Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ'વાયનાડથી નીકળીને હૈદરાબાદથી ચૂંટણી લડો': અસદુદ્દીન ઓવૈસીએ આપી રાહુલ ગાંધીને ચેલેન્જ, કહ્યું-...

    ‘વાયનાડથી નીકળીને હૈદરાબાદથી ચૂંટણી લડો’: અસદુદ્દીન ઓવૈસીએ આપી રાહુલ ગાંધીને ચેલેન્જ, કહ્યું- ખાલી મોટી-મોટી વાતો ના કરો

    ઓવૈસીએ રાહુલ ગાંધીને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, "કોંગ્રેસના લોકો ઘણા હશે. હું તમારા નેતા (રાહુલ ગાંધીને)ને વાયનાડથી નહીં પણ હૈદરાબાદથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપું છું. અમે હાથ અજમાવી લઈશું, પંજો માપી લઈશું, આવી જાવ. તમે મોટી-મોટી વાતો જ કરતાં રહો છો, વાતો કેમ કરો છો, મેદાનમાં આવો અને મારી વિરુદ્ધ લડો."

    - Advertisement -

    અનેક વાર પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસીએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. ઓવૈસીએ હૈદરાબાદમાં એક સભાને સંબોધતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ઓવૈસી વારંવાર કોંગ્રેસની ‘મહોબ્બતની દુકાન’ પર સવાલો ઉઠાવતા રહે છે, પણ આ વખતે તેમણે રાહુલ ગાંધીને વાયનાડથી નીકળીને હૈદરાબાદથી તેમની સામે ચૂંટણી લડવાની ચેલેન્જ આપી છે.

    તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ અને AIMIM સામ-સામે છે. બંને પાર્ટીઓ તેલંગાણામાં જીત મેળવવા માટે મહેનત કરી રહી છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે (24 સપ્ટેમ્બરે) એક સાર્વજનિક સભાને સંબોધન આપતા સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.

    ઓવૈસીએ રાહુલ ગાંધીને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, “કોંગ્રેસના લોકો ઘણા હશે. હું તમારા નેતા (રાહુલ ગાંધીને)ને વાયનાડથી નહીં પણ હૈદરાબાદથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપું છું. અમે હાથ અજમાવી લઈશું, પંજો માપી લઈશું, આવી જાવ. તમે મોટી-મોટી વાતો જ કરતાં રહો છો, વાતો કેમ કરો છો, મેદાનમાં આવો અને મારી વિરુદ્ધ લડો.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસના લોકો ઘણી વાતો કરે છે.. પણ હું તૈયાર છું.. બાબરી મસ્જિદ અને સચિવાલયની મસ્જિદને કોંગ્રેસના શાસનકાળમાં ધ્વસ કરવામાં આવી હતી.” આ ઉપરાંત ઓવૈસીએ રમેશ બિધૂડી અને દાનિશ અલીના વિવાદને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “લોકો કહી રહ્યા છે તેમને (રમેશ બિધૂડીને) આવું ના બોલવું જોઈએ, તેમની જીભ લપસી ગઈ, પણ અમે બધાએ જોયું કે એક BJP સાંસદે એક મુસ્લિમ સાંસદને સંસદની અંદર ગાળ આપી. શું આ તમારા રહનુમા છે, જેને તમે વોટ આપ્યા?” ઓવૈસીએ ઉમેર્યું ‘સબ કા સાથ સબ કા વિકાસ’ કયા છે? આ દેશના વડાપ્રધાન હવે કઈ નહીં બોલે.”

    કોંગ્રેસના કારણે જ હૈદરાબાદ બરબાદ થયું

    ઓવૈસી તેલંગાણાની જનતાને સંબોધીને કહ્યું હતું કે, “યાદ રાખો હૈદરાબાદની જમીન પર તોફાનો એ કોંગ્રેસની દેન છે. હૈદરાબાદની જમીન પર માસુમો લૂંટાયા એ કોંગ્રેસની દેન છે.”

    તેઓએ આગળ કહ્યું કે, “અમે ખૂબ તકલીફો ઉઠાવીને અહીંયા શાંતિ બનાવી રાખી છે. આ શાંતિને સ્થાયી રાખો. હજુ ઘણાં કામ કરાવવાના બાકી છે અને વિશ્વાસ રાખો અમે ઘણા કામ કરાવીશું.”

    ઓવૈસીએ I.N.D.I ગઠબંધન પર કર્યો હતો શાબ્દિક હુમલો

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ઓવૈસીએ ત્રીજો મોરચો બનાવવાની વાત સાથે I.N.D.I ગઠબંધન પર હુમલો કર્યો હતો. ABP ન્યૂઝ સાથે વાત કરતાં સમયે તેમણે કહ્યું હતું કે I.N.D.I ગઠબંધન મોટા મોટા ‘ચૌધરીઓ’નો એલીટ ક્લબ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે “ભારતના મોટા ભાગના દળ તો BJPમાં છે. BSP, BRS જેવા ઘણા દળ તો BJP અને I.N.D.I ગઠબંધનમાં સામેલ છે. આ જ કારણ છે કે મે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને ત્રીજા મોરચાની પહેલ કરવા કહ્યું હતું.”

    નોંધનીય છે કે ભારતમાં બે રાજકીય મોરચાઓ (ગઠબંધન) છે, જેમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I ગઠબંધન તરીકે ઓળખાય છે, જ્યારે BJP સહિતની પાર્ટીઓનું ગઠબંધન NDA તરીકે ઓળખાય છે. ઓવૈસીએ ત્રીજુ ગઠબંધન બનાવવાને લઈને તેલંગાણાના મુખ્યમંત્રીને પહેલ કરવા કહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં