Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિઝબુલનો ટોપ કમાન્ડર બશીર અહમદ પાકિસ્તાનમાં માર્યો ગયો, રાવલપીંડીમાં ‘અજ્ઞાત લોકોએ’ ગોળીએ...

    હિઝબુલનો ટોપ કમાન્ડર બશીર અહમદ પાકિસ્તાનમાં માર્યો ગયો, રાવલપીંડીમાં ‘અજ્ઞાત લોકોએ’ ગોળીએ દીધો: ભારતમાં વૉન્ટેડ હતો

    બશીર મૂળ જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રના બાબરપોરા વિસ્તારનો રહેવાસી હતો અને તેને હિઝબુલના ચીફ સૈયદ સલાઉદ્દીનનો ખૂબ અંગત માનવામાં આવતો હતો.

    - Advertisement -

    મૂળ જમ્મુ કાશ્મીરના રહેવાસી અને હિઝબુલના ટોપ કમાન્ડર બશીર અહેમદની હત્યા કરી નાંખવામાં આવી છે. પાકિસ્તાનના રાવલપિંડમાં અજાણ્યા હુમલાખોરોએ બશીરને ગોળી મારી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બશીર એક મસ્જિદમાંથી નમાજ પઢીને બહાર આવી રહ્યો હતો તે સમયે તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હિઝબુલ મુજાહિદ્દીનનો આ ટોપ કમાન્ડર કાશ્મીરમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો.

    હિઝબુલના બશીર અહેમદની હત્યા કોણે અને શા માટે કરી છે, તે નથી જાણી શકાયું પરંતુ દેશ સાથે ગદ્દારી કરીને કાશ્મીરની ઘાટીઓમાં આતંક મચાવનાર આતંકવાદીની હત્યા થઇ છે તે બાબતની પુષ્ટિ કરી લેવામાં આવી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે 2 અજાણ્યા હુમલાખોરોએ એક દુકાનની બહાર આ ક્રૂર આતંકવાદીને ગોળીએ દઈને તેનું કાસળ કાઢી નાંખ્યું છે. બશીર ભારતમાં વૉન્ટેડ હતો અને અનેક આતંકવાદીઓની જેમ પાકિસ્તાને બશીરને છાવર્યો હતો. જોકે વિશ્વ સ્તરે આતંકવાદને સમર્થન આપવા પંકાયેલું પાકિસ્તાન આ બાબતે મૌન રહીને છટકબારી શોધી રહ્યું છે.

    નોંધનીય છે કે બશીર મૂળ જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રના બાબરપોરા વિસ્તારનો રહેવાસી હતો અને તેને હિઝબુલના ચીફ સૈયદ સલાઉદ્દીનનો ખૂબ અંગત માનવામાં આવતો હતો. તે તેની સાથે જ પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો. બશીર ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં જ રહીને ભારતમાં આતંકવાદ ફેલાવવાનાં કાવતરાં ઘડતો હતો. બશીર પર 23 મે 2019ના રોજ કાશ્મીરમાં અલકાયદા સંચાલિત આતંકવાદી સંગઠન ગઝવત-ઉલ-હિંદના કમાન્ડર ઝાકીર મૂસાની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    UAPA અંતર્ગત ભારત સરકારે લગાવ્યો હતો પ્રતિબંધ

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 4 ઓક્ટોબર 2022ના રોજ કેન્દ્ર સરકારે ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહેમદ પીર પર ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ UAPA અંતર્ગત આતંકવાદી ઘોષિત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી તે પાકિસ્તાનમાં જ રહેતો હતો અને ત્યાંથી જ તે ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ પાર પાડતો હતો. ભારત સરકારે એક અધિસૂચના જાહેર કરતાં કહ્યું હતું કે બશીર અહેમદ હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા જેવાં ખૂંખાર આતંકવાદી સંગઠનો માટે કામ કરી રહ્યો છે અને તેમના માટે આતંકવાદીઓને ભેગા કરી રહ્યો છે, સાથે જ તે નવા આતંકવાદીઓને ભરતી કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયાઓમાં પણ સામેલ હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં