Wednesday, March 5, 2025
More
    હોમપેજગુજરાતGPSC પાસ કર્યાનો દાવો કરી CM સહિતના નેતાઓ પાસેથી લૂંટી વાહવાહી, ‘સંઘર્ષની...

    GPSC પાસ કર્યાનો દાવો કરી CM સહિતના નેતાઓ પાસેથી લૂંટી વાહવાહી, ‘સંઘર્ષની કહાની’થી મેળવી નકલી પ્રશસ્તિ: પરિણામ તપાસતા ખુલી ગઈ આણંદની નિશા વ્હોરાની પોલ, નીકળી નકલી DySP

    વાસ્તવિકતા તપાસતા સામે આવ્યું હતું કે નિશા વ્હોરા ક્યાંય નોકરી જ નથી કરતી. તપાસ કરતા સામે આવ્યું કે છેલ્લાં 5 વર્ષના GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશા વ્હોરાનું નામો નિશાન નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ સ્પષ્ટતા કરી છે કે આ નામના કોઈ અધિકારી તેમના વિભાગમાં કાર્યરત નથી.

    - Advertisement -

    ગુજરાતમાં અવાર-નવાર નકલી પોલીસ, ડોક્ટર, ખેતીવાડીની સરકારી કચેરી, નકલી ટોલ ટેક્સ સુધીના મામલા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે આવું અન્ય એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં આણંદમાં એક નકલી DySPનો (Fake DySP) મામલો સામે આવ્યો છે. આણંદ (Anand) જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા (Nisha Vhora) નામની યુવતી પોતે DySP હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

    નિશા વ્હોરા પોતાને DySP તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કરતી હતી. આ ઉપરાંત તેણે બે વર્ષ પહેલાં કોઈપણ પ્રકારના ક્લાસ કર્યા વિના GPSCમાં પ્રથમ રેન્ક સાથે GPSC પરીક્ષા પાસ કરી હોવાના દાવા કર્યા હતા. આ સિવાય નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પાસેથી બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે.

    fake-officer 2

    ગુજરાતની બહાર પણ તેલંગાણાના રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ એવા પ્રશસ્તિ પત્રો પણ નકલી DySP બનીને મેળવી ચૂકી છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ પણ વિવિધ કાર્યક્રમમાં તેનું સન્માન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. તેણે તેની ફેક ઓળખના આધારે નેતાઓ અને સમાજ પાસેથી ભરપૂર વાહવાહી લૂંટી છે.

    - Advertisement -
    ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી અંગે મોટો ઘટસ્ફોટ, સોજીત્રાની નિશા વ્હોરા સ્વઘોષિત DySP હોવાનો દાવો 2 - image

    નિશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા. જેમાં નિશાની સંઘર્ષની કહાની રજૂ કરાઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ નિશા વ્હોરાને DySP તરીકે ગાંધીનગર ખાતે નિમણૂંક થવા બદલ અભિનંદન આપ્યા હતા. કારણ કે નિશાએ જામિયા હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું છે.

    ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી અંગે મોટો ઘટસ્ફોટ, સોજીત્રાની નિશા વ્હોરા સ્વઘોષિત DySP હોવાનો દાવો 3 - image

    જોકે વાસ્તવિકતા તપાસતા સામે આવ્યું હતું કે નિશા વ્હોરા ક્યાંય નોકરી જ નથી કરતી. તપાસ કરતા સામે આવ્યું કે છેલ્લાં 5 વર્ષના GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશા વ્હોરાનું નામો નિશાન નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ સ્પષ્ટતા કરી છે કે આ નામના કોઈ અધિકારી તેમના વિભાગમાં કાર્યરત નથી. અહેવાલ અનુસાર આ મામલો સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી છે. ઉપરાંત આણંદ LCBએ નિશાની પૂછપરછ પણ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં