Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણ'મહારાજા હરિ સિંહની કાશ્મીરના વિલીનીકરણની દરખાસ્તને સ્વીકારવામાં નેહરુએ મોડું કર્યું': કેન્દ્રીય મંત્રીએ...

    ‘મહારાજા હરિ સિંહની કાશ્મીરના વિલીનીકરણની દરખાસ્તને સ્વીકારવામાં નેહરુએ મોડું કર્યું’: કેન્દ્રીય મંત્રીએ સરકારી રેકોર્ડ બતાવ્યો, દાયકાઓ જૂનો કોંગ્રેસનો પ્રોપગેન્ડા ફુસ્સ થયો

    કિરેન રિજિજુએ કહ્યું, "24 જુલાઈ 1952ના રોજ (શેખ અબ્દુલ્લા સાથેની સમજૂતી પછી) નેહરુએ લોકસભામાં આ વાત કહી. આઝાદીના એક મહિના પહેલા, મહારાજા હરિ સિંહે પ્રથમ વખત ભારતમાં વિલીનીકરણ માટે નેહરુનો સંપર્ક કર્યો હતો. તે નહેરુ હતા જેમણે મહારાજાને ઠપકો આપ્યો હતો."

    - Advertisement -

    કોંગ્રેસ અને કોંગ્રેસીઓ જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહ ભારતમાં જોડાવાની બાબતમાં ઘણી વખત ખોટું બોલ્યા છે. તેઓ વારંવાર દલીલ કરે છે કે જ્યાં સુધી પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર આક્રમણ નહોતું કર્યું ત્યાં સુધી મહારાજા હરિ સિંહ ભારતમાં જોડાવા માંગતા ન હતા. એ પહેલા કાશ્મીરના વિલીનીકરણ માટેનો પ્રસ્તાવ તેમણે કર્યો નહોતો. આ દલીલો વડે કોંગ્રેસીઓ પંડિત જવાહરલાલ નેહરુની મહારાજા પ્રત્યેની નફરત અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના અમર પ્રેમને છુપાવવાનો પ્રયાસ કરે છે. મહારાજા હરિ સિંહ અને શેખ અબ્દુલ્લા વચ્ચેનો અણબનાવ એ ભારતીય ઈતિહાસનો એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે.

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે ફરી એકવાર આ દલીલ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાને પગલે જયરામ રમેશે ફરી એકવાર આ અંગે ચર્ચા શરૂ કરી હતી, જેનો જવાબ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપ્યો હતો.

    શ્રેણીબદ્ધ ટ્વીટમાં પીએમ મોદી પર પ્રહાર કરતા જયરામ રમેશે કહ્યું કે, ‘પીએમએ ફરી એકવાર વાસ્તવિક ઈતિહાસ છુપાવ્યો છે. J&K પર નેહરુની ટીકા કરવા માટે તે નીચેના તથ્યોની અવગણના કરે છે. રાજમોહન ગાંધીના સરદાર પટેલના જીવનચરિત્રમાં આ બધાનો સારી રીતે ઉલ્લેખ છે. આ હકીકતો J&K માં PMના નવા માણસને ​​પણ ખબર છે.’

    - Advertisement -

    જયરામ રમેશે પહેલી દલીલ કરી, “મહારાજા હરિ સિંહે કાશ્મીરના વિલીનીકરણ માટે ઇનકાર કર્યો હતો. તેઓએ આઝાદીના સપના જોયા હતા, પરંતુ જ્યારે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે હરિસિંહ ભારતમાં જોડાયા હતા.”

    જયરામે આગળના મુદ્દામાં સમજાવ્યું, “શેખ અબ્દુલ્લાએ નહેરુ સાથેની મિત્રતા અને ગાંધી પ્રત્યેના આદરને કારણે ભારતમાં પ્રવેશને ટેકો આપ્યો હતો.” તેમણે આગળ લખ્યું, “13 સપ્ટેમ્બર 1947 સુધી, જ્યારે જૂનાગઢના નવાબ પાકિસ્તાનમાં જોડાયા ત્યારે સરદાર પટેલને જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાવા અંગે ચિંતા ન હતી.”

    જયરામ રમેશના આ ટ્વીટને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ નકારી કાઢ્યું હતું અને આ સંદર્ભમાં તેમણે અનેક ટ્વિટ કરીને તેના સંદર્ભો પણ આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કર્યું, “મહારાજા હરિ સિંહે કાશ્મીરના ભારતમાં વિલયની દરખાસ્તને ટાળી દીધી તે ‘ઐતિહાસિક જુઠ્ઠાણું’ જવાહરલાલ નેહરુની શંકાસ્પદ ભૂમિકાને છુપાવવા માટે ઘણા લાંબા સમયથી ચાલે છે. જયરામ રમેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે હું પોતે નેહરુને ટાંકું છું.”

    તેમણે આગળ લખ્યું, “24 જુલાઈ 1952ના રોજ (શેખ અબ્દુલ્લા સાથેના કરાર પછી) નેહરુએ લોકસભામાં આ વાત કહી. આઝાદીના એક મહિના પહેલા પ્રથમ વખત મહારાજા હરિ સિંહે ભારતમાં કાશ્મીરના વિલીનીકરણ માટે નેહરુનો સંપર્ક કર્યો હતો. નેહરુ જ હતા, જેમણે મહારાજાને ઠપકો આપ્યો હતો.”

    જયરામ રમેશના પ્રોપગેન્ડાની હવા કાઢતા, કિરેન રિજિજુ આગળ દલીલ કરે છે, “અહીં નહેરુના પોતાના શબ્દોમાં કહેવાયું છે કે કાશ્મીરના ભારતમાં વિલયમાં વિલંબ કરનાર મહારાજા હરિ સિંહ નહોતા, પરંતુ તે પોતે નેહરુ હતા. મહારાજાએ, અન્ય તમામ રજવાડાઓની જેમ, જુલાઈ 1947 માં જ સંપર્ક કર્યો હતો. અન્ય રાજ્યોના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો, પરંતુ કાશ્મીરને ભારતમાં સામેલ કરવાનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.”

    જયરામ રમેશને સંબોધતા, તેઓ આગળ કહે છે, “નહેરુએ માત્ર જુલાઈ 1947માં મહારાજા હરિ સિંહની વિલયની વિનંતીને નકારી ન હતી, પરંતુ ઓક્ટોબર 1947માં પણ નેહરુએ ટાળ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાની આક્રમણકારો શ્રીનગરના એક કિલોમીટરના દાયરામાં પહોંચી ગયા હતા. આ પણ નેહરુના જ શબ્દોમાં છે.”

    કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વધુમાં જણાવ્યું હતું કે, “મૂળભૂત છે: (1) મહારાજા જુલાઈ 1947માં જ ભારતમાં જોડાવા માંગતા હતા, (2) નેહરુએ જ હરિ સિંહની વિનંતીને નકારી કાઢી હતી, (3) નેહરુ કાશ્મીર અંગે માટે ‘ખાસ’ આયોજન કર્યું હતું અને તેઓ વિલયમાંથી ‘ઘણું વધુ’ ઇચ્છતા હતા. તે ખાસ કેસ શું હતો? વોટ બેંકનું રાજકારણ?”

    કેન્દ્રીય મંત્રી પંડિત નેહરુની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા જયરામે રમેશને પૂછ્યું, “નેહરુ દ્વારા કાશ્મીર એકમાત્ર અપવાદ કેમ હતો, જ્યાં રજવાડાઓ ભારતમાં જોડાવા માંગતા હતા અને હજુ પણ નેહરુ ‘ઘણું વધુ’ ઈચ્છતા હતા? આટલું બધું શું હતું? સત્ય એ છે કે નેહરુની મૂર્ખતાની કિંમત ભારત આજે પણ ચૂકવી રહ્યું છે.”

    નોંધનીય છે કે કોંગ્રેસ અત્યાર સુધી કહેતી આવી છે કે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહના કારણે કાશ્મીર સમસ્યા ઊભી થઈ છે. કોંગ્રેસની દલીલ એવી રહી છે કે મહારાજા હરિ સિંહ ઇચ્છતા હતા કે જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવી દેવા માંગતા નહોતા, તેના બદલે તેઓ સ્વતંત્ર રહેવા માંગતા હતા.

    કોંગ્રેસ કહે છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે હરિ સિંહે ભારતમાં કાશ્મીરના વિલીનીકરણ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસ અત્યાર સુધી આ જ કહેતી આવી છે. જયરામ રમેશ પણ નેહરુની ભૂલો છુપાવવા માટે આ જ પ્રચારની વાત કરતા હતા. જોકે, કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં તેમના પ્રપ્રોપગેન્ડાને તોડી પાડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં