Saturday, March 1, 2025
More
    હોમપેજદેશમહાકુંભ પૂર્ણ થતાં જ પ્રયાગરાજમાં સાંપ્રદાયિક તણાવ ઊભો કરવાનો પ્રયાસ: હિંદુઓનાં ઘરોની...

    મહાકુંભ પૂર્ણ થતાં જ પ્રયાગરાજમાં સાંપ્રદાયિક તણાવ ઊભો કરવાનો પ્રયાસ: હિંદુઓનાં ઘરોની બહાર મળ્યા ગૌવંશના ટુકડા, પોલીસે FIR નોંધીને આદરી તપાસ

    FIRમાં કહેવામાં આવ્યું છે કે હિંદુઓનાં ઘરોને ચિહ્નિત કરવામાં આવ્યાં હતાં અને ગૌવંશના અવશેષો જાણી જોઈને ત્યાં રાખવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ભવ્ય અને દિવ્ય મહાકુંભને (Mahakumbh) કારણે વિશ્વ મંચ પર ઉભરીને સામે આવેલા પ્રયાગરાજમાં (Prayagraj) સાંપ્રદાયિક હિંસા માટેના કાવતરાની શરૂઆત થઈ ચૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. હિંદુઓના મહાપર્વ મહાકુંભના સમાપનના 48 કલાકની અંદર જ હિંદુઓના ઘરની બહાર ગૌવંશના ટુકડા (Remains of Cow) ફેંકવાની ઘટના સામે આવી છે. પ્રયાગરાજના દરિયાબાદ પોલીસ સ્ટેશન નજીક એક વાછરડાનું માથું અને પગ રસ્તા પર અને ગટરમાં ફેંકાયેલા મળી આવ્યા છે.

    આ ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની પૂછપરછ કર્યા બાદ તપાસ શરૂ કરી હતી. આરોપીની ઓળખ માટે પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ્યા છે. દરિયાબાદના રહેવાસી ગોપાલ અગ્રવાલની ફરિયાદના આધારે અતરસુઈયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

    હિંદુઓના ઘરની બહાર ફેંકાયું ગૌવંશનું માથું અને વિકૃત અંગો

    ટ્રાન્સપોર્ટનું કામ કરતા ગોપાલ અગ્રવાલ જ્યારે 27 ફેબ્રુઆરીના રોજ ઘરેથી નીકળ્યા ત્યારે તેમના દરવાજા પર એક વાછરડાનું કપાયેલું માથું પડેલું હતું. ત્યારબાદ તેમણે જોયું કે તેમના પાડોશી એડવોકેટ દીપક કપૂર અને અન્ય ઘણા લોકોના ઘરની સામે એક ગૌવંશના કપાયેલા અંગો હતા. દરમિયાન શરીરના અન્ય વિકૃત ભાગો શેરીમાં વેરવિખેર પડ્યા હતા. આ માહિતી મળતાં જ હોબાળો મચી ગયો. માહિતી મળતાં જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    - Advertisement -

    આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક પશુ ચિકિત્સકોને બોલાવ્યા હતા. આ પછી એક ટીમ આવી અને તપાસ કરીને પશુઓના અવશેષોને પોતાની સાથે લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજય દ્વિવેદનું કહેવું છે કે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે કોઈએ જાણી જોઈને વાતાવરણ ડહોળવા માટે આવું કર્યું છે. આ FIRમાં બે મોટા આરોપો લગાવવામાં આવ્યા છે.

    ‘હિંદુઓના ઘરોને ચિહ્નિત કરીને કરાયું આ કૃત્ય’

    FIRમાં કહેવામાં આવ્યું છે કે હિંદુઓનાં ઘરોને ચિહ્નિત કરવામાં આવ્યાં હતાં અને ગૌવંશના અવશેષો જાણી જોઈને ત્યાં રાખવામાં આવ્યા હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મુસ્લિમ સમુદાયના કોઈ અરાજકતાવાદી તત્વનું કૃત્ય હોય શકે છે, કારણ કે જે વિસ્તારમાં આ ઘટના બની હતી તેની બાજુમાં એક મુસ્લિમ વસાહત છે. આ વિસ્તારમાં મુસ્લિમોની મોટી વસ્તી છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે. આ અંગેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. જોકે, ગૌવંશનું માથું અને પગ કાપીને ફેંકી દેનારાઓ આજ સુધી પકડાયા નથી. લોકોએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. નોંધનીય છે કે, છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં