પાકિસ્તાન કનેક્શન (Pakistan Connection) ધરાવતા અમરેલીના (Amreli) મૌલાનાની (Maulana) મદરેસા (Madrasa) પર બુલડોઝર (Bulldozer) ફેરવી દેવાયું છે. સામે આવ્યું છે કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદરેસામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને બુલડોઝર ફેરવી દેવાયું છે. આ મદરેસાનો મૌલવી મહોમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ગુજરાત ATS તેની પૂછપરછ કરી રહી છે.
આ કાર્યવાહીને લઈને ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં બાંધકામનું ટાઇટલ ચેક કરતા આ બાંધકામ 100 ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે-તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. જેથી આ પ્લોટ લેન કમિટી પ્રમાણે શરતભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો છે અને પ્લોટ પરનું બાંધકામ તોડવામાં આવ્યું છે.
ચુસ્ત સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ કાર્યવાહી
આ અંગે DySP પરાક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, SDM અને ધાટી મામલતદારની તપાસમાં આ મદરેસાનું બાંધકામ શંકાસ્પદ જોવા મળ્યું હતું અને ત્યારબાદ રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો હતો તથા આ બાંધકામના આધાર-પુરાવા પણ માંગવામાં આવ્યા હતા. જોકે, કોઈ આધાર પુરાવા ન મળતા બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે સુરક્ષા પણ રાખવામાં આવી છે. બે DySP, ત્રણ PI અને જરૂરિયાત મુજબની પોલીસ ફોર્સ પણ ખડપગે છે.
Amreli, Gujarat: Deputy Superintendent of Police P.R. Rathore says, "…The demolition work has begun…there have been no issues with law and order so far. If any issues arise, the authorities are prepared to handle them with full police force" https://t.co/IMYv7WR6UF pic.twitter.com/jKANa3vuZ6
— IANS (@ians_india) May 13, 2025
નોંધનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યભરમાં વિદેશી બાંગ્લાદેશી અને ખાસ તો પાકિસ્તાનીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અમરેલી પોલીસે આ મદરેસાના મૌલવીની પૂછપરછ કરી હતી. ત્યારબાદ શંકા જતાં મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનથી ઓપરેટ થતાં ઘણા વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા અને મૌલવી વગેરે લોકો તેમાં અરબી ભાષામાં વાત કરતા હતા.
તે સિવાય બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના એમ કુલ મળીને લગભગ 8 ગ્રુપ મળી આવ્યા હતા અને તમામ પાકિસ્તાનથી ઓપરેટ થતાં હતા. પોલસે પાકિસ્તાન કનેક્શનને લઈને તરત જ મૌલાનાની ધરપકડ કરી હતી અને હવે તેની મદરેસાને પણ ધ્વસ્ત કરી નાખવામાં આવી છે. હાલ ગુજરાત ATS મૌલવીની પૂછપરછ કરી રહી છે.