Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારના ચર્ચિત યુ-ટ્યુબર મનિષ કશ્યપે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું: તમિલનાડુમાં પરપ્રાંતીય શ્રમિકો...

    બિહારના ચર્ચિત યુ-ટ્યુબર મનિષ કશ્યપે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું: તમિલનાડુમાં પરપ્રાંતીય શ્રમિકો પર હુમલાના ‘ફેક વિડીયો’નો મામલો

    મનિષ કશ્યપ સામે પટનામાં 3 FIR દાખલ કરવામાં આવી છે, જેમાંથી 2 કેસ ઇકોનોમિક ઓફેન્સ યુનિટે તમિલનાડુ વિવાદ પર ‘ફેક વિડીયો’ બનાવવા મામલે દાખલ કર્યા છે.

    - Advertisement -

    બિહારના ચર્ચિત યુ-ટ્યુબર મનિષ કશ્યપે (Manish Kashyap) પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. થોડા દિવસો પહેલાં તેમની સામે અરેસ્ટ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજે તેમણે બેતિયાના જગદીશપુર પોલીસ મથકે સરેન્ડર (Surrender) કર્યું હતું. આ કાર્યવાહી તમિલનાડુમાં બિહારી શ્રમિકો પર હુમલાના ‘ફેક વિડીયો’ બનાવવા મામલે થઇ છે. 

    બિહાર પોલીસે ટ્વિટર પર આ મામલે જાણકારી આપી હતી. જાણવા મળ્યું છે કે સવારે પોલીસની ટીમ તેમના ઘરે જપ્ત કરવાની કાર્યવાહી માટે પહોંચી હતી. ત્યારબાદ મનિષ કશ્યપે પોલીસ મથકે જઈને સરેન્ડર કર્યું હતું. હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    મનિષ કશ્યપ સામે પટનામાં 3 FIR દાખલ કરવામાં આવી છે, જેમાંથી 2 કેસ ઇકોનોમિક ઓફેન્સ યુનિટે તમિલનાડુ વિવાદ પર ‘ફેક વિડીયો’ બનાવવા મામલે દાખલ કર્યા છે. જ્યારે ત્રીજો કેસ ધરપકડની ખોટી માહિતી વાયરલ કરવાને લઈને કરવામાં આવ્યો છે. પશ્ચિમ ચંપારણમાં તેમની ઉપર કુલ 7 કેસ દાખલ છે, જેમાંથી એક કેસમાં સંપત્તિ જપ્ત કરવા માટે પોલીસે કોર્ટમાં અરજી આપી હતી, જેને લઈને જ શનિવારે કાર્યવાહી કરવામાં આવી હતી. 

    - Advertisement -

    તાજેતરમાં બિહાર પોલીસે મનિષ કશ્યપનાં બેન્ક અકાઉન્ટ્સ પણ ફ્રિજ કરી દીધાં હતાં. કશ્યપ અને તેમની યુ-ટ્યુબ ચેનલ સબંધિત બેન્ક ખાતાંમાં જમા કુલ 42 લાખ રૂપિયાથી વધુ રકમ ફ્રિજ કરી દેવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, મનિષ કશ્યપ ઉપર તમિલનાડુમાં શ્રમિકો ઉપર હુમલો થયાના ખોટા વિડીયો ટ્વિટ કરીને વાયરલ કરવાનો આરોપ લાગ્યો છે. તેમણે BNR NEWS હની નામની એક યુ-ટ્યુબ ચેનલનો વિડીયો શૅર કર્યો હતો. જે મૂળ રૂપે ગોપાલગંજના રહેવાસી રાકેશ કુમાર રંજન નામના એક વ્યક્તિએ બનાવીને અપલોડ કર્યો હતો. 

    ADG ઓફિસ અનુસાર, તમિલનાડુ મામલે તપાસ કરતી ટીમને આ વાયરલ વિડીયો ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. વિડીયોમાં પટ્ટી બાંધેલા બે યુવકોને શ્રમિક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાકેશે પટનામાં એક ઘર ભાડે રાખ્યું હતું અને ત્યાં જ તેના બે સાથીઓ સાથે મળીને આ વિડીયો બનાવ્યો હતો. 

    પોલીસની પૂછપરછમાં રાકેશે આ વાત કબૂલી લીધી હતી. પોલીસ અનુસાર, બિહાર અને તમિલનાડુ પોલીસની તપાસને ગેરમાર્ગે દોરવાના આશયથી જ આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તેમણે ઘરના માલિકની પણ પૂછપરછ કરી હતી અને તેમણે પણ પુષ્ટિ કરી હતી કે વિડીયો તેમના ઘરે જ બનાવવામાં આવ્યો હતો. આ મામલે રાકેશની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં