ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અમેઠીમાં (Amethi) મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારના મુસ્લિમ બહુમતી ધરાવતા ઔરંગાબાદ ગામમાં સ્થિત 120 વર્ષ જૂના પંચ શિખર શિવ મંદિરમાં (Shiva Mandir) 20 વર્ષ પછી પૂજા કરવામાં આવતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વહીવટીતંત્રની ભારે પોલીસ સુરક્ષા વચ્ચે 16 ફેબ્રુઆરીના રોજ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન-પૂજા કરવામાં આવી હતી. દરમિયાન આખો વિસ્તાર ‘હર-હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
અહેવાલો અનુસાર, આ મંદિર 120 વર્ષ પહેલાં દલિત સમુદાયના જેઠુરામે બનાવડાવ્યું હતું, જેના પર છેલ્લા 20 વર્ષથી મુસ્લિમ સમુદાયના લોકોએ કબજો જમાવી દીધી હતો. તથા મંદિરને બંધ કરાવી દીધું હતું. જોકે, ગ્રામજનોએ પંચ શિખર શિવ મંદિરને મુક્ત કરાવવા માટે વહીવટીતંત્રને અપીલ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને મંદિરને ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું.
Amethi – Worship begins at Shiv Mandir after 20 years.
— SaffronSoul (@TheRealDharm) February 17, 2025
For 20 years, illegal encroachments by Peacefuls had stopped the puja. Now, thanks to UP Police, worship is restored. pic.twitter.com/0ut2luZVZf
આ મંદિર ફરીથી ખોલાવવા માટે સ્થાનિકોએ તાલુકા સ્તરના અધિકારીઓ સુધી અતિક્રમણની ફરિયાદ કરી. તાલુકા વહીવટીતંત્રે શિવ મંદિર પરથી અતિક્રમણ દૂર કર્યું અને તેની સાફ-સફાઈ કરાવી હતી. ત્યારપછી 16 ફેબ્રુઆરીના રોજ શિવ મંદિરની સફાઈ કરવામાં આવી અને હવન-પૂજા કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, પીએસી ઉપરાંત, ગામમાં ભારે પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું હતું.
20 વર્ષની લાંબી રાહ જોયા પછી, જ્યારે શિવ મંદિરમાં પૂજા કરવામાં આવી, ત્યારે સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ભક્તિમય બની ગયું હતું. શુભ મુહૂર્તમાં મંત્રોના જાપ સાથે વિદ્વાન પંડિતો દ્વારા હવન-પૂજા તથા ત્યારપછી પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીઓ અને તહસીલદાર પણ સ્થળ પર હાજર રહ્યા હતા. ભાજપના જિલ્લા મંત્રી અતુલ સિંઘે કહ્યું હતું કે, આ હિંદુ સમાજની ધાર્મિક શ્રદ્ધાનો વિજય છે. તે જ સમયે, એક વૃદ્ધ ભક્તે કહ્યું કે ઘણા વર્ષો પછી તેમના મંદિરમાં પૂજા થઈ શકી જેના કારણે તેમને ગર્વની લાગણી અનુભવાઈ રહી છે.
#BreakingNews : अमेठी में मुस्लिम बस्ती में शिव पूजा, 20 साल बाद मंदिर में हुई पूजा#Amethi #Temple #UPNews | @_poojaLive @Chandans_live @rajurajjee2 pic.twitter.com/2eDZS9EKLt
— Zee News (@ZeeNews) February 17, 2025
સ્થાનિક લોકોનું કહેવું છે કે, વર્ષો પહેલાં જેઠુરામ નામકના દલિત વ્યક્તિ પર કોઈ જાનવરને મારી નાખવાનો આરોપ લાગ્યો હતો, જે પછી તેમણે પ્રાયશ્ચિત કરવા માટે આ મંદિર બંધાવ્યું હતું. તેમણે ગામના એક પંડિત શંભુનાથ તિવારીને મંદિર બનાવવા માટે ખર્ચ આપી દીધો હતો. વર્ષો સુધી મંદિરમાં આ પંડિતજી જ પૂજા-પાઠ કરતા હતા. પંડિતજીના મૃત્યુ પછી તેમના પુત્રો અહીં પૂજા-પાઠ કરતા. જોકે તેમના ગામ છોડ્યા બાદ આ મંદિર પર મુસ્લિમોએ અતિક્રમણ કર્યું હોવાનો આરોપ હતો.
આ મામલે હિંદુ પક્ષે કાર્યવાહીની માંગ કરીને પૂજા-પાઠની પરવાનગી માંગી હતી. આ અંગે SDM પ્રીતિ તિવારીને આવેદન સોંપવામાં આવ્યું હતું. ત્યારે તપાસ બાદ આ મંદિરમાં પૂજા-પાઠ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમેઠી અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણા એવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો છે, જે વિવિધ કારણોસર બંધ છે અથવા અતિક્રમણનો ભોગ બન્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે વહીવટીતંત્રે અન્ય મંદિરોને પણ મુક્ત કરવા જોઈએ અને ધાર્મિક સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ.