Friday, May 3, 2024
More
    હોમપેજદેશ‘INDI ગઠબંધન કમિશન માટે છે, મોદી સરકાર મિશન માટે’: બોલ્યા પીએમ મોદી,...

    ‘INDI ગઠબંધન કમિશન માટે છે, મોદી સરકાર મિશન માટે’: બોલ્યા પીએમ મોદી, કહ્યું- કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગ અને વામપંથની છાપ

    વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને આકરી ટિપ્પણીઓ કરી હતી. તેમણે મેનિફેસ્ટોને મુસ્લિમ લીગની છાપ કહીને પાર્ટીને ઘેરી હતી. આટલું જ નહીં, પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણાપત્ર પર વામપંથ પણ હાવી થઈ ગયો છે.

    - Advertisement -

    અગામી લોકસભા ચૂંટણીનના અનુસંધાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જનમેદનીને સંબોધતાં તેમણે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્ર પર સવાલો ઉભા કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વર્તમાન ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી પૂરી ભાંગી પડી છે.

    આ જનસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને આકરી ટિપ્પણીઓ કરી હતી. તેમણે મેનિફેસ્ટોને મુસ્લિમ લીગની છાપ કહીને પાર્ટીને ઘેરી હતી. આટલું જ નહીં, પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણાપત્ર પર વામપંથ પણ હાવી થઈ ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ક્યાંય નથી દેખાઈ રહી.

    કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગ અને વામપંથની છાપ- પીએમ મોદી

    આ જનસભામાં તેમણે કોંગ્રેસ પાર્ટી પર નિશાનો સાધતાં કહ્યું હતું કે, “કાલે કોંગ્રેસે જે પ્રકારનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે, તેનાથી સાબિત થઈ ગયું છે કે આજની કોંગ્રેસ ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી પૂરી ભાંગી પડી છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં એ જ વિચાર છલકી રહ્યા છે, જે વિચારો સ્વતંત્રતા સંગ્રામ સમયે મુસ્લિમ લીગના હતા. કોંગ્રેસના ઘોષણાપત્રમાં સંપૂર્ણ મુસ્લિમ લીગની છાપ છે. તેમાં જે થોડો-ઘણો ભાગ બચી ગયો છે, તેમાં વામપંથ હાવી થઇ ચૂક્યો છે. કુલ મળીને કોંગ્રેસ દૂર-દૂર સુધી નથી દેખાઈ રહી. આવી કોંગ્રેસ 21 મી સદીમાં ભારતને આગળ નહીં લઈ જઈ શકે.”

    - Advertisement -

    INDI ગઠબંધન કમિશન માટે છે, મોદી સરકાર મિશન માટે – પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલે જ ન અટક્યા, તેમણે કોંગ્રેસને ઘેરતાં કહ્યું કે, “કોંગ્રેસ જેટલાં પણ વર્ષ સત્તા પર રહી, તેણે કમિશન ખાવાને પ્રાથમિકતા આપી. INDI એલાયન્સ કમિશન માટે છે, NDA અને મોદી સરકાર મિશન માટે છે. અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર ચૂંટણીની ઘોષણા નહીં, પરંતુ અમારું મિશન હતું અને આ વખતે રામનવમી પર આપણા પ્રભુ રામ તંબૂમાં નહીં, ભવ્ય મંદિરમાંથી દર્શન આપશે. તે આપણી પેઢી માટે કેટલી ગર્વની વાત છે.”

    કાશ્મીરના પથ્થરબાજોના પથ્થરથી નવા કાશ્મીરનું નિર્માણ

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાં બદલાઈ રહેલી સ્થિતિને ટાંકતા આગળ કહ્યું કે, “જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવું અમારું મિશન રહ્યું હતું અને તે મિશન પણ પૂર્ણ થઇ ગયું છે. કાશ્મીરમાં પથ્થરબાજોએ જે પથ્થર ફેંક્યા હતા, તે બધા પથ્થર ભેગા કરીને મોદી તેનાથી જ વિકસિત જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરી રહ્યો છે. ભારતને એક મજબૂત દેશ બનાવવો ભાજપની પ્રતિબદ્ધતા છે. એટલે કે, જેવી ભાજપની નિયત છે, નિષ્ઠા છે નીતિઓ પણ તેવી જ બને છે. અને એટલે જ આજે દરેક ભારતીય અનુભવથી કહી રહ્યા છે કે ‘નિયત સાચી તો પરિણામો સાચાં.”

    ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમ પણ કહ્યું કે, 10 વર્ષ પહેલાં જ્યારે હું ચૂંટણી સભા કરવા સહારનપુર આવ્યો હતો, ત્યારે મેં ગેરેંટી આપી હતી કે દેશને ઝૂકવા નહીં દઉં. આપના આશીર્વાદથી તમામ પરિસ્થિતિઓને બદલીશ. નિરાશાને આશામાં બદલીશ. આપ લોકોએ આશીર્વાદમાં જરા પણ ઉણપ ન આવવા દીધી અને મોદીએ મહેનતમાં ઉણપ ન આવવા દીધી. ત્યારે કોંગ્રેસ સેકારે ભારતની છબી એક ભ્રષ્ટ અને કમજોર દેશની બનાવી હતી. પણ આજે આપના મતની તાકાતે વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે.”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને જે ટિપ્પણી કરી, તે ઘોષણાપત્રના કેટલાક ગંભીર મુદ્દાઓ આપ અહીં ક્લિક કરીને વાંચી શકશો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં