Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'દ્રૌપદી મુર્મુ ખૂબ જ દુષ્ટ ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરે છે': કોંગ્રેસનેતા અજોય કુમારે...

    ‘દ્રૌપદી મુર્મુ ખૂબ જ દુષ્ટ ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરે છે’: કોંગ્રેસનેતા અજોય કુમારે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

    રાષ્ટ્રપતિની ચૂંટણીને 'રાષ્ટ્રની આત્મા માટેની લડાઈ' ગણાવતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે તમામ સમાન વિચારધારાવાળા પક્ષોએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને મત આપવો જોઈએ.

    - Advertisement -

    કોંગ્રેસના નેતા અજોય કુમાર દ્વારા એક નવો વિવાદ શરૂ કરાયો છે, અને કહ્યું છે કે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ‘ભારતની ખૂબ જ દુષ્ટ ફિલસૂફી’ રજૂ કરે છે અને તેમને આદિવાસીઓનું પ્રતીક’ બનાવવું જોઈએ નહીં. કોંગ્રેસ નેતાએ વધુમાં આરોપ લગાવ્યો કે અનુસૂચિત જાતિઓની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

    તેમણે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને આદિવાસીઓના પ્રતિનિધિ બનાવવા સામે સલાહ આપી હતી. નરેન્દ્ર મોદી સરકાર પર દેશવાસીઓને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવતા, કોંગ્રેસના નેતા અજોય કુમાર દ્વારા કહેવાયું કે જ્યારે અનુસૂચિત જાતિ સમુદાયના રામ નાથ કોવિંદ દેશના વર્તમાન રાષ્ટ્રપતિ છે, ત્યારે પણ દેશ સામે અત્યાચાર અટક્યા નથી.

    “વાત દ્રૌપદી મુર્મુ વિશે નથી. યશવંત સિંહા પણ એક સારા ઉમેદવાર છે અને મુર્મુ પણ એક શિષ્ટ વ્યક્તિ છે. પરંતુ તે ભારતની ખૂબ જ દુષ્ટ ફિલસૂફીનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે તેને ‘આદિવાસી’નું પ્રતીક ન બનાવવું જોઈએ. અમારી પાસે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ છે, તો પણ હાથરસ થયું. શું તેણે એક શબ્દ કહ્યો છે? અનુસૂચિત જાતિની હાલત ખરાબ થઈ ગઈ છે,” કુમારે કહ્યું.

    - Advertisement -

    રાષ્ટ્રપતિની ચૂંટણીને ‘રાષ્ટ્રની આત્મા માટેની લડાઈ’ ગણાવતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે તમામ સમાન વિચારધારાવાળા પક્ષોએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને મત આપવો જોઈએ. ‘પ્રતિકો બનાવવા અને ભારતના લોકોને મૂર્ખ બનાવવું એ જ મોદી સરકાર છે. આ રાષ્ટ્રની આત્મા માટેની લડાઈ છે અને તમામ સમાન વિચારધારાવાળા પક્ષોએ યશવંત સિંહાને મત આપવો જોઈએ,’ તેમણે કહ્યું હતું.

    દરમિયાન, એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિરુદ્ધ કુમારની ટિપ્પણી પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી છે.

    ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “એ સમયે જ્યારે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએએ આદિવાસી સમાજની મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિના કાર્યાલય માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, એક પગલું જે આદિવાસીઓને સશક્ત બનાવવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે પરંતુ કોંગ્રેસ નેતા તેને દુષ્ટ કહે છે! માત્ર એટલા માટે કે તે આદિવાસી છે. શરમજનક છે.”

    કુમાર પર વળતો પ્રહાર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસે મુર્મુનું અપમાન કર્યું છે.

    નોંધનીય છે કે જો દ્રૌપદી મુર્મુ 18 જુલાઈની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવામાં સફળ થાય છે, તો તે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. સાથે જ, મુર્મુ જો જીત મેળવે તો તે ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે.

    કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે, તે દરમિયાન, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ ભાજપ નેતા યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે, જેની ગણતરી 21 જુલાઈએ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં