Sunday, December 29, 2024
More
    હોમપેજરાજકારણપશ્ચિમ બંગાળમાં રામ મંદિર બનાવવાની ભાજપની ઘોષણા: TMC ધારાસભ્યએ બાબરી મસ્જિદ બનાવવાની...

    પશ્ચિમ બંગાળમાં રામ મંદિર બનાવવાની ભાજપની ઘોષણા: TMC ધારાસભ્યએ બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કર્યા બાદ લેવાયો નિર્ણય, કહ્યું- 22 જાન્યુઆરીએ શરૂ થશે નિર્માણ

    મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણ મામલે પશ્ચિમ બંગાળના બહેરામપુર જિલ્લાના ભાજપના સંગઠન પ્રમુખ શખરવ સરકારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાજપ તે સ્થળે રામ મંદિરનું નિર્માણ પણ કરાવશે. જેના માટે જમીન નક્કી કરી લેવામાં આવી છે અને આ પ્રોજેક્ટ પર ₹10 કરોડ ખર્ચ થવાનો અંદાજ પણ સામે આવ્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ (West Bengal) તૃણમૂલ કોંગ્રેસના (TMC) ધારાસભ્ય હુમાયુ કબીરે (Humayu Kabir) એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ખાતે બાબરી ઢાંચા જેવી (Babri Mosque) મસ્જિદ બનાવવાનો નિર્ણય કર્યો હતો સાથે જ તેમણે તેને ‘નવી બાબરી મસ્જિદ’ તરીકે ઉલ્લેખિત કરી હતી. ત્યારે આ મામલે હવે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. મસ્જિદ નિર્માણના નિર્ણય આવ્યાના થોડા દિવસો પછી જ મુર્શિદાબાદના ભાજપ (BJP) નેતાઓએ પશ્ચિમ બંગાળમાં રામ મંદિર (Ram Mandir) બનાવવાની યોજના જાહેર કરી છે.

    મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણ મામલે પશ્ચિમ બંગાળના બહેરામપુર જિલ્લાના ભાજપના સંગઠન પ્રમુખ શખરવ સરકારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાજપ તે સ્થળે રામ મંદિરનું નિર્માણ પણ કરાવશે. જેના માટે જમીન નક્કી કરી લેવામાં આવી છે અને આ પ્રોજેક્ટ પર ₹10 કરોડ ખર્ચ થવાનો અંદાજ પણ સામે આવ્યો છે. ભાજપની જાહેરાત મુજબ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના બરાબર એક વર્ષ બાદ એટલે કે 22 જાન્યુઆરી 2025ના રોજ આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

    નોંધનીય છે કે, ભાજપના આ નિર્ણયને મુર્શિદાબાદમાં હિંદુ સમુદાયમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવાના વ્યૂહાત્મક પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે. મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળનો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે. જ્યાં મુસ્લિમોની 75% વસ્તી છે. ભાજપનો આ નિર્ણય ટીએમસીના ધારાસભ્યએ ત્યાં બાબરી મસ્જિદનું નિર્માણ કરાવવાની જાહેરાત પર લેવાયો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે બેલડાંગાના ટીએમસી ધારાસભ્ય કબીરે તાજેતરમાં મસ્જિદ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. ઘોષણા કરતાં, હુમાયુ કબીરે કહ્યું હતું કે, તેઓ પ્રદેશની નોંધપાત્ર લઘુમતી વસ્તીની લાગણીઓને માન આપશે. તથા મસ્જિદ બનાવવાનું કામ 6 ડિસેમ્બર 2025 સુધીમાં શરૂ થઈ જશે. હુમાયુએ દાવો કર્યો કે, આ માટે બે એકર જમીન પર એક ટ્રસ્ટ બનાવવામાં આવશે, જેમાં મદરેસાઓના પ્રમુખ અને સચિવો સામેલ હશે.

    કબીરે એમ પણ કહ્યું કે, મસ્જિદના નિર્માણ માટે ભંડોળ માટે તે પોતે ₹1 કરોડ આપશે. તેમણે કહ્યું હતું કે, નવી મસ્જિદ દેશને એવો સંદેશ આપશે કે, બાબરી ઢાંચાને તોડ્યા બાદ પણ તેની ઓળખ કાયમ છે. જોકે, TMCએ આ ટિપ્પણીને હુમાયુના અંગત વિચાર જણાવ્યા હતા. જયારે ભાજપ તથા કોંગ્રેસ જેવી વિપક્ષી પાર્ટીઓએ આ નિવેદનને રાજકીય લાભ લેવા માટે સમુદાયોના ધ્રુવીકરણનો પેંતરો ગણાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં