Tuesday, April 16, 2024
More
  હોમપેજદેશદિલ્હીમાં મધરાતના સાડા 3 વાગ્યા સુધી ચાલી BJP પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગ: ગમે...

  દિલ્હીમાં મધરાતના સાડા 3 વાગ્યા સુધી ચાલી BJP પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગ: ગમે ત્યારે આવી શકે લોકસભા ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોનું પહેલું લિસ્ટ

  આ બેઠકમાં દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન, કેરળ, ગુજરાત, ઝરખાંસ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ સહિતના રાજ્યોના ઉમેદવારો માટે મંથન કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  ભારતીય જનતા પાર્ટી (BJP) કેન્દ્રીય ચૂંટણી સમિતિની (CEC) દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે લોકસભા ચૂંટણી અંગેની બેઠકમાં લગભગ 17 રાજ્યોની લોકસભાની બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી અને 155થી વધુ બેઠકો પર મહોર લગાવવામાં આવી હતી. જેની યાદી આવતા એક-બે દિવસમાં રિલીઝ થઈ શકે છે. નોંધનીય છે કે આ બેઠક ગુરુવારે રાતે 9 વાગે શરૂ થઈ હતી અને શુક્રવારની સવારનાં સાડા 3 સુધી ચાલી હતી.

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો, પ્રદેશ પ્રમુખો, પ્રભારીઓ, સહ-પ્રભારીઓ અને ચૂંટણી પ્રભારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આસામ, ઉત્તરાખંડ અને ગોવાના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

  મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના નેતા પ્રહલાદ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા પણ બેઠકમાં હાજર હતા, જ્યાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો માટેના ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  - Advertisement -

  આ બેઠકમાં દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન, કેરળ, ગુજરાત, ઝરખાંસ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ સહિતના રાજ્યોના ઉમેદવારો માટે મંથન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઘણા સમય પહેલા જ પીએમ મોદીએ આ ચૂંટણી માટે ‘અબકી બાર 400 પાર‘નું સૂત્ર આપ્યું હતું. સાથે જ વિશ્વાસ જતાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના દમ પર 370થી વધુ બેઠકો જીતશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં