Monday, December 23, 2024
More
    હોમપેજદુનિયા'જુમ્માની રાત' બાંગ્લાદેશી હિંદુઓ માટે ગોઝારી, રાજધાની ઢાકામાં કટ્ટરપંથી ઇસ્લામી ટોળાએ મંદિર...

    ‘જુમ્માની રાત’ બાંગ્લાદેશી હિંદુઓ માટે ગોઝારી, રાજધાની ઢાકામાં કટ્ટરપંથી ઇસ્લામી ટોળાએ મંદિર ભડકે બાળ્યું: લક્ષ્મીનારાયણની મૂર્તિ સહિત પવિત્ર વસ્તુઓ ભસ્મીભૂત

    ઘટના જુમ્માની રાતની છે. રાતના લગભગ 2થી 3 વાગ્યાના અરસામાં કટ્ટરપંથીઓએ મંદિરના પાછળના ભાગેથી પેટ્રોલ ભરેલી બોટલો નાખીને મંદિરમાં આગ લગાવી દીધી હતી.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓ (Hindus) સતત હિંસાનો ભોગ બની રહ્યા છે. અનેક ઘટનાઓ પહેલાં જ સામે આવી ચૂકી છે, ત્યારે તેમાં વધારો કરતા કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાંએ હિંદુ ISKCON મંદિરમાં (Temple) હિંસા (Anti-Hindu Violence) કરીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકાની છે. ઘટનામાં ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ સહિતની ધાર્મિક વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઈ હોવાના અહેવાલો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના જુમ્માની રાતની (શુક્રવાર 6 ડિસેમ્બર 2024) છે. રાતના લગભગ 2 થી 3ના અરસામાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ મંદિરના પાછળના ભાગેથી પેટ્રોલ ભરેલી બોટલો નાખીને મંદિરમાં આગ લગાવી દીધી હતી. આ હુમલામાં મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ સહિત કેટલીક ધાર્મિક વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગવાથી ભગવાનના વસ્ત્રો તેમજ પૂજાપા સહિતની વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.

    ઘટનાને લઈને કોલકાતા ISKCONના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે ચિંતા વ્યક્ત કરતા X હેન્ડલ પર પોસ્ટ કરીને ઘટનાની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, “શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ અને મંદિરની તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે. આ હુમલો બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિને દર્શાવે છે. બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ થવું જોઈએ.”

    - Advertisement -

    રાધારમણ દાસે અન્ય પણ એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું મંદિરનું બોર્ડ ઉખેડતા નજરે પડી રહ્યું હતું.

    હિંસા વચ્ચે બાંગ્લાદેશ જશે વિદેશ સચિવ

    રિપબ્લિક ભારતે આપેલા અહેવાલ અનુસાર, બાંગ્લાદેશમાં વધી રહેલી હિંદુવિરોધી હિંસા વચ્ચે ભારતના વિદેશ સચિવ બાંગ્લાદેશ પ્રવાસ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશ સચિવ આગામી 9 ડિસેમ્બરના રોજ FOC (ફોરેન ઓફીસ કન્સલ્ટન્ટેશન) માટે બાંગ્લાદેશ જવા રવાના થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બાંગ્લાદેશ સાથેની સંરચિત વાતચીતનો હિસ્સો છે.

    બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસા પર વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ મુદ્દા પર અમે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ. અમે ફરી એ જ કહીશું કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાઓને નિષ્પક્ષ અને પારદર્શી યોજવામાં આવે, જેથી સંબંધિત વ્યક્તિઓના કાયદાકીય અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થઈ શકે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં