ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal), વારાણસી (Varanasi) અને અલીગઢ (Aligarh)બાદ અમેઠીમાં (Amethi) મુસાફિખાના ઔરંગાબાદ ગામમાં પણ 120 વર્ષ જૂનું શિવ મંદિર (Shiva Temple) મળી આવ્યું હતું. આ મંદિર પર મુસ્લિમ સમુદાયે (Muslim Community) કબજો કરી લીધેલો છે. મળી આવેલ શિવ મંદિર પંચશિખર છે. આ મામલે હિંદુ સંગઠનોએ લોકોએ SDMને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી લઘુમતી સમુદાયને (હિંદુઓને) મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ છે.
#Amethi:120 साल पहले दलित ने कराया था शिव मंदिर का निर्माण,अल्पसंख्यक समुदाय पर कब्जे का आरोप,मुसाफिरखाना के औरंगाबाद गांव का है,जहां पांच शिखर शिव मंदिर स्थापित है,जिस पर बीते दिनों कुछ लोगों ने अधिकारी को ज्ञापन देते हुए गैर समुदाय पर कब्जा करने का आरोप लगाया था @DmAmethi pic.twitter.com/Js01QofeRG
— AMETHI LIVE (@AmethiliveCom) December 24, 2024
નોધનીય છે કે સમગ્ર મામલો અમેઠીમાં આવેલ મુસાફિરખાના ઔરંગાબાદ ગામનો છે, જ્યાં 120 વર્ષ જૂનું પંચશિખર શિવ મંદિર સ્થાપિત છે. આ મામલે તાજેતરમાં જ કેટલાક લોકોએ પ્રશાસનને આવેદન આપેલું હતું. તથા એવો આરોપ લગાવેલો હતો કે દલિત વ્યક્તિએ બંધાવેલ મંદિર પર છેલ્લા 20 વર્ષથી મુસ્લિમ સમુદાયે મંદિર પર કબજો કરેલો છે. તથા પૂજા-પાઠ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
દલિત વ્યક્તિએ બંધાવ્યું હતું મંદિર
સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષો પહેલાં જેઠુ રામ નામકના દલિત વ્યક્તિ પર કોઈ જાનવરને મારી નાખવાનો આરોપ લાગ્યો હતો, જે પછી તેમણે પ્રાયશ્ચિત કરવા માટે આ મંદિર બંધાવ્યું હતું. તેમણે ગામના એક પંડિત શંભુનાથ તિવારીને મંદિર બનાવવા માટે ખર્ચ આપી દીધો હતો. વર્ષો સુધી મંદિરમાં આ પંડિતજી જ પૂજા-પાઠ કરતા હતા.
પંડિતજીના મૃત્યુ પછી તેમના પુત્રો અહીં પૂજા-પાઠ કરતા જોકે થોડાક સમય બાદ તેમના ચાર પુત્રો પણ ગામ છોડીને જતા રહ્યા હતા. તેમણે તેમનું મકાન આશરે ₹3 લાખમાં આઝમ અને મહોમ્મદ ઝમાને વેચી માર્યું હતું. મંદિરમાં પૂજા-પાઠ બંધ થઇ ગયા અને ધીમે ધીમે મંદિર જર્જરિત થવા લાગ્યું. જોકે ગામના સરપંચ આલમના કહેવા અનુસાર મંદિર પર કોઈ કબજો કરવામાં આવ્યો નથી.
હિંદુ પક્ષે કરી કાર્યવાહી કરવાની માંગ
જોકે આ મામલે હિંદુ પક્ષે કાર્યવાહીની માંગ કરીને પૂજા-પાઠની પરવાનગી માંગી છે. આ અંગે SDM પ્રીતિ તિવારીને આવેદન સોંપવામાં આવ્યું હતું. આ મામલે SDM પ્રીતિ તિવારીએ કહ્યું કે સમગ્ર મામલાની તપાસ તહસીલદાર દ્વારા કરવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલાં ઉત્તર પ્રદેશના સંભલ, વારાણસી, અલીગઢ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાં મંદિર મળી આવ્યા હતા. નોંધનીય છે કે અલીગઢમાં જ્યારે શિવ મંદિર મળી આવ્યું હતું ત્યારે કરણી સેનાના જ્ઞાનેન્દ્રસિંઘ ચૌહાણે કહ્યું હતું કે, કરણી સેનાએ શહેરમાં આવાં 15 જેટલાં મંદિરોને ચિન્હિત કર્યાં છે, જેના પર મુસ્લિમ સમુદાય કબજો જમાવીને બેઠો છે. તથા આ મંદિરોને જલ્દી મુક્ત કરવામાં આવશે.