Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત'ગામની બહાર નીકળો નહીં તો… આવવાનું જ નહીં આ બાજુ...': ગાંધીનગર લોકસભાના...

    ‘ગામની બહાર નીકળો નહીં તો… આવવાનું જ નહીં આ બાજુ…’: ગાંધીનગર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને ગ્રામજનોએ પેથાપુરમાં ઘૂસવા ન દીધા

    અગામી લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર લોકસભા સીટના કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલ પ્રચાર કરવા પેથાપુર ગયા હતા. દરમિયાન ગામના કેટલાક લોકોએ તેમની ગાડીને આંતરીને તેમને ગામમાં જતા અટકાવી દીધા હતા.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે. તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. તેવામાં ગાંધીનગર લોકસભા સીટ પરથી કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલ પણ પ્રચાર કરવા નીકળ્યા હતા. પરંતુ પેથાપુરના ગ્રામજનોએ કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને ગામમાં ઘૂસવા પણ ન દીધા. તેમને વગર પ્રચારે નીકળી જવા મજબૂર થવું પડ્યું. ગાંધીનગર લોકસભા ઉમેદવાર સોનલ પટેલનો વિરોધ થયો તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર અગામી લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર લોકસભા સીટના કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલ પ્રચાર કરવા પેથાપુર ગયા હતા. દરમિયાન ગામના કેટલાક લોકોએ તેમની ગાડીને આંતરીને તેમને ગામમાં જતા અટકાવી દીધા હતા. ગ્રામજનોએ સોનલ પટેલને ગામમાં ન આવવા દીધા અને તેમને બહારથી જ પરત મોકલી દીધા હતા.

    ગાંધીનગર કોંગ્રેસ લોકસભા ઉમેદવાર સોનલ પટેલનો વિરોધ થયો તે ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સોનલ પટેલ એક ગાડીમાં બેઠા છે. ગાડીના બોનેટ તેમજ દરવાજાઓ અને પાછળ ‘શ્રીમતી સોનલ પટેલ, 6- ગાંધીનગર લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર’ લખેલું છે. વિડીયોમાં ગાડીની આગળની કો-ડ્રાઈવર સીટ પર સોનલ પટેલને બેઠેલા જોઈ શકાય છે.

    - Advertisement -

    વિડીયોમાં ગ્રામજનોને કહેતા સાંભળી શકાય છે કે, “કોઈ નહીં, કોઈને મળવાનું નથી. ગાડી ગામની બહાર કાઢો નહિતર ખોટું થશે…બહાર કાઢો…ગાડીને બહાર જવાદો… આ બાજુ તમારે આવવાનું જ નહીં.”

    અમિત શાહનો એરિયા છે…. આવું તો રહેવાનું: ગાંધીનગર મહિલા મોરચા પ્રમુખ બીના રાવલ

    ઘટનાની પુષ્ટિ કરવા ઑપઇન્ડિયાએ પ્રથમ ગાંધીનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ બીના રાવલનો સંપર્ક કર્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટી હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આજે જે થયું તે કશું ખાસ નહતું. અમિત શાહનો એરિયા છે મારા ભાઈ…. આવું નાનું મોટું તો રહેવાનું… આવતી કાલે અમે પેથાપુરમાં જ વિશાળ રેલી કરવાના છીએ. “

    એવો કોઈ જબરો ઈન્સિડેન્સ નહતો: ગાંધીનગર લોકસભા સીટના કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલ

    બીજી તરફ ઑપઇન્ડિયાએ ગાંધીનગર લોકસભા સીટના કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “આ એવો કોઈ જબરો ઈન્સિડેન્સ નહતો, આવું તો થયા કરવાનું. આવતી કાલે અમે વિશાળ રેલી કરવાના છીએ. અમે અમારો પ્રચાર શરૂ કરી રહ્યા છીએ..”

    કોણ છે કોંગ્રેસ નેતા સોનલ પટેલ?

    સોનલ પટેલ કોંગ્રેસના સક્રિય નેતા છે. કોંગ્રેસે તેમને ગાંધીનગર લોકસભા સીટ પરથી ઉમેદવાર ઘોષિત કર્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગરથી લડવાના છે. તેઓ કોંગ્રેસમાં વોર્ડ પ્રમુખ, પ્રદેશ સેક્રેટરી, જનરલ સેક્રેટરી તેમજ 6 વર્ષ સુધી મહિલા મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ સોનિયા ગાંધી સહિત ગાંધી પરિવારના ખૂબ નજીકના હોવાનું પણ માનવામાં આવે છે. આ લોકસભા ચૂંટણીમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડવાના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં