હોમપેજરાજકારણ‘આ ગાંધીવાદી નહીં, ગાલીવાદી પાર્ટી’: બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું...

‘આ ગાંધીવાદી નહીં, ગાલીવાદી પાર્ટી’: બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું અપમાન, AI વિડીયો બનાવી ઉડાવી મજાક, ભાજપનો વિરોધ

ઘૃણાસ્પદ વિડીયોને લઈને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાનું અપમાન કરી રહી છે. તેમણે કહ્યું, “આ હવે ગાંધીની કોંગ્રેસ નથી રહી, આ ‘ગાળો આપનારાઓની કોંગ્રેસ’ બની ગઈ છે.”

- Advertisement -

બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રા દરમિયાન મંચ પરથી રિઝવી ઉર્ફે રાજા નામના વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ આટલું થયા છતાં કોંગ્રેસ પાર્ટી તેની હરકતોથી બહાર નીકળતી નથી. હવે કોંગ્રેસે AI જનરેટેડ વિડીયો દ્વારા ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં માતાનું અપમાન કર્યું છે.

બિહાર કોંગ્રેસના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ AI નિર્મિત વિડીયોમાં વડા પ્રધાન મોદીનું AI મોડેલ કહે છે, “આજની વોટ ચોરી ડન થઈ ગઈ, હવે જાઉં છું સૂવા માટે.”

ત્યારપછી વિડીયોમાં તેમના માતા સ્વપ્નમાં આવીને કહે છે, “અરે બેટા, પહેલાં તો તેં મને નોટબંધીની લાંબી લાઇનોમાં ઊભી રાખી, મારા પગ ધોવાની રીલ બનાવી અને હવે બિહારમાં મારા નામે રાજનીતિ કરે છે. તું મારા અપમાનના બેનર-પોસ્ટર છપાવે છે, ફરીથી બિહારમાં નાટક કરવાના પ્રયાસો કરે છે. રાજનીતિના નામે કેટલું નીચે ઉતરીશ?”

- Advertisement -

આ ઘૃણાસ્પદ વિડીયોને લઈને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાનું અપમાન કરી રહી છે. તેમણે કહ્યું, “આ હવે ગાંધીની કોંગ્રેસ નથી રહી, આ ‘ગાળો આપનારાઓની કોંગ્રેસ’ બની ગઈ છે.”

તેમણે એક્સ પર લખ્યું કે, “વડા પ્રધાનનાં માતાને ગાળો આપવાનો કોઈ પસ્તાવો નથી. કોંગ્રેસે માત્ર આરોપીનો બચાવ કરીને જૂઠું જ નથી કહ્યું, પરંતુ તારિક અનવરનો પણ બચાવ કર્યો અને હવે બિહાર કોંગ્રેસે આ ઘૃણાસ્પદ વિડીયો સાથે તમામ હદો પાર કરી દીધી. આ પાર્ટી ગાંધીવાદી નહીં, ગાલીવાદી બની ગઈ છે. મહિલાઓ અને માતૃશક્તિનું અપમાન એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે.”

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આ વિડીયોની કડક નિંદા કરી છે. તેમણે એક્સ પર એક વિડીયો શેર કરતા લખ્યું, “રાહુલ ગાંધીના ઇશારે કોંગ્રેસ પાર્ટીએ માનનીય વડા પ્રધાનનાં દિવંગત માતાની મજાક ઉડાવી છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં દિવંગત માતાને ગાળો આપી હતી.”

તેમણે આગળ લખ્યું કે, “કોંગ્રેસનો ‘શાહી પરિવાર’ ભારતની માતાઓ અને બહેનોનું અપમાન કરી રહ્યો છે. આ માત્ર અસંવેદનશીલ નથી, પરંતુ એક પાર્ટી ભારતના ગરીબો પ્રત્યે આટલી નફરત કરે છે એ જોવું પણ ઘૃણાસ્પદ છે. કોંગ્રેસ મહિલા વિરોધી છે, કોંગ્રેસ ભારતના ગરીબોને નફરત કરે છે.”

દરભંગામાં રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રાના મંચ પરથી વડા પ્રધાન મોદીનાં માતા અંગે અપશબ્દો બોલાયાની ઘટના બાદ વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે, “મારી માતા હવે આ દુનિયામાં નથી. રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી મારી માતાને ઘૃણાસ્પદ ગાળો આપવામાં આવી. આ અત્યંત દુઃખદ, પીડાદાયક અને વ્યથિત કરનારું છે.”

કોંગ્રેસની આવી હલકી હરકતો નવી નથી અને તે ફરીથી સાબિત કરે છે કે આ પાર્ટી માત્ર વડા પ્રધાન મોદીનાં માતાનું જ નહીં, પરંતુ દેશની દરેક માતાનું અપમાન કરી રહી છે. આ ઘટના બાદ હજુ થોડા જ દિવસ થયા છે, અને કોંગ્રેસે ફરીથી સાબિત કર્યું કે તેમની પાસેથી દેશની માતા-દીકરીઓનું સન્માન કરવાની આશા રાખવી એ જ ભૂલ છે, કારણ કે આ તેમની ઓળખ બની ગઈ છે.

કોંગ્રેસ પાર્ટીની આવી ઘૃણાસ્પદ અને નીચ હરકતો એ સ્પષ્ટ કરે છે કે તે હવે ગાંધીવાદી નહીં, પણ ગાળોવાદી બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં દિવંગત માતાને નિશાન બનાવી, AI દ્વારા બનાવેલા અપમાનજનક વિડીયો ફેલાવવા એ ન માત્ર રાજકીય હલકાઈ દર્શાવે છે, પરંતુ દેશની સંસ્કૃતિ અને માતૃશક્તિનાં સન્માનને ઠેસ પહોંચાડે છે. આવી ઓછપથી ભરેલી રાજનીતિ કોંગ્રેસની હતાશા અને દેવાળિયાપણું દર્શાવે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી એટલી નીચે ઉતરી ગઈ છે કે તે ગરીબો, મહિલાઓ અને દેશની સામાન્ય જનતા પ્રત્યે નફરત અને અસંવેદનશીલતા જ દર્શાવે છે.

દરભંગાની ઘટના હોય કે આ AI વિડીયો, કોંગ્રેસ દરેક વખતે એ જ સાબિત કરે છે કે તેની પાસે ન તો રચનાત્મક એજન્ડા છે, ન તો દેશની જનતા પ્રત્યે આદર. આવી પાર્ટી શું ભારતના ગૌરવ અને પ્રગતિનું પ્રતિનિધિત્વ કરી શકશે?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં