Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાત‘હિંમત હોય તો લેખિતમાં બાહેંધરી આપો…’: PM મોદીએ કોંગ્રેસ સામે ફેંક્યા ત્રણ...

    ‘હિંમત હોય તો લેખિતમાં બાહેંધરી આપો…’: PM મોદીએ કોંગ્રેસ સામે ફેંક્યા ત્રણ પડકારો, મુસ્લિમ અનામત મુદ્દે પાર્ટીને ઘેરી

    સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ જાહેરમંચ પરથી કોંગ્રેસને ત્રણ પડકારો ફેંક્યા હતા. તેમણે કહ્યું, “હું કોંગ્રેસ સામે ત્રણ પડકારો ફેંકું છું. શાહજાદા, કોંગ્રેસ અને તેમના મળતિયાઓમાં હિંમત હોય તો આવી જાય, ચાવાળો પડકાર આપવા માટે તૈયાર છે.”

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. બુધવારે (1 મે) ડીસા અને સાબરકાંઠામાં 2 સભાઓ સંબોધ્યા બાદ ગુરુવારે તેઓ 4 સભાઓ સંબોધશે. સવારે આણંદ ખાતે તેમણે એક જાહેર સભા સંબોધી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના વઢવાણ પહોંચ્યા. અહીં PM મોદીએ જનતા સાથે સંવાદ કરીને આશીર્વાદ માગ્યા અને રાષ્ટ્રનિર્માણમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકો પર જીત અપાવવાની અપીલ કરી. અહીં તેમણે કોંગ્રેસ અને INDI ગઠબંધન અને તેમની ઇકોસિસ્ટમને પણ આડેહાથ લીધી અને પડકારો ફેંક્યા.

    સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ જાહેરમંચ પરથી કોંગ્રેસને ત્રણ પડકારો ફેંક્યા હતા. તેમણે કહ્યું, “હું કોંગ્રેસ સામે ત્રણ પડકારો ફેંકું છું. શાહજાદા, કોંગ્રેસ અને તેમના મળતિયાઓમાં હિંમત હોય તો આવી જાય, ચાવાળો પડકાર આપવા માટે તૈયાર છે.” તેમણે ત્રણ પડકારો આ પ્રમાણે જણાવ્યા. 

    1. કોંગ્રેસમાં હિંમત હોય તો લખીને બહેંધરી આપે કે તેઓ ભારતના બંધારણમાં કોઇ છેડછાડ નહીં કરે, બંધારણ નહીં બદલે. 
    2. કોંગ્રેસ લખીને આપે કે બાબાસાહેબ આંબેડકરે જે અનામત આપ્યું છે તેને દલિતો, આદિવાસીઓ અને OBC પાસેથી લૂંટીને મુસ્લિમોને અનામત નહીં આપે. 
    3. કોંગ્રેસ લેખિતમાં બાંહેધરી આપે કે તેઓ દલિતો, આદિવાસીઓ, OBC અને સામાન્ય વર્ગના ગરીબોનેને જે અનામત મળ્યું છે તેને ઝૂંટવી લેવાનો પ્રયાસ નહીં કરે. ઉપરાંત, જ્યાં તેમની સરકારો છે ત્યાં OBCનો ક્વોટા ઓછો કરીને ધર્મના આધારે ટુકડા નહીં કરે અને મુસ્લિમોને નહીં ધરી દે. 

    તેમણે આગળ ઉમેર્યું કે, “મેં 23 એપ્રિલના રોજ પહેલી વખત કોંગ્રેસને આ 3 પડકારો આપ્યા હતા. આજે 9 દિવસ થયા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ પક્ષેથી કાંઈ આવ્યું નથી. તેમનાં મોઢે તાળાં લાગી ગયાં છે. તેમને હવે બંધારણ નહીં બચાવે, કારણ કે તેમની નિયતમાં જ ખોટ છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા રોંગ ડિલિવરીવાળી પાર્ટી છે. દેશને સ્વતંત્રતા અપાવવાની હતી, પણ તેમણે ભાગલા પાડી દીધા. ગરીબોના પૈસા ગરીબોને આપવાના હતા તો કોંગ્રેસની તિજોરીમાં પહોંચ્યા. હવે ST, SC અને OBC સમાજના ભાઈ-બહેનોને જે અનામત મળ્યું છે, તે પણ હવે તેમની પાસેથી લઈને ધર્મના આધારે મુસ્લિમોને ડિલીવર કરવા માંગે છે. ત્રણ દાયકાથી કૉંગ્રેસ સતત આવા પ્રયાસો કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં