Thursday, December 5, 2024
More
    હોમપેજરાજકારણ‘બંધારણના નામે રાહુલ ગાંધી જે લાલ ચોપડી લઈને ફરતા રહે છે, તે...

    ‘બંધારણના નામે રાહુલ ગાંધી જે લાલ ચોપડી લઈને ફરતા રહે છે, તે તેમની મહારાષ્ટ્રની સભામાં વહેંચાઈ, પણ અંદરથી નીકળી કોરી’: વિડીયો શૅર કરીને ભાજપે લગાવ્યો આરોપ

    આ મામલે ભાજપે X પર એક પોસ્ટ કરી છે અને કોરી પુસ્તિકાને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન ગણાવ્યું છે. ઉપરાંત, પાર્ટીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને પણ ઘેર્યા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Elections) હવે નજીક છે અને હાલ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરમ્યાન 6 નવેમ્બરે (બુધવાર) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે નાગપુરમાં ‘સંવિધાન બચાઓ સંમેલન’ યોજ્યું હતું. દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ‘ભારતનું બંધારણ’ લખેલી લાલ રંગની પુસ્તિકા વહેંચી હતી. પણ ભાજપનો આરોપ છે કે આ પુસ્તિકા અંદરથી સાવ કોરી છે અને કવરપેજ પર જ માત્ર ‘બંધારણ’ લખવામાં આવ્યું છે. ભાજપે કોંગ્રેસ પર બંધારણનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

    આ મામલે ભાજપે X પર એક પોસ્ટ કરી છે અને કોરી પુસ્તિકાને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન ગણાવ્યું છે. ઉપરાંત, પાર્ટીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને પણ ઘેર્યા હતા.

    પોસ્ટ કરતાં ભાજપે લખ્યું હતું કે, “સંવિધાન સિર્ફ બહાના હૈ, લાલ પુસ્તક કો બઢાના હૈ, મહોબ્બત કે નામ પર સિર્ફ નફરત ફૈલાના હૈ..” આગળ ભાજપે લખ્યું કે, “કોંગ્રેસ આ રીતે ભારતના બંધારણને ભૂંસી નાખવા માંગે છે. ડૉ.બાબાસાહેબ આંબેડકરે લખેલા તમામ કાયદાઓ દૂર કરવા માંગે છે. આથી રાહુલ ગાંધીએ એવી આગાહી પણ કરી હતી કે અનામત રદ કરવામાં આવશે.”

    - Advertisement -

    આગળ ભાજપે લખ્યું કે, “રાહુલ ગાંધી એ યાદ રાખો કે ડૉ. બાબા સાહેબ આંબેડકર અને તેમનું સંવિધાન કોઈ ચૂંટણીનો મુદ્દો નથી પરંતુ ભારત અને ભારતીયોના જીવનનો આધાર છે. જનતા ચોક્કસ સંવિધાન વિરોધી કોંગ્રેસને પાઠ ભણાવશે.”

    આ અંગે ભાજપ પ્રવક્તા પ્રેમ શુક્લાએ નિવેદન આપતાં કહ્યું કે, “આજે રાહુલ ગાંધીનો દંભ સામે આવ્યો છે. જે બંધારણની પ્રતિમા તેઓ ગર્વથી લહેરાવી રહ્યા હતા તે વાસ્તવમાં ખાલી પાનાનું બંડલ હતું. જેમ તેમના રાજકારણમાં કોઈ નક્કર પાયો નથી, તેવી જ રીતે આ પુસ્તક પણ ખાલી નીકળ્યું.”

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોલ્હાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે ‘તેમની આસપાસ અરાજકતા ફેલાવનારા લોકો છે’. ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધીનું આ લાલ બંધારણ લહેરાવવું તેમની ‘અર્બન નક્સલ માનસિકતા’નું પ્રતીક છે. તેમણે રાહુલ પર કોંગ્રેસમાં નક્સલી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો.

    આ મામલે કોંગ્રેસે ભાજપ પર જુદા-જુદા આરોપો લગાવ્યા છે, પણ ચોખવટ કરી નથી. બીજી તરફ, પાર્ટી. નેતા વિજય વડેટ્ટીવારે બચાવ કરતાં કહ્યું કે એ તો ડાયરી હતી! તેમણે એક X પોસ્ટમાં લખ્યું કે, “રાહુલ ગાંધીના નાગપુર પ્રવાસથી ભાજપ ડરી ગયો છે. સંવિધાન સમ્માન સંમેલનમાં આવેલા મહેમાનોને નોટપેડ અને પેન આપવામાં આવ્યાં હતાં, તેનો વિડીયો બનાવીને આવા આરોપો લગાવવા એ સમજદારી નથી. ફેક નરેટીવ ન બનાવવા જોઈએ.’ 

    બીજી તરફ, ભાજપે વળતો જવાબ આપતાં લખ્યું કે, સત્ય સ્વીકારવા બદલ આભાર, પરંતુ બાબાસાહેબના બંધારણનો આ રીતે નોટપેડ તરીકે ઉપયોગ કરવો એ પણ અપમાન જ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં