13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભનો (Prayagraj Mahakumbh – 2025) શુભારંભ થવાનો છે. આ ઐતિહાસિક મેળામાં સ્નાન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવશે. CM યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) નેતૃત્વ હેઠળની સરકાર 144 વર્ષ બાદ આવેલ આ મહાકુંભનું આયોજન કરી રહી છે. જેમાં ભક્તોને લક્ઝરી અને આરામ બંને પ્રદાન કરવા માટે ડોમ સિટી જેવી કેટલીક અનન્ય સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
મહાકુંભમાં વહીવટીતંત્ર સુરક્ષાના દરેક ક્ષેત્ર પર ચાંપતી નજર રાખી હટ્યું છે. જે અંતર્ગત સાયબર ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા અને સંભવિત છેતરપિંડી અને ડિજિટલ ધમકીઓને રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. આ દરમિયાન નકલી વેબસાઇટ્સ જે હોટેલ્સ, કોટેજ, ગેસ્ટ હાઉસ અથવા અન્ય સેવાઓના બુકિંગનો લાભ આપવાની જાહેરાતો કરીને લોકોને છેતરવાના પ્રયાસો કરી રહી છે તેમની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. તથા બુકિંગ વેબસાઇટ્સથી સાવધાન રહેવા સૂચવવામાં આવ્યું છે.
જાગરૂકતા વિડીયો જારી
નકલી વેબસાઇટ્સ ચલાવતા છેતરપિંડી કરનારાઓ ભક્તોને છેતરી ન શકે તે માટે, ઉત્તર પ્રદેશ પોલીસે એક જાગરૂકતા વિડીયો રજૂ કર્યો હતો. આ વિડીયોમાં કેવી રીતે સાયબર ગુનેગારો ગ્રાહકોને છેતરવા માટે ઑનલાઇન બુકિંગનો ઉપયોગ કરે છે. આ વિડીયો લોકોને આ પ્રકારની છેતરપિંડીનો શિકાર ન બનવા અપીલ કરે છે અને સુરક્ષિત બુકિંગ પ્રક્રિયાઓ માટે માહિતી આપે છે.
#WATCH | Uttar Pradesh Police releases a short film to raise awareness about cyber frauds during Maha Kumbh 2025.
— PB-SHABD (@PBSHABD) January 6, 2025
Devotees are urged to book only through official websites like https://t.co/pxqoU09P2N to stay safe.
Find stories from all over #India on #PBSHABD. Free to sign up… pic.twitter.com/um0Nm5jMsc
વિડીયોમાં બોલીવુડ એક્ટર સંજય મિશ્રાએ શ્રદ્ધાળુઓને નકલી વેબસાઈટ અને લિંક્સથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઉપરાંત સરકારી વેબસાઇટ kumbh.gov.in નો ઉપયોગ કરીને બુકિંગ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.
સત્તાવાર વેબસાઈટના ઉપયોગની અપીલ
આ વિડીયોમાં સંજય મિશ્રા કહી રહ્યા છે કે, “આ સાયબર ગુનેગારો તમને નકલી વેબસાઇટ્સ અને લિંક્સ દ્વારા ફસાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારે સુરક્ષિત રીતે હોટલ, ગેસ્ટ હાઉસ અને કોટેજની બુકિંગનું લિસ્ટ જોવા માટે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.”
महाकुंभ में आस्था की डुबकी लगाएं, लेकिन साइबर स्कैम के जाल में न फंसें!
— UP POLICE (@Uppolice) January 5, 2025
सिर्फ पंजीकृत वेबसाइट से बुकिंग कराएं, वरना साइबर ठग आपका ठिकाना भी गायब कर सकते हैं।
सतर्क रहें, सुरक्षित रहें!
प्रयागराज महाकुंभ में ठहरने के अधिकृत स्थानों की सूची निम्न लिंक से डाउनलोड… pic.twitter.com/9X6XzY7nxy
X પર આ વિડીયો શેર કરતા યુપી પોલીસે લખ્યું, “મહાકુંભમાં પવિત્ર સ્નાન કરો, પરંતુ સાયબર કૌભાંડોની જાળમાં ન ફસો! ફક્ત રજિસ્ટર્ડ વેબસાઇટ્સથી જ બુક કરો, નહીં તો સાયબર ગુનેગારો તમારા પૈસા લઈને ગાયબ થઈ શકે છે. સાવચેત રહો., સુરક્ષિત રહો!” ઉત્તર પ્રદેશ પોલીસે મહાકુંભ માટે નોંધાયેલા આવાસોની યાદી પણ જોડી દીધી હતી.