાવી હતી. ત્યારબાદ RPFએ તાત્કાલિક તેના પરિવારનો સંપર્ક કરીને તે દેહરાદૂન હોવાની જાણ કરી હતી, જેઓ દેહરાદૂન આવવા માટે રવાના પણ થઈ ગયા હતા. 

    - Advertisement -

    બીજી તરફ, એક આઝાદ સમાજ પાર્ટીના દેહરાદૂન શહેરના પ્રમુખ આસિફ કુરેશીની આગેવાનીમાં એક ટોળું રેલવે સ્ટેશન પર ધસી આવ્યું હતું અને બબાલ શરૂ કરી હતી. યુવક સાથે મારપીટ કર્યા બાદ તેમણે પથ્થર ફેંક્યા અને તોડફોડ કરી હતી. ત્યારબાદ વિકાસ વર્મા નામના યુવક સાથે કેટલાક યુવકો પણ સ્ટેશન પર પહોંચ્યા તો તેમની સાથે પણ મારામારી કરવામાં આવી. 

    રેલવે સ્ટેશન પર બંને જૂથો વચ્ચે બબાલ થઈ અને બોલાચાલી બાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પછી પથ્થરમારો પણ થયો અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવી છે, જેમાં અમુક વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય તેવું જોઈ શકાય છે. 

    મામલો બિચકતાં પોલીસે હસ્તક્ષેપ કરીને ટોળાં વિખેરી દીધાં હતાં અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. પોલીસે આ મામલે આસિફ કુરેશી અને વિકાસ વર્મા સહિત 14 વ્યક્તિઓ સામે નામજોગ અને બાકીના 100 માણસોના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ CCTV ચકાસવામાં આવી રહ્યા છે. 

    દેહરાદૂનના SSPએ આ મામલે જણાવ્યું કે, “અત્યાર સુધી જે વિગતો સામે આવી છે તે પ્રમાણે બદાયુંથી એક સગીરા કોઈ વ્યક્તિને મળવા માટે દેહરાદૂન આવી હતી. બદાયુંમાં તે ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ પહેલેથી જ થઈ ચૂકી છે. પોલીસે GRPને પણ જાણ કરી હતી અને તેની વિગતો આપી હતી. દરમ્યાન, હિંદુ-મુસ્લિમ જૂથો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. પથ્થર પણ ફેંકાયા અને અફરાતફરી મચી ગઈ હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અમે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં