Thursday, May 9, 2024
More
    હોમપેજદેશ'સરકાર બનતા જ 4% મુસ્લિમ અનામત હટાવીને SC, ST, OBCને આપીશુ': તેલંગાણામાં...

    ‘સરકાર બનતા જ 4% મુસ્લિમ અનામત હટાવીને SC, ST, OBCને આપીશુ’: તેલંગાણામાં ગૃહમંત્રી અમિત શાહનું એલાન, કહ્યું- આપણે હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવીશું

    સભામાં સંબોધન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "અહિયાં તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલા માટે અહિયાં મુસ્લિમ અનામત આપવામાં આવ્યું છે."

    - Advertisement -

    તેલંગાણા વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચી રહ્યા છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેલંગાણા પહોંચ્યા હતા. તેમણે તેલંગાણામાં એક સભાને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન દરમિયાન એલાન કર્યું હતું કે, જો તેમની સરકાર સત્તા પર આવશે તો 4% મુસ્લિમ અનામત હટાવી લેવાશે અને તે અનામત SC, ST, OBCને આપવામાં આવશે. સાથે તેમણે તેલંગાણાના CM કેસીઆર અને AIMIMના વડા અસદુદ્દીન ઔવેસી પર આકરા પ્રહારો કર્યા હતા.

    સોમવારે (20 નવેમ્બર) તેલંગાણાના જગતિયાલમાં ગૃહમંત્રી અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે સભાને સંબોધિત કરતી વખતે સત્તારૂઢ સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સિવાય તેમણે ઓવૈસી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે હૈદરાબાદ મુક્તિ દિવસ ન ઉજવવા બાબતે તેલંગાણા CM કેસીઆર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઔવેસીના ડરથી હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવામાં નથી આવી રહ્યો. પણ જો તેમની સરકાર સત્તામાં આવશે તો હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવામાં આવશે.

    સરકાર બનતા જ 4% મુસ્લિમ અનામત હટાવવાનું એલાન

    સભામાં સંબોધન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “અહિયાં તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલા માટે અહિયાં મુસ્લિમ અનામત આપવામાં આવ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જો અમારી સરકાર સત્તામાં આવશે તો આ 4% મુસ્લિમ અનામત હટાવી દઈશું અને તેને SC, ST, OBC વચ્ચે વહેચી દઈશું.”

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે સત્તારૂઢ પાર્ટીના CM કેસીઆર, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું. તેમણે ભારત રાષ્ટ્ર સમિતિ(BRS), કોંગ્રેસ અને AIMIMને પરિવારવાદની પાર્ટી કહી હતી. તેમણે કહ્યું હતું કે “BRSના નેતૃત્વવાળી કેસીઆર સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને તમામ સોદાઓની તપાસ થશે.” તેમણે ઉમેર્યું કે, “જેમણે પણ ભ્રષ્ટાચાર કર્યો હશે તે તમામ જેલમાં જશે.”

    હૈદરાબાદ મુક્તિ દિવસ મનાવીશું, સરકાર બન્યા બાદ રામ મંદિરના દર્શન કરાવીશું

    ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો કે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ, જેઓ કેસીઆર તરીકે જાણીતા છે, તેઓ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીના ડરને કારણે હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરતા નથી. તેમણે પૂછ્યું, “શું આપણે હૈદરાબાદ મુક્તિ દિવસ ન ઉજવવો જોઈએ? આપણે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવીશું. સરકાર બન્યા બાદ અહીંના લોકોને અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના દર્શન ફ્રીમાં કરાવવામાં આવશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં