Friday, May 3, 2024
More
    હોમપેજદેશબેંગ્લોર બ્લાસ્ટ કેસ: મુખ્ય સંદિગ્ધ આતંકી મુસાવિર હુસૈન શાઝિબની ઓળખ થઈ, અન્ય...

    બેંગ્લોર બ્લાસ્ટ કેસ: મુખ્ય સંદિગ્ધ આતંકી મુસાવિર હુસૈન શાઝિબની ઓળખ થઈ, અન્ય એક આતંકીનું નામ પણ ખૂલ્યું- IS મોડ્યુલ સાથે બંનેનું કનેક્શન

    પોલીસને એ ફૂટેજ પણ મળી આવ્યા હતા. જે સમયે આરોપીઓ ટોપી ખરીદી રહ્યા હતા. ટોપી ખરીદતા સમયે બંનેના ચહેરા પણ જોઈ શકાય તેમ હતા. તેમણે ચેન્નાઈના માયલાપુરના એક મોલ પરથી ટોપી ખરીદી હતી અને ચેન્નાઈના જ ટ્રિપ્લિકેનના એક લૉજમાં રોકાયા હતા.

    - Advertisement -

    બેંગ્લોર બ્લાસ્ટ કેસ મામલે NIAએ મુખ્ય સંદિગ્ધ આતંકવાદીની ઓળખ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની ઓળખ મુસાવિર હુસૈન શાઝિબ તરીકે થઈ છે. તેણે જ કાફેમાં બૉમ્બ પ્લાન્ટ કર્યો હોવાની પ્રબળ સંભાવનાઓ છે. જ્યારે અન્ય એક આતંકી અબ્દુલ માથેરાન તાહાનું નામ પણ સામે આવ્યું છે, જેની ઉપર બૉમ્બ પ્લાન્ટ કરવામાં સાથ આપવાનો આરોપ છે. આ બંને ISISના શિવમોગા મોડ્યુલ સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ બંને આતંકીઓ પર ત્રણ-ત્રણ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. 2020માં કર્ણાટકમાં બનેલી આતંકી ઘટનાના બંને વૉન્ટેડ છે. આશંકા છે કે આ આતંકીઓએ સાથે મળીને 1 માર્ચ, 2024ના રોજ બેંગ્લોરના રામેશ્વરમ કાફેમાં LED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, ઘટનાના થોડા સમય બાદ જ નેશનલ એજન્સીઓ તપાસમાં પણ લાગી ગઈ હતી.

    કઈ રીતે થઈ આરોપીઓની ઓળખ

    આરોપીઓની ઓળખ માટે NIAએ અનેકો CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેના આધારે જાણી શકાયું હતું કે, મુખ્ય આરોપીએ એક ટોપી પહેરી હતી. તે ફોટાને ઝુમ કરતાં ટોપી પર લખેલા સિરિયલ નંબર વિશે એજન્સીએ માહિતી મેળવી હતી. જે બાદ તેની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ ટોપી લિમિટેડ એડિશનમાં જ ઉપલબ્ધ હતી. એટલે કે માત્ર અમુક લોકો પાસે જ આ ટોપી હતી. NIAએ CCTVના આધારે આરોપીઓની બધી ગતિવિધિઓ જાણી હતી. ફૂટેજમાં કેટલાક સંદિગ્ધ શખ્સો વેશભૂષા બદલતા નજરે ચડ્યા હતા. આ સાથે તેમણે ટોપી અને માસ્ક પણ પહેર્યાં હતાં.

    - Advertisement -

    પોલીસને એ ફૂટેજ પણ મળી આવ્યા હતા. જે સમયે આરોપીઓ ટોપી ખરીદી રહ્યા હતા. ટોપી ખરીદતા સમયે બંનેના ચહેરા પણ જોઈ શકાય તેમ હતા. તેમણે ચેન્નાઈના માયલાપુરના એક મોલ પરથી ટોપી ખરીદી હતી અને ચેન્નાઈના જ ટ્રિપ્લિકેનના એક લૉજમાં રોકાયા હતા. આ સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, લૉજમાં રહેવા માટે બંને આરોપીઓએ ફેક આઈડીનો પણ ઉપયોગ કર્યો હતો. આ પહેલાં તપાસ કરતાં અધિકારીઓએ ઘણા CCTV ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ ટોપીના કારણે આરોપીઓની ઓળખ થઈ શકી નહોતી.

    પરંતુ, ટોપી પર રહેલા સિરિયલ નંબરના આધારે NIAએ વધુ માહિતી મેળવી હતી અને જાણવા મળ્યું હતું કે, તે ટોપીને જાન્યુઆરીમાં એક મોલ પરથી ખરીદવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ટોપી લિમિટેડ એડિશનની હતી અને દક્ષિણના રાજ્યોમાં લગભગ 400 લોકોને વેચવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, “કર્ણાટકના તીર્થહલ્લીના રહેવાસી શાઝિબ અને તાહા શોપિંગના દિવસે મોલના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા. આ બંને આંધ્રપ્રદેશ જતાં પહેલાં નકલી આઈડીનો ઉપયોગ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટ્રિપ્લિકેનની એક લોજમાં રોકાયા હતા.”

    NIA અધિકારીઓએ બેંગ્લોરમાં ગુનાના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર એક ટોયલેટમાંથી કેપ મેળવી હતી. આ કેપ પર મળી આવેલા વાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ પછી NIAએ વાળના DNA શાઝિબના નજીકના પરિવારના સભ્યોના DNA સાથે મેચ કર્યા હતા. જે બાદ એ જાણવા મળ્યું હતું કે, તે આરોપી આતંકી શાઝિબ હતો. આ આધાર પર બેંગ્લોર કાફે બ્લાસ્ટ કેસ મામલે બંને આરોપીઓ આતંકી શાઝિબ અને આતંકી અબ્દુલ માથેરન તાહાની ઓળખ કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં