Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાત'સરકાર નાગરિકો સામે માનહાનિનો કેસ દાખલ કરી શકે નહીં': મોદી ડિગ્રી કેસમાં...

    ‘સરકાર નાગરિકો સામે માનહાનિનો કેસ દાખલ કરી શકે નહીં’: મોદી ડિગ્રી કેસમાં બચવા માટે ‘CM’ અરવિંદ કેજરીવાલ બન્યા ‘આમ આદમી’

    આમ આદમી પાર્ટીના નેતાઓએ દલીલ કરી હતી કે નાગરિકો પર સરકાર અથવા તેના કોઈપણ અંગો દ્વારા બદનક્ષી માટે દાવો કરી શકાય નહીં. આ રીતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાને સામાન્ય નાગરિક ગણાવીને ટ્રાયલમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે સવાલો ઉઠાવનાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કાયદાની જાળમાં વધુને વધુ ફસાઈ રરહ્યા હોય એમ લાગી રહ્યું છે. મોદી ડિગ્રી કેસમાં કેજરીવાલ અને તેમની પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ, જેઓ ફોજદારી માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે, તેમણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં તાજેતરમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો.

    અહેવાલો અનુસાર પોતાના જવાબમાં, આમ આદમી પાર્ટીના નેતાઓએ દલીલ કરી હતી કે નાગરિકો પર સરકાર અથવા તેના કોઈપણ અંગો દ્વારા બદનક્ષી માટે દાવો કરી શકાય નહીં. આ રીતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાને સામાન્ય નાગરિક ગણાવીને ટ્રાયલમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, AAP નેતાઓએ તેમને સમન્સ કરવાના કોર્ટના નિર્ણયને પડકારતી રિવિઝન અરજી દાખલ કરી હતી.

    ‘CM’ અરવિંદ કેજરીવાલે પોતાને ‘સામાન્ય નાગરિક’ ગણાવ્યા

    અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા એડવોકેટ સોમનાથ વત્સે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુજરાત યુનિવર્સિટી સરકારનો એક ભાગ છે અને તેના વતી માનહાનિનો કેસ દાખલ કરી શકાય નહીં.

    - Advertisement -

    તે જ સમયે, સંજય સિંહ વતી હાજર રહેલા વકીલ ફારુક ખાને કહ્યું કે મેજિસ્ટ્રેટને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર નાગરિકો વિરુદ્ધ માનહાનિના કેસ દાખલ કરી શકતી નથી, કારણ કે જો આમ થશે તો દરરોજ માનહાનિના કેસ થશે.

    ખાને પોતાની દલીલમાં વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી પટેલે આક્ષેપ કર્યો છે કે રાજકીય લાભ માટે ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટી આમ આદમી પાર્ટી માટે રાજકીય હરીફ નથી. તેથી દલીલ સાચી નથી.

    ફારુક ખાને કહ્યું, “જો મને કોઈ બાબતમાં શંકા હોય, ભલે હું સાચો હોઉ કે નહીં, તો શું હું પ્રશ્નો ઉઠાવવાનો હકદાર નથી? જો મારો મિત્ર દિલ્હી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટીની ડિગ્રી ફોટોશોપ કરે છે, તો તેણે છેતરપિંડી કરી છે યુનિવર્સિટીએ નહીં.”

    ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટ્રારે દાખલ કર્યો હતો કેસ

    નોંધનીય છે કે 2 સપ્ટેમ્બર 2023ના રોજ મુખ્ય જિલ્લા અને સેશન્સ જજે આ અરજી એડિશનલ સેશન જજ જેએમ બ્રહ્મભટ્ટને સોંપી હતી. ખરેખર, ગુજરાત હાઈકોર્ટે આ અંગે 10 દિવસમાં નિર્ણય લેવા જણાવ્યું છે. આ જ્વાબ તે પછી દાખલ કરવામાં આવ્યો છે.

    વાસ્તવમાં, ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પીયૂષ પટેલે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પીએમ મોદીની ડિગ્રીના નામે ગુજરાત યુનિવર્સિટી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં