Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક અઠવાડિયામાં પાકિસ્તાનમાં રહેતો બીજો આતંકવાદી ઠાર: અલ-બદ્રના કમાન્ડર સૈયદ ખાલિદ રઝાને...

    એક અઠવાડિયામાં પાકિસ્તાનમાં રહેતો બીજો આતંકવાદી ઠાર: અલ-બદ્રના કમાન્ડર સૈયદ ખાલિદ રઝાને હુમલાખોરોએ ઘરની બહાર જ ગોળી મારી

    ખાલિદ લગભગ 8 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીરમાં અલ-બદ્ર આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો. આ સિવાય તે JEI વિંગ સાથે પણ જોડાયેલો હતો.

    - Advertisement -

    પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદી ઠાર મરાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, આતંકવાદી સંગઠન અલ-બદ્રના કમાન્ડર ખાલિદ રઝાની કરાંચીમાં હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ તેને તેનાં જ ઘરની બહાર ગોળીએ દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મરતા પહેલાં પણ ખાલિદ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે જોડાયેલો હતો. આ હત્યાની જવાબદારી ‘સિંધુ દેશ રિવોલ્યુશન આર્મી’ એ લીધી છે.

    અહેવાલો અનુસાર ખાલિદ રઝાની કરાંચીમાં હત્યા કરવામાં આવી તે સમયે તે તેના ઘરની બહાર જ હતો. સૈયદ ખાલિદ રઝા આતંકવાદી સંગઠન અલ-બદ્રનો કમાન્ડર હતો. આ એ જ ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે કે કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને ટ્રેન કરે છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ખાલિદ રઝા કરાંચી સ્થિત ગુલીસ્તાન-એ-જૌહર ખાતે આવેલા બ્લોક નંબર 7ના તેના ઘરે હતો. તે સમયે જ તેની હત્યા કરી દેવામાં આવી. આ હુમલાખોરો છેલ્લા કેટલાક દિવસોથી તેની રેકી કરતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે 90ના દશકમાં ખાલિદે જમ્મુ અને કાશ્મીરમાં 100થી વધુ આતંકવાદીઓનું નેટવર્ક ઉભું કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે ખાલિદ લગભગ 8 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીરમાં અલ-બદ્ર આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો. આ સિવાય તે JEI વિંગ સાથે પણ જોડાયેલો હતો.

    - Advertisement -

    આ પહેલા થઈ હતી હિઝબુલના ટોપ કમાન્ડર બશીર અહેમદની હત્યા

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ મૂળ જમ્મુ કાશ્મીરના રહેવાસી અને હિઝબુલના ટોપ કમાન્ડર બશીર અહેમદની હત્યા કરી નાંખવામાં આવી હતી. પાકિસ્તાનના રાવલપિંડમાં અજાણ્યા હુમલાખોરોએ બશીરને ગોળી મારી દીધી હતી. બશીર એક મસ્જિદમાંથી નમાજ પઢીને બહાર આવી રહ્યો હતો તે સમયે તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હિઝબુલ મુજાહિદ્દીનનો આ ટોપ કમાન્ડર કાશ્મીરમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો.

    બશીર મૂળ જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રના બાબરપોરા વિસ્તારનો રહેવાસી હતો અને તેને હિઝબુલના ચીફ સૈયદ સલાઉદ્દીનનો ખૂબ અંગત માનવામાં આવતો હતો. તે તેની સાથે જ પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો. બશીર ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં જ રહીને ભારતમાં આતંકવાદ ફેલાવવાનાં કાવતરાં ઘડતો હતો. બશીર ભારતમાં વૉન્ટેડ હતો અને અનેક આતંકવાદીઓની જેમ પાકિસ્તાને બશીરને છાવર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં