Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડમાં ઝડપાયું ગૌવંશ ભરેલું ઓઈલ ટેન્કર, ખીચોખીચ ભરી હતી 23 ગાય, ગુંગળાઈ...

    ઝારખંડમાં ઝડપાયું ગૌવંશ ભરેલું ઓઈલ ટેન્કર, ખીચોખીચ ભરી હતી 23 ગાય, ગુંગળાઈ જવાથી 2 નાં મોત: ગૌતસ્કર શેખ મેરાજની ધરપકડ

    ઓડીશાથી પશ્ચિમ બંગાળ એક ટેન્કરમાં ખૂબ ઓછી જગ્યામાં ગૌવંશને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યું હતું અને પોલીસે આ ટેન્કર તેમજ ગૌતસ્કરને ઝડપી લીધાં છે.

    - Advertisement -

    ઝારખંડના પૂર્વ સિંઘભૂમમાં ગૌવંશ ભરેલું ઓઈલ ટેન્કર ઝડપાતા ગૌતસ્કરીની નવી તરકીબનો ખુલાસો થયો હતો, શંકાસ્પદ તેલના ટેન્કરની તલાશી દરમિયાન તેમાં ખચોખચ જગ્યામાં ભરેલી ગાયો મળી આવી હતી. ભારત પેટ્રોલિયમ લખેલા આ ટેન્કરમાં કુલ 23 ગાયો હતી. જેમાંથી બેના મોત થયા હતા. આ ગૌવંશ ભરેલું ટેન્કર ઝારખંડમાં ઝડપાયું તેને ઓડિશાથી પશ્ચિમ બંગાળ લઇ જવામાં આવી રહ્યું હતું. પોલીસે ટેન્કરના ચાલક શેખ મેરાજની ધરપકડ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો પોલીસ સ્ટેશન વિસ્તાર બહારગોરાનો છે, ઝડપાયેલા ટેન્કરનો નંબર OR 11 D 6838 છે. જામસોલા પાસે ચેકિંગ દરમિયાન આ ટેન્કર પોલીસના હાથે ઝડપાઈ ગયું હતું. આ ટેન્કરનો ડ્રાઈવર અને ગૌતસ્કર શેખ મેરાજ ઓડિશાના ભદ્રકનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન તેણે ટેન્કરના માલિકની સાથે સહયોગી તરીકે સુજીત મોહંતી ઉર્ફે બડા બાબુ, અક્ષય પારિકાના પણ નામ આપ્યા છે. પોલીસે ડ્રાઈવર સહિત તમામ સામે એફઆઈઆર નોંધી છે. ગૌવંશ ભરેલું ટેન્કર ઝારખંડમાં ઝડપાયા બાદ સ્થાનિક બીજેપી નેતા કુણાલ સારંગીએ આરોપ લગાવ્યો છે કે ગાયની તસ્કરીને ઝારખંડ સરકારનું રાજકીય સમર્થન મળે છે.

    આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટેન્કર જપ્ત કર્યા બાદ પોલીસે જીવતી ગાયોને ગૌશાળાને સોંપી હતી. પૂર્વ સિંઘભૂમ જિલ્લા પોલીસે મંગળવારે (25 ઓક્ટોબર 2022) આ કાર્યવાહી કરી હતી.

    - Advertisement -

    વાયરલ વીડિયોમાં બે લોકો પાછળની સીડી પાસે ટેન્કરનો પાછળનો ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાદમાં ગેટ ખોલ્યા બાદ અંદરથી લાકડાની ઓરડી મળી આવી હતી, જેને બહાર કાઢવામાં આવી હતી. આ પછી ટેન્કરની બાજુમાં બનાવેલી બારી જેવી બારીમાંથી ગાયો બેભાન હાલતમાં જોવા મળે છે.

    એક અહેવાલ મુજબ શેખ મેરાજ ટેન્કરને પશ્ચિમ બંગાળ લઈ જઈ રહ્યા હતા. ટેન્કરમાં ગાયની દાણચોરી માટે ફેરફાર કરવામાં આવ્યો હતો. અંદર હવા જવાનો કોઈ રસ્તો ન હતો જેના કારણે મોટાભાગની ગાયો બેભાન થઈ ગઈ હતી. નોંધનીય છે કે પોલીસથી બચવા ગૌતસ્કરોએ ખાસ પ્રકારનું ટેન્કર બનાવ્યું હતું. ટેન્કરના પાછળના ભાગને કાપીને ગાયને ચડાવવા માટે પ્લેટફોર્મ અને દરવાજા બનાવવામાં આવ્યા હતા. ટેન્કર પર હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ લખેલું હતું અને તેનો લોગો પણ બનાવવામાં આવ્યો હતો. ગાયની દાણચોરી સામાન્ય રીતે ટ્રક અને કન્ટેનરમાં થતી હતી, પરંતુ તસ્કરો પોલીસને ચકમો આપવા માટે અવનવી યુક્તિઓ લગાવતા રહે છે, અને હવે તો ટેન્કર દ્વારા પશુઓની તસ્કરીનો ખુલાસો થતાં સહું કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં