Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતાની તબિયત બગડી: AIIMS ઋષિકેશમાં કરાયાં દાખલ, હોસ્પિટલમાં ચાલી...

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતાની તબિયત બગડી: AIIMS ઋષિકેશમાં કરાયાં દાખલ, હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

    CM યોગી આદિત્યનાથનાં માતાની તબિયત ખરાબ થઈ હોવાથી તેમને ઋષિકેશ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઉંમર 85 વર્ષ હોવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં તેમને જિરિયાટ્રિક વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતાની તબિયત ખરાબ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, CM યોગીનાં માતા સાવિત્રી દેવીને ઋષિકેશ AIIMSમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS તરફથી કહેવામાં આવ્યું છે કે, CM યોગીનાં માતા વૃદ્ધાવસ્થાના કારણે થતી સમસ્યાઓ સામનો કરી રહ્યા છે. જેના કારણે તેઓ સતત રૂટિન ચેકઅપ કરાવે છે. હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

    CM યોગી આદિત્યનાથનાં માતાની તબિયત ખરાબ થઈ હોવાથી બુધવારે (15 મે, 2024) તેમને ઋષિકેશ AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 85 વર્ષ હોવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. હોસ્પિટલમાં તેમને જિરિયાટ્રિક વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. વિવિધ વિભાગના ડોકટરોએ CM યોગીનાં માતાના સ્વાસ્થ્યની તપાસ કરી છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પ્રશાસન તરફથી જાણવા મળ્યું છે કે, કોઈ ચિંતાનો વિષય નથી અને ટૂંક સમયમાં જ તેમને રજા પણ આપી દેવામાં આવશે.

    2022માં ઉત્તરાખંડ પ્રવાસ સમયે માતાને મળ્યા હતા CM યોગી

    નોંધનીય છે કે, CM યોગી આદિત્યનાથ વર્ષ 2022માં 3થી 5 મે સુધી ઉત્તરાખંડના પ્રવાસ પર ગયા હતા. તે દરમિયાન તેમણે 4 મેના રોજ પંચૂરના તેમના પૈતૃક ઘર પર તેમના નાના ભાઈ મહેન્દ્ર સિંઘ બિષ્ટના પુત્રના મુંડન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન તેમણે તેમના માતા સાથે પણ મુલાકાત કરી હતી. માતાના ચરણ સ્પર્શ કર્યા બાદ તેમના માતા ભાવુક થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

    - Advertisement -

    CM યોગીએ માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. પુત્રને ઘણાં વર્ષો બાદ જોઈને તેમના માતા પણ આનંદિત થયાં હતાં અને ભાવુક પણ થયાં હતાં. તેમણે યોગી આદિત્યનાથના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ પણ આપ્યા હતા. તે દરમિયાન CM યોગી આદિત્યનાથે તેમના માતા સાથે વાતો પણ કરી હતી. તે પછી યોગી આદિત્યનાથ તેમના માતાને મળવા માટે આવી શક્યા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં