Saturday, June 14, 2025
More
    હોમપેજગુજરાતજામનગરમાં ફરી ગરજ્યાં બુલડોઝર, દરિયાકાંઠે ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલી દરગાહ સહિતનાં બાંધકામો...

    જામનગરમાં ફરી ગરજ્યાં બુલડોઝર, દરિયાકાંઠે ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલી દરગાહ સહિતનાં બાંધકામો ધ્વસ્ત: મોડી રાત્રે પોલીસ-વન વિભાગનું સંયુક્ત ઑપરેશન

    પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ તમામ દબાણો લેન્ડિંગ પોઈન્ટ પર હતા અને દેશની સુરક્ષાને લઈને પણ જોખમ ઊભું કરી શકે તેમ હતા. ભૂતકાળમાં પણ ગેરકાયદેસર કામ કરનારા લોકો આ બાંધકામોમાં આશ્રય લેતા હતા.

    - Advertisement -

    જામનગરના (Jamnagar) દરિયાકાંઠે ફરી એક વખત બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) હાથ ધરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, પોલીસ અને વન વિભાગની સંકયુક્ત કાર્યવાહીમાં 8 જેટલી દરગાહ-મજાર (Dargah) તોડી પાડવામાં આવી છે. આ તમામ મજહબી બાંધકામો ગેરકાયદેસર રીતે ઊભાં કરવામાં આવ્યાં હતાં અને છેલ્લાં 10 વર્ષથી જમીન પર અનધિકૃત કબજો કરી રાખવામાં આવ્યો હતો. જામનગર પોલીસે (Jamnagar Police) દેશની સુરક્ષાનો હવાલો આપીને આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે.

    મંગળવારે (20 મે) મોડી રાત્રે જામનગર પોલીસ અને વન વિભાગની ટીમે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે હેઠળ જામનગર જિલ્લા પંચ એ અને બેડી મરીન પોલીસ સ્ટેશનની હદમાં લેન્ડિંગ પોઈન્ટ પાસે આવેલા ગેરકાયદે મજહબી બાંધકામોને ધ્વસ્ત કરી દેવાયાં હતાં. તે સિવાય મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનીની બાયો ડાયવર્સિટીને જોખમરૂપ બાંધકામો પણ તોડી પડાયાં.

    વિવિધ સ્થળોએ કુલ 8 મજહબી દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જામનગર પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં જામનગર પોલીસની સાથે વન વિભાગની ટીમો પણ જોડાઈ હતી. 15,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં અંદાજે 9,000 સ્ક્વેર ફૂટ જમીન પર આ ગેરકાયદે બાંધકામો બન્યાં હતાં.

    - Advertisement -

    જામનગર SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે, જામનગરના દરિકાકાંઠા ખૂબ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને ત્યાં ઘણા વાઇટલ ઈન્સ્ટોલેશન પણ આવેલા છે. આ દરિયાકાંઠા પર ઘણાં ધાર્મિક દબાણો પણ ઊભા કરી દેવામાં આવ્યા હતા. મંગળવારની રાત્રે 8 જેટલાં દબાણો દૂર કરી દેવામાં આવ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર કાર્યવાહી દરમિયાન પૂરતો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

    પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ તમામ દબાણો લેન્ડિંગ પોઈન્ટ પર અને દેશની સુરક્ષાને લઈને પણ જોખમ ઊભું કરી શકે તેમ હતાં. ભૂતકાળમાં પણ ગેરકાયદેસર કામ કરનારા લોકો આ બાંધકામોમાં આશ્રય લેતા હતા. આ બધી બાબતોને ધ્યાને રાખીને પોલીસે ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ પહેલાં પણ અનેક વખત જામનગરના દરિયા કિનારે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં