અમદાવાદ સાયબર ક્રાઈમ યુનિટે (Ahmedabad Cyber Crime) એક સાયબર ક્રિમિનલ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જેની પાસે 20 રાજ્યોમાં 50,000 CCTV કેમેરાની અનધિકૃત ઍક્સેસ હતી. જેના દ્વારા તેઓ મહિલાઓના અયોગ્ય વિડીયો રેકોર્ડ કરીને બ્લેક માર્કેટમાં વેચતા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ સીસીટીવી સિસ્ટમમાં રહેલી ખામીઓનો ઉપયોગ કર્યો હતો અને તેનો ઉપયોગ ડેટા ચોરી, જાસૂસી અને બ્લેકમેલ જેવા ગેરકાયદેસર હેતુઓ માટે કર્યો હતો. ગુજરાત પોલીસે (Gujarat Police) સાયબર હુમલાનો તાત્કાલિક જવાબ આપ્યો, સઘન તપાસ શરૂ કરી જેના પરિણામે અનેક સ્થળોએ અનેક ધરપકડો અને કેસ નોંધાયા.
Gujarat Police's Ahmedabad Cyber Crime Unit has cracked a massive case, taking down a gang with access to a staggering 50,000 hacked CCTV cameras across 20 states!
— Harsh Sanghavi (@sanghaviharsh) March 2, 2025
The unit's diligent efforts have led to the registration of multiple cases in various areas, bringing the… pic.twitter.com/FpjI7QEstg
હર્ષ સંઘવીએ કરી પુષ્ટિ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વાતની પુષ્ટિ કરી અને અધિકારીઓની પ્રશંસા કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “યુનિટના ખંતપૂર્વકના પ્રયાસોને કારણે વિવિધ વિસ્તારોમાં અનેક કેસ નોંધાયા છે, જેનાથી પીડિતોને ન્યાય મળ્યો છે. આપણા સમુદાયોને સુરક્ષિત રાખવામાં અથાક મહેનત કરવા બદલ ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ અમદાવાદને સલામ.”
રાજકોટના પાયલ મેટરનિટી હોમમાં મેડિકલ ટેસ્ટ કરાવતી મહિલાઓના પોર્નોગ્રાફિક રેકોર્ડિંગ ઓનલાઈન વાયરલ થયા હતા, જેનાથી દર્દીની ગોપનીયતા અને સાયબર સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી થઈ હતી.
રિપોર્ટ અનુસાર, હોસ્પિટલની સીસીટીવી સિસ્ટમે ફૂટેજ રેકોર્ડ કર્યું હતું, જે પાછળથી ગેરકાયદેસર રીતે યુટ્યુબ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યું હતું, જ્યાં ₹999 થી ₹1,500માં ઍક્સેસ આપવામાં આવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઈમ યુનિટે તપાસ શરૂ કરી હતી.