Saturday, November 2, 2024
More
    હોમપેજરાજકારણમતદાન પહેલા જ ગોપાલ ઇટાલિયાએ AAP માટે ઉભું કર્યું 'ધર્મ-સંકટ': સ્વામિનારાયણ સંપ્રદાયને...

    મતદાન પહેલા જ ગોપાલ ઇટાલિયાએ AAP માટે ઉભું કર્યું ‘ધર્મ-સંકટ’: સ્વામિનારાયણ સંપ્રદાયને ‘Bullshit’ અને ભક્તોને કહ્યા ‘ખોટા’

    ઇટાલિયા કહે છે, "આ લોકો લસણ ડુંગળી ન ખાવાનું કહે છે. આપણી બાજુમાં કોઈ બેઠું હોય અને પૂછીએ લસણ ડુંગળી નથી ખાતા એટલે ખબર પડી જાય કે તે કયા મંદિરના કે સમુદાયના છે. આ બધું એક મોટું બુલશીટ (બકવાસ) છે."

    - Advertisement -

    ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યાં ગોપાલ ઇટાલિયાએ AAP માટે ફરી એક તકલીફ ઉભી કરી છે. ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો વાઇરલ થયો છે જેને ચૂંટણી પહેલા ફરી એકવાર AAPને ધર્મ-સંકટમાં મૂકી દીધી છે.

    ભાજપના IT વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત માલવિયાએ એક વિડીયો પોતાના ટ્વીટર પર મુક્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સ્વામિનારાયણ સંપ્રદાય માટે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે.

    અમિત માલવિયાએ AAP પર પ્રહાર કરતા લખ્યું, “AAPના પ્રદેશ પ્રમુખ અને કેજરીવાલના નજીકના વિશ્વાસુ ગોપાલ ઇટાલિયા, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો ઉપહાસ કરે છે અને તેમની માન્યતાઓને “બુલશીટ” કહે છે. વિશ્વભરના લાખો હિંદુઓ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને આદર આપે છે અને તેનું પાલન કરે છે. આવા કટ્ટરપંથીઓને ગુજરાત ક્યારેય સ્વીકારશે નહીં…”

    - Advertisement -

    વિડીયોમાં શું કહી રહ્યા છે ઇટાલિયા

    વાઇરલ વીડિયોમાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના અનુયાયીઓનું અપમાન કરતા દેખાઈ રહ્યા છે.

    ઇટાલિયા કહે છે, “આ લોકો લસણ ડુંગળી ન ખાવાનું કહે છે. આપણી બાજુમાં કોઈ બેઠું હોય અને પૂછીએ લસણ ડુંગળી નથી ખાતા એટલે ખબર પડી જાય કે તે કયા મંદિરના કે સમુદાયના છે. આ બધું એક મોટું બુલશીટ (બકવાસ) છે.”

    તેમણે આગળ કહે છે કે, “આ સંપ્રદાયને માનનારાઓ ખોટા હોય છે અને હું તેમનો નિષેધ કરું છું.”

    આ પહેલા પણ અનેક હિન્દૂ ધર્મ વિરોધી નિવેદનો આપી ચુક્યા છે ઇટાલિયા

    આ પહેલા ટ્વીટર પર વાઇરલ થઇ રહેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા હાથમાં એક પુસ્તક લઈને મહિલાઓને સંબોધતા જોવા મળી રહ્યા હતા. પોતાના વિડીયોમાં તેઓ બોલતા સંભળાઈ રહ્યા છે કે “હે મારી માતાઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ.., કથાઓ કે મંદિરોમાં તમારું કાંઈ વળવાનું છે નહિ, એ શોષણના ઘર છે.”

    ઇટાલિયા આટલે અટકતા નથી અને આગળ કહેતા સંભળાય છે, “જો તમને તમારો અધિકાર જોઈતો હોય, આ દેશ પર શાસન કરવું હોય, સમાન દરજ્જો જોઈતો હોય તો કથાઓ અને મંદિરોમાં જઈને નાચવાના બદલે આ વાંચો.”

    થોડા સમય પહેલા આ જ ગોપાલ ઇટાલિયાએ ભગવાન શ્રી કૃષ્ણને ‘રાક્ષસ’ કહ્યા હતા.

    આ સિવાય, અન્ય એક વિડીયોમાં પણ તેમણે કથાકારોનું અપમાન કરીને કહ્યું હતું કે, “જ્યાં જુઓ ત્યાં કથા, ધૂન, વાર્તા-પારાયણો અને ભૂવા-ડાકલાના બેનરો લાગ્યાં છે અને તેઓ ફાટીને ધૂમાડે ગયા છે. ઇટાલિયાએ કથાકારોને સ્પોન્સર કરીને લવારબાજી કરતા હોવાનું કહીને કહ્યું હતું કે લોકોને ત્યાં જઈને કશું જ મળવાનું નથી.”

    આ સિવાય પણ ઇટાલિયાએ અનેક વાર હિન્દૂ ધર્મ અને તેની માન્યતાઓનું અપમાન કર્યું છે, જે નિવેદનો હવે AAPને ધર્મ-સંકટમાં મૂકી રહ્યા છે. ગુજરાતની પ્રજા આમ પણ ધર્મપ્રેમી ગણાય છે, તો જોવાનું એ રહેશે કે આ જાણતા આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં કયો રસ્તો બતાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં