Wednesday, May 15, 2024
More
    હોમપેજદેશલવ જેહાદ-ગૌમાંસ ભક્ષણને કાયદાનું રક્ષણ, તપાસ એજન્સીઓ પર નિયંત્રણ, ઉમર ખાલિદ જેવા આરોપીઓને...

    લવ જેહાદ-ગૌમાંસ ભક્ષણને કાયદાનું રક્ષણ, તપાસ એજન્સીઓ પર નિયંત્રણ, ઉમર ખાલિદ જેવા આરોપીઓને જામીન: કોંગ્રેસના ઘોષણાપત્રના 7 મુદ્દાઓ, જે સાબિત થઈ શકે છે ખતરનાક 

    કોંગ્રેસ જે શબ્દોની માયાજાળ ગૂંથી રહી છે, તેની પાછળનો છૂપો એજન્ડા જો જોવામાં આવે તો તે અત્યંત ચિંતાજનક છે. તેમાં લવ જેહાદ, ગૌમાંસ ભક્ષણ, તપાસ/સુરક્ષા એજન્સીઓ પર નિયંત્રણ અને ગુનેગારોને મુક્ત કરવાને કાયદેસર કરવા સહિતના 7 એવા મુદ્દાઓ છે જે દેશ અને સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

    - Advertisement -

    આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે ‘ન્યાય પત્ર’ના મથાળા સાથે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન ખડગે તેમજ પૂર્વ અધ્યક્ષો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીની રણનીતિ જાહેર કરી છે. પાર્ટીએ ઘોષણાપત્રમાં અનેક મુદ્દાઓ સમાવીને વાયદો કર્યો છે કે જો તેઓ ચૂંટણી જીતે તો તેની ઉપર કામ કરવામાં આવશે. 

    કોંગ્રેસે પોતાના ‘પંચ ન્યાય’ નામના આ ઘોષણાપત્રમાં ‘ન્યાયના પાંચ સ્તંભો’નું મહત્વ દર્શાવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસે તેમાં ‘યુવા ન્યાય’, ‘નારી ન્યાય’, ‘કિસાન ન્યાય,’ ‘શ્રમિક ન્યાય’ અને ‘હિસ્સેદારી ન્યાય’ નામની પાંચ બાબતોને આવરી છે. કોંગ્રેસનું કહેવું છે કે આ પાંચ સ્તંભો પ્રત્યે પાર્ટીની પ્રતિબદ્ધતાઓ અને લોકો પ્રત્યેની તેમની ગેરેન્ટી લોકસભા ચૂંટણી માટેના તેમના વાયદાઓનો મહત્વપૂર્ણ ભાગ છે.

    પરંતુ બીજી તરફ કોંગ્રેસ જે શબ્દોની માયાજાળ ગૂંથી રહી છે, તેની પાછળનો છૂપો એજન્ડા જો જોવામાં આવે તો તે અત્યંત ચિંતાજનક છે. તેમાં લવ જેહાદ, ગૌમાંસ ભક્ષણ, તપાસ/સુરક્ષા એજન્સીઓ પર નિયંત્રણ અને ગુનેગારોને મુક્ત કરવાને કાયદેસર કરવા સહિતના 7 એવા મુદ્દાઓ છે જે દેશ અને સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

    - Advertisement -
    1. એક દેશ, એક ચૂંટણી પદ્ધતિ નહીં લાગુ થાય

    મોદી સરકાર રાજ્યોની તિજોરી પર ચૂંટણી પ્રક્રિયાથી પડતા ભારણને ઓછું કરવા માટે દેશમાં એક સમયે એક સાથે ચૂંટણી થાય તેવી પ્રણાલી લાગુ કરવાની વાત કરી રહી છે. સરકારે આ વિચાર રાજ્ય સરકારોને તેમની પ્રજાને આપેલાં વચનો પૂરાં કરવા માટે વધારે સમય પૂરો પાડવા માટે રજૂ કર્યો હતો.

    જોકે, કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે તે હાલની પદ્ધતિઓ અનુસાર લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની જૂની રીતને વળગી રહેવા માંગે છે અને કેન્દ્ર સરકારના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણીઓ યોજવા માટે સમગ્ર સ્ટેટ મશીનરીને જોડવા માંગે છે, જે ઘણી વાર આદર્શ આચારસંહિતા (એમસીસી) લાગુ કરીને તેમના ચૂંટણી ઉદ્દેશો અને વચનોને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો કરે છે. 

    1. આધુનિક ચૂંટણી પ્રક્રિયામાં પેપર બેલેટ પરત લાવવાનો સંકેત

    કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં આગળ વાયદો કર્યો છે કે તેઓ EVM સાથે-સાથે બેલેટ પેપર પદ્ધતિને પરત લાવશે. દાવો કરવામાં આવ્યો છે કે તેઓ એવી સિસ્ટમ લાવશે કે જેમાં મતદાન EVMથી જ થશે, પરંતુ મતદારો ઑડિટ ટ્રેલને મશીન-જનરેટેડ ઓડિટ ટ્રેલને VVPAT યુનિટમાં જમા કરી શકશે.

    જો આ પ્રક્રિયા લાગુ થઈ ગઈ તો તે ચૂંટણી પ્રક્રિયાને વધુ જટિલ બનાવશે. તેના કારણે બૂથ હેકિંગની સંભાવનાઓ પણ વધી જશે. સરળ ભાષામાં કહીએ તો, જે ઉમેદવારને એમ લાગશે કે તે ચૂંટણી હારી જશે તેવા ઉમેદવારો માટે આ પદ્ધતિ ગેરરીતી આચરવા કે પછી હાર પછી ચૂંટણી રદ કરવા માટે પ્રક્રિયાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી શકે તેવી શક્યતાઓ છે. 

    1. તપાસ એજન્સીઓને સંસદીય દેખરેખ હેઠળ લાવવી

    કોંગ્રેસના ઘોષણાપત્રમાં સહુથી અચરજ પમાડે તેવો અને જો લાગુ થાય તો ભયાવહ પરિણામો લાવી શકે તેવો વાયદો પણ છે. કોંગ્રેસે આમાં વચન આપ્યું છે કે તેમની પાર્ટી પોલીસ અને ગુપ્તચર/તપાસ એજન્સીઓને સંસદીય દેખરેખ હેઠળ લઈ આવશે. જો આવો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે સુરક્ષા અને તપાસ એજન્સીઓની સ્વતંત્રતા છીનવી લેશે. આમ કરવું એજન્સીઓની આંતરિક અને નિષ્પક્ષ કાર્યપ્રણાલીમાં કાયદો ઘડનારા લોકોના હસ્તક્ષેપને છુટ્ટો દોર મળી જશે. સીધી ભાષામાં કહીએ તો ગુપ્તચર, સુરક્ષા અને તપાસ એજન્સીઓ સત્તા પર રહેલી સરકરની કઠપૂતળી બનીને રહી જશે.

    ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીઓને સંસદીય નિયંત્રણ હેઠળ લાવવાના આવા પ્રયાસો UPA II સરકારના શાસન દરમિયાન પણ કરવામાં આવ્યા હતા. 2012માં, સાંસદ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાઇવેટ મેમ્બર બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ સૂચિત કાયદાનો હેતુ ગુપ્તચર એજન્સીઓને વૈધાનિક સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાનો અને વડાપ્રધાનની આગેવાની હેઠળની સમિતિને જવાબદાર બનાવવાનો હતો.

    પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), ભારતની સ્થાનિક ગુપ્તચર એજન્સી, સંશોધન અને વિશ્લેષણ વિંગ (RAW), તેના બાહ્ય જાસૂસી એકમ અને ટેકનિકલ ઈન્ટેલિજન્સ કલેક્ટર નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)ને સંસદના કાર્યક્ષેત્ર હેઠળ રાખવાનો હતો. 

    1. ‘જામીન એ કાયદો, જેલ એ અપવાદ’ લાગુ કરવામાં આવશે

    પોતાના ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીએ એવો કાયદો ઘડવાનું વચન આપ્યું છે કે જે સુનિશ્ચિત કરશે કે તમામ ફોજદારી કાયદાઓમાં ‘જામીન એ નિયમ, જેલ એ અપવાદ’ જેવી કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરશે. આ પ્રકારના કાયદાથી થશે તેવું કે, ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ જેવા UAPAના આરોપીઓ બહુ સરળતાથી જમીન મેળવી લેશે.

    બીજી તરફ, તપાસ એજન્સીઓ પણ સંસદના દાયરામાં આવી ગઈ હશે, જેથી તેમના માટે આવા અપરાધીઓ વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરવા, તેમના નિવેદનો નોંધવા જેવી પ્રક્રિયાઓ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું થઈ પડશે. આવી સ્થિતિમાં બહાર નીકળેલો ગુનેગાર જાહેર અશાંતિ અને હિંસા કરવા માટે રચાયેલા કાવતરામાં નિર્ણાયક કડીઓને અસર કરી શકે છે. 

    1. ઇન્ટરનેટ સસ્પેન્શનને સમાપ્ત કરવાનું વચન

    આજના આધુનિક જમાનામાં ઈન્ટરનેટ એક શક્તિશાળી સંસાધન છે. તેની સાથે સકારાત્મક અને નકારાત્મક એમ બંને બાબતો સંકળાયેલી છે. આથી પ્રસાશન માટે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી થઈ પડે છે કે તેનો દુરુપયોગ ન થાય. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં ઇન્ટરનેટના સસ્પેન્શનને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. તે ન ભૂલવું જોઈએ કે ઈન્ટરનેટ સેવા ઠપ કરવાનો અધિકાર તંત્ર માટે કેટલો મહત્વપૂર્ણ છે. તે પછી કાશ્મીરની ઘાટીમાં સુરક્ષા દળો પર પથ્થરમારો કરવા એક જગ્યા પર એકઠા થવાની વાત હોય કે પછી કોઈ સંવેદનશીલ મુદ્દા પર રમખાણ ફાટી નીકળ્યાં હોય. આ તમામ બાબતોમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા તંત્ર માટે આ સત્તા એક વરદાનસ્વરૂપ છે. 

    1. લોકોને એક જગ્યાએ ભેગા થવાનો અધિકાર યથાવત રાખવામાં આવશે

    પોતાના ઘોષણાપત્રમાં આગળ કોંગ્રેસે તેવું વચન આપ્યું છે કે તેઓ લોકોના એક જગ્યા પર એકઠા થવા અને મનમરજી મુજબ વિરોધ કરવાના અધિકારને યથાવત રાખશે. આમ કરવાથી પ્રદર્શનકારીઓ દેશની જીવાદોરી સમાન સાર્વજનિક રસ્તાઓ પર ઉતરી આવશે અને સામાન્ય નાગરિકોને અડચણરૂપ થશે, કારણ કે તેમને આમ કરવા માટે કાયદાકીય મંજૂરી મળી ચૂકી હશે. જરા શાહીનબાગ વિરોધ પ્રદર્શન અને ખેડૂત આંદોલનને યાદ કરો અને વિચારો કે અખા દેશમાં લોકોને આમ કરવાની છૂટ મળી ચૂકી હશે. 

    1. લવ જેહાદ અને ગૌમાંસ ભક્ષણને કાયદેસર કરવું

    કોંગ્રેસના વાયદાઓ આટલે જ પૂર્ણ નથી થતા. પોતાના ઘોષણાપત્રમાં કોંગ્રેસે એવો વાયદો કર્યો છે, જે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી શકે છે. કોંગ્રેસે પોતાના આગલો વાયદો લોકોને તેમની પસંદથી ખાવા-પીવા પર અને મનમરજીથી લગ્નને લઈને કર્યો છે.  અહીં નોંધવું જોઈએ કે આ પ્રકારના વાયદાથી અપ્રત્યક્ષ રૂપે ગૌમાંસ ભક્ષણ અને લવ જેહાદ જેવું કાયમી દૂષણ કાયદાકીય રીતે માન્ય થઈ જશે. અલબત્ત, કોંગ્રેસે આ બધા વિષયોને દક્ષિણપંથની કોરી કલ્પના ગણવી છે, પણ ભૂલવું ન જોઈએ કે દેશભરમાંથી ગૌમાંસ ભક્ષણ અને લવ-જેહાદના સેંકડો કેસ આવતા રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં