Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોદી રાજમાં આત્મનિર્ભર બની સેના, વિદેશથી દારૂગોળો ખરીદવાની નહીં પડે જરૂર: જાપાનને...

    મોદી રાજમાં આત્મનિર્ભર બની સેના, વિદેશથી દારૂગોળો ખરીદવાની નહીં પડે જરૂર: જાપાનને પાછળ છોડીને ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી મોટો સોલાર પાવર દેશ

    સૌર ઉર્જા ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરવાની સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે. ભારતીય સેનાએ નિર્ણય લીધો છે કે, તે આવતા વર્ષથી કોઈપણ પ્રકારના દારૂગોળાની આયાત નહીં કરે . 2025-26 પછી સેના સ્થાનિક સ્ત્રોતો પાસેથી જ દારૂગોળો ખરીદશે.

    - Advertisement -

    જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર પાવર ઉત્પાદક દેશ બની ગયો છે. ભારતે 8 વર્ષમાં 6 પગથિયાંની છલાંગ લગાવીને આ સિદ્ધિ મેળવી છે. ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌર ઊર્જાના સંદર્ભમાં ઘણું કામ કર્યું છે. ભારત હવે પરંપરાગત ઉર્જા સંસાધનોને બદલે પુનર્પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા વધારી રહ્યું છે.

    તાજેતરના રિપોર્ટમાં આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. સોલાર પાવર ક્ષેત્રે સિદ્ધિની સાથે ભારતીય સેનાએ નિર્ણય લીધો છે કે, તે આવતા વર્ષથી વિદેશમાંથી કોઈપણ પ્રકારના દારૂગોળાની આયાત નહીં કરે. તેની તમામ પ્રકારના દારૂગોળાની જરૂરિયાત સ્થાનિક ઉત્પાદકો જ પૂરી કરશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર ઉત્પાદક દેશ બનવાથી હવે ભારતીય સેના દારૂગોળો દેશમાં જ બનાવી શકશે.

    મોદી સરકારમાં ભારતે લગાવી 6 સ્થાનોની છલાંગ

    વિશ્વભરમાં સ્વચ્છ ઊર્જાની પ્રગતિ અંગેના રિપોર્ટ્સ જારી કરતી સંસ્થા એમ્બરે કહ્યું છે કે, ભારત જાપાનને પાછળ છોડીને 2023માં વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર પાવર ઉત્પાદક દેશ બન્યો છે. 2015માં ભારત આ યાદીમાં નવમા ક્રમે હતું અને માત્ર આઠ વર્ષમાં છ સ્થાનની છલાંગ લગાવી છે. વિશ્વમાં સૌર ઉર્જા ઉમેરવામાં ભારતે 5.9% યોગદાન આપ્યું છે. એમ્બરના જણાવ્યા અનુસાર, ભારતમાં હાલમાં 113 Twh સૌર ઉર્જા ક્ષમતા છે. વર્ષ 2014માં આ ક્ષમતા માત્ર 4.91 Twh હતી. આવી સ્થિતિમાં 9 વર્ષમાં 23 ગણો વધારો થયો છે.

    - Advertisement -

    2023માં ભારતમાં સૌર ઊર્જામાં ચોથી સૌથી ઝડપી પ્રગતિ થઈ છે. ભારતમાં 2023માં 18 Twh સોલાર પાવર ક્ષમતાનો ઉમેરો થયો છે. ભારતના ઉર્જા ક્ષેત્રમાં સૌર ઊર્જાનું યોગદાન પણ વધી રહ્યું છે. 2015માં, ભારતની કુલ વીજળી ઉત્પાદનનો માત્ર 0.5% સૌર સ્ત્રોતોમાંથી આવતો હતો, જ્યારે 2023માં તે વધીને 5.8% થઈ ગયો છે. હાલમાં, ભારતમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પછી સૌર ઊર્જા સ્વચ્છ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે.

    ભારત સૌર ઊર્જાના મામલે વધુ પ્રગતિ માટે સતત નવી યોજનાઓ લાવી રહ્યું છે. ભારતે તાજેતરમાં જ પીએમ સૂર્યઘર યોજના શરૂ કરી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર 1 કરોડ ઘરોમાં સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે સબસિડી આપવા જઈ રહી છે. લોકો આમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ તેમના ઘરોમાં પણ કરી શકશે. આ સિવાય જે પણ વીજળી બચશે તે સરકાર ખરીદશે. તેનાથી કોલસા આધારિત વીજળી પર દબાણ ઘટશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે.

    ભારતે 2030 સુધીમાં તેની કુલ ઉર્જા જરૂરિયાતોના 50% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી પૂરી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે ભારતમાં સતત નવા સોલાર પ્લાન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં વિશ્વનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક ભારતમાં છે. ભારત તેના રણ વિસ્તારનો ઉપયોગ મોટા સોલાર પાવર પાર્ક સ્થાપવા માટે કરી રહ્યું છે.

    સેના નહીં કરે દારૂગોળાની આયાત

    સૌર ઉર્જા ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરવાની સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે. ભારતીય સેનાએ નિર્ણય લીધો છે કે, તે આવતા વર્ષથી કોઈપણ પ્રકારના દારૂગોળાની આયાત નહીં કરે. 2025-26 પછી સેના સ્થાનિક સ્ત્રોતો પાસેથી જ દારૂગોળો ખરીદશે.

    જાણકારી અનુસાર, સેનાને 175 પ્રકારના દારૂગોળાની જરૂર છે. સેના આ પ્રકારના ઘણા દારૂગોળા વિદેશમાંથી આયાત કરે છે. જોકે, હવે ભારતમાં 175માંથી 150 પ્રકારના દારૂગોળાનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેનું નિર્માણ પણ ભારતીય કંપનીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

    આ સાથે દેશનું સંરક્ષણ ક્ષેત્ર પણ આત્મનિર્ભર બનશે અને વિદેશમાં જતા નાણાંની પણ બચત થશે. જાણવામાં આવ્યું છે કે, ભારત વિદેશમાંથી વાર્ષિક ₹6000-₹8000 કરોડના દારૂગોળાની આયાત કરે છે. ભારતમાં, સરકારી ઓર્ડિનેન્સ ફેક્ટરીઓ તેમજ ખાનગી ફેક્ટરીઓમાં પણ દારૂગોળો બનાવવામાં આવે છે. આ કંપનીઓ સેનાની જરૂરિયાત મુજબ દારૂગોળો પણ બનાવી રહી છે. આ સાથે જ તે કંપનીઓ વિદેશોમાં મોટા પ્રમાણમાં દારૂગોળો પણ મોકલી રહી છે.

    ભારતના સંરક્ષણ ક્ષેત્રના વિકાસનું એક મોટું ઉદાહરણ ભારતની વધતી જતી આયાત છે. 2023-24માં ભારતની સંરક્ષણ આયાત ₹21,083 કરોડ હતી. જે 2013-14ની સરખામણીમાં 31 ગણી વધારે છે. ખાનગી ક્ષેત્રે પણ આમાં 40% ફાળો આપ્યો હતો. ઘણા દેશો ભારત પાસેથી સંરક્ષણ ઉત્પાદનો ખરીદી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં