Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: મુસ્લિમ સગીરે હિંદુ સગીરાની છેડતી કરી, નવરાત્રિમાં સાથે ગરબા રમવા પણ...

    વડોદરા: મુસ્લિમ સગીરે હિંદુ સગીરાની છેડતી કરી, નવરાત્રિમાં સાથે ગરબા રમવા પણ જતો હતો; ફરિયાદ બાદ તપાસ શરૂ કરાઈ

    સગીર મુસ્લિમ યુવક અને હિંદુ સગીરા સાથે અભ્યાસ કરતાં હતાં, નવરાત્રિમાં ગરબા રમવા જતી સગીરા સાથે આરોપી સગીર પણ જતો હતો.

    - Advertisement -

    વડોદરામાં એક હિંદુ સગીરાની મુસ્લિમ સગીરે છેડતી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. નવરાત્રિમાં સગીરા ગરબા રમવા જતી તો સાથે સગીર પણ જતો હતો. દરમ્યાન, ચોથા નોરતે ગરબા રમ્યા બાદ તેણે સગીરાની છેડતી કરી હતી. જે મામલે પરિવારે પોલીસને ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, સગીરા અને આરોપી બંને સાથે શાળામાં અભ્યાસ કરતા હતા અને એકબીજાને ઓળખતા હતા. સગીર તેમની મિત્રતાને પ્રેમમાં ફેરવવા માંગતો હતો. દરમિયાન, નવરાત્રિ આવતાં સગીરા ગરબા રમવા જતી તો સાથે તે પણ જતો હતો. 

    ગરબા પૂર્ણ થયા બાદ આરોપીએ સગીરા સાથે છેડતી કરી હતી. જોકે, માતાપિતાને જાણ કરશે તો ગરબા રમવા નહીં જવા દેશે તે ડરે તેણે પરિવારને જાણ કરી ન હતી. જોકે, પછીથી ભાંડો ફૂટતાં પરિવારને જાણ થઇ અને તેમણે સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, ગત રક્ષાબંધનના દિવસે પણ બંને મળ્યાં હતાં અને ત્યાં પણ સગીરે અડપલાં કર્યાં હતાં. છાણી પોલીસ મથકે આ મામલાની ફરિયાદ દાખલ કર્યા બાદ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

    અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, છેડતીનો ભોગ બનનાર સગીરા આદિવાસી હોવાના કારણે સ્થાનિક પોલીસે આ કેસની તપાસ SC-ST સેલને સોંપી છે. પોલીસે જણાવ્યું કે, પીડિત અને આરોપી બંને સગીર છે અને શાળામાં સાથે ભણતાં હતાં. જેથી બંને વચ્ચે સામાન્ય મિત્રતા હતી. જોકે, સગીરે મિત્રતાને અલગ સમજીને સગીરા સાથે ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન યોજાતા ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને ઘૂસી ગયા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર આયોજિત કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકરોએ ઓળખ છુપાવીને ઘૂસી ગયેલા મુસ્લિમ યુવકને બહાર કર્યો હતો તો મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. 

    ઇન્દોરમાં આઠેક જેટલા મુસ્લિમ યુવાનો હિંદુ નામ ધારણ કરીને ગરબા કાર્યક્રમમાં ઘૂસી ગયા હતા અને યુવતીઓની તસ્વીરો ખેંચી રહ્યા હતા. હિંદુ સંગઠનો વચ્ચે પડ્યા બાદ પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં