હોમપેજગુજરાત‘શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ… ભારતના યુવાનો ક્યારે જાગશે’: આમ આદમી પાર્ટીની સુરત...

‘શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ… ભારતના યુવાનો ક્યારે જાગશે’: આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ

પોસ્ટ નીચે એક વ્યક્તિએ કહ્યું કે, પાર્ટીના સંસ્કાર જ પ્રજા અને યુવાનોને ઉશ્કેરવાના રહ્યા છે. આગળ કહ્યું કે, આ અરાજકતાવાળી વિચારસરણી ધરાવતી પાર્ટીથી જેટલા દૂર રહીએ તેટલા સુરક્ષિત અને સુખી રહીશું.

- Advertisement -

વર્તમાનમાં નેપાળ રાજકીય અસ્થિરતાનો ભોગ બન્યું છે. સોશિયલ મીડિયા પ્રતિબંધને કારણ બનાવીને યુવાનોએ વિરોધ શરૂ કર્યા બાદ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને સંસદ ભવનથી માંડીને સુપ્રીમ કોર્ટ અને નેતાઓનાં ઘરો ફૂંકી મારવામાં આવ્યાં. વડા પ્રધાન અને મંત્રીઓએ રાજીનામાં આપ્યાં અને અનેકનાં મોત થયાં. આવી જ પરિસ્થિતિ ગત વર્ષે બાંગ્લાદેશમાં બની હતી. શ્રીલંકા જેવા અન્ય દેશો પણ ભૂતકાળમાં તેનો ભોગ બની ચૂક્યા છે. બીજી તરફ ભારતમાં અમુક વિઘ્નસંતોષીઓ ઇચ્છી રહ્યા છે કે અહીં પણ આવી સ્થિતિ પેદા થાય. આમ આદમી પાર્ટીની સુરત શાખા તેમાંથી એક છે.

AAP સુરતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોની રીતસરની ઉશ્કેરણી કરી છે. જેની વિરુદ્ધ હવે સોશિયલ મીડિયામાં કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. પોસ્ટનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી સુરતે ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, “શ્રીલંકા, બાંગલાદેશ અને હવે નેપાળમાં સત્તાના વિરોધમાં યુવાનો રોડ પર…ભારતના યુવાનો ક્યારે જાગશે…?” આ પોસ્ટને ભારતમાં પણ આવા આંદોલન માટે આહ્વાન તરીકે જોવામાં આવી રહી છે અને તેની ભારે ટીકા થઈ રહી છે.

- Advertisement -

નોંધનીય છે કે નેપાળમાં જે પ્રદર્શન ચાલી રહ્યાં છે તેમાં 19થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ સિવાય ગત વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશમાં પણ વિદ્યાર્થીઓએ આવાં પ્રદર્શનો શરૂ કર્યાં હતાં, જેના કારણે પછીથી સરકાર પડી ભાંગી અને સરકાર ભંગ થયા બાદ મોટાપાયે હિંદુવિરોધી હિંસા થઈ. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને ભારતમાં આવી પરિસ્થિતિ સર્જવામાં કેમ રસ છે?

પોસ્ટ નીચે એક વ્યક્તિએ કહ્યું કે, પાર્ટીના સંસ્કાર જ પ્રજા અને યુવાનોને ઉશ્કેરવાના રહ્યા છે. આગળ કહ્યું કે, આ અરાજકતાવાળી વિચારસરણી ધરાવતી પાર્ટીથી જેટલા દૂર રહીએ તેટલા સુરક્ષિત અને સુખી રહીશું.

પ્રચેતસ ભીમજિયાણીએ સરકારને પગલાં લેવા વિનંતી કરતાં લખ્યું કે, “કોઈ જ જાતની શરમ, સંકોચ કે ડર વગર આ દેશ વિરોધીઓ અરાજકતા ફેલાવવાના પ્રયત્નો કરે છે અને આપણું તંત્ર હેલ્મેટ ન પહેરેલું હોય એની પાસેથી દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે. ભાજપ કેટલાંય વર્ષો સત્તાની બહાર રહ્યું, પણ આટલું નીચે નથી ઉતર્યું કે પોતાના દેશમાં જ અંધાધૂંધી ફેલાવવાના પ્રયત્નો કર્યા હોય.”

પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “દુશ્મનો માત્ર સરહદની પેલે પાર નથી, અંદર પણ બેઠા છે. સરહદ પારના દુશ્મનોની તો આપણા જવાનો બરાબર સરભરા કરી જ રહ્યા છે, અંદર બેઠેલાઓની સરભરા ખાસ જરૂરી છે, અને એ આપણે જ કરી શકીશું– આ રીતે ઉઘાડા પાડીને.”

પોસ્ટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય એક યુઝરે આમ આદમી પાર્ટીના પેજ પરથી થયેલી ઉશ્કેરણીજનક પોસ્ટ વિરુદ્ધ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ અને સરકારને વિનંતી કરી.

બીજા એક યુઝરે એક્સ પર લખ્યું કે, આ પેજના એડમિનોને જેલભેગા કરવામાં આવવા જોઈએ.

એક્સ યુઝર ડૉ. આદિત્ય મહેતા લખે છે કે, “આમ આદમી પાર્ટી સુરતના ફેસબુક પેજ દ્વારા આ પ્રકારની ઉશ્કેરણીજનક અને યુવાનોને ગેરમાર્ગે દોરતી દેશ વિરોધી પ્રવૃતિઓ કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે…” પોસ્ટમાં હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને ટેગ કરીને નોંધ લઈને કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ વિવાદથી તપાસની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા પર લોકો ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને આ પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે પોસ્ટને 22 કલાક થઈ ચૂક્યા છે, પણ ન તો પોસ્ટ હટાવવામાં આવી છે કે ન આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ પ્રતિક્રિયા આપી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં