Thursday, April 2, 2026
More
    હોમપેજસ્પેશ્યલમુસ્લિમોને ભડકાવી હિંદુઓ વિરુદ્ધ જેહાદની ધમકી, કોર્ટ-રાષ્ટ્રીય ગીતનું અપમાન: આવા ભડકાઉ ભાષણોથી...

    મુસ્લિમોને ભડકાવી હિંદુઓ વિરુદ્ધ જેહાદની ધમકી, કોર્ટ-રાષ્ટ્રીય ગીતનું અપમાન: આવા ભડકાઉ ભાષણોથી શું સાબિત કરવા માંગે છે મૌલાના મદની?

    દેશમાં એવો કયો 'જુલમ' થયો છે જેના આધારે જેહાદની ચેતવણી આપવામાં આવી રહી છે? રાષ્ટ્રગીત વંદે માતરમનું સન્માન? ત્રિપક તલાક-અયોધ્યા જેવા સુપ્રીમ કોર્ટના આદેશ? કાયદાનું પાલન? આતંકી મોડ્યુલ પર કાર્યવાહી? જો આ બધાને 'જુલમ' ગણવામાં આવે છે તો સમસ્યા દેશમાં નહીં, માનસિકતામાં છે.

    - Advertisement -

    જ્યારે પણ દેશમાં સ્થિરતા, વિશ્વાસ અને વિકાસની હવા વહેતી થાય છે, ત્યારે જ અચાનક કેટલાક એવા ચહેરા સામે આવે છે, જે એકદમ વિપરીત માહોલ ઊભો કરી દે છે. તાજેતરમાં જ જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ (29 નવેમ્બર, 2025) ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે-જ્યારે જુલમ (અત્યાચાર) થશે, ત્યારે-ત્યારે જેહાદ થશે. આ ઉપરાંત તેમણે સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ ગણવાનો પણ ઇનકાર કરી દીધો છે અને વંદે માતરમ્ ગીતનો પણ જાહેરમાં વિરોધ કર્યો છે. 

    તેમણે વંદે માતરમ્ જેવા રાષ્ટ્રીય ગીતને મુસ્લિમોની વિરુદ્ધ ગણાવ્યું અને ઈશારો કર્યો કે જે સમુદાય તેના દબાણમાં ઝૂકી જશે તે ‘મુર્દા કૌમ’ કહેવાશે. મૌલાના મદની દેશની સૌથી મોટી ઇસ્લામી સંસ્થાઓ પૈકીની એક જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ છે. તેમને માનનારા પણ મુસ્લિમ સમુદાયમાં ઘણા લોકો છે. જો હવે મુસ્લિમ સમુદાયનું નેતૃત્વ જ જાહેર મંચ પરથી ‘જેહાદ’ કરવાની ચેતવણી આપશે તો તેમના અનુયાયીઓ પર તેની શું અસર થશે? શું આવા ભડકાઉ નિવેદનોથી દેશમાં રમખાણો ન થઈ શકે કે પછી હિંદુઓ પર હુમલા કે આતંકી ઘટના ન વધી શકે? 

    તેમણે જાહેરમાં ‘જેહાદ’ શબ્દને વાઇટવૉશ કરવાનો પ્રયાસ કર્યો અને તેને પવિત્ર શબ્દ ગણાવ્યો. તેમણે કહ્યું કે ‘જેહાદ’ એક ‘પાક’ શબ્દ છે અને જ્યારે-જ્યારે (સમુદાય પર) અત્યાચાર થશે, ત્યારે જેહાદ પણ કરવામાં આવશે. તેમણે એવો નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કર્યો છે કે ભારતમાં બહુમતી હિંદુ પ્રજા મુસ્લિમોને દબાવી રહી છે, પણ હકીકત જુદી છે. 

    - Advertisement -

    આડકતરી રીતે હિંદુઓને જેહાદની ચેતવણી

    ‘જુલમ થશે તો જેહાદ પણ થશે’- આ વાક્ય આડકતરી રીતે હિંદુઓને આપવામાં આવેલી ધમકી છે. આ તે જ સિસ્ટમ છે, જ્યાં પહેલાં ‘જુલમ’નો નેરેટિવ ઘડવામાં આવે છે અને ફરી તે જ કાલ્પનિક જુલમને આધાર બનાવીને ‘પ્રતિક્રિયા’નું ઔચિત્ય સાબિત કરવામાં આવે છે. આ નેરેટિવનો ઉપયોગ છેલ્લા ઘણા ઘટનાક્રમોમાં જોવા મળ્યો છે. જ્યારે પણ ગુનેગારો કે આતંકી મોડ્યુલ પર કાર્યવાહી થાય છે, ત્યારે આવા જ કેટલાક મૌલાના જેવા લોકો સામે આવે છે અને એ જ પરંપરાગત વાક્ય બોલે છે કે, “યુવાનો સાથે અત્યાચાર થયો, તેથી તેમણે આવું કર્યું.”

    મદનીનું નિવેદન પણ તેનો જ એક ભાગ છે. આખરે તેઓ આવાં નિવેદનો આપીને શું સાબિત કરવા માંગે છે? આવી જ થિયરીઓ ઘડીને તેઓ મુસ્લિમોને દબાવવામાં આવતા હોવાના દાવા પણ જાતે જ કરે છે અને કોઈ ઘટના બને ત્યારે તેને જ કારણ ધરીને કહે છે કે આવું થયું એટલે પ્રતિક્રિયા સ્વરૂપે યુવાનોએ આમ કરવું પડ્યું. ઘણા નેતાઓએ દિલ્હી બ્લાસ્ટને પણ ‘અત્યાચારનું પરિણામ’ ગણાવીને આતંકીઓને બચાવ કર્યો છે.

    કાશ્મીરી નેતા મહેબૂબા મુફ્તીએ દિલ્હી બ્લાસ્ટને ‘કાશ્મીરી અત્યાચારનો દિલ્હીમાં પડઘો’ ગણાવી દીધો હતો. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ પણ એવું જ કહ્યું કે, ‘કાશ્મીરમાં જે અત્યાચાર’ થઈ રહ્યો છે, તેની જ ‘પ્રતિક્રિયા’ના ભાગરૂપે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે. જોકે, આવાં નિવેદનો અંતે તો જુઠ્ઠાણું જ છે. મદની જેવા માણસો વારંવાર એ તૂત ચલાવે છે કે ‘મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે.’ પણ હકીકતે એવું કશું હોતું નથી. 

    મુસ્લિમોને પણ હિંદુઓ જેટલા જ અધિકાર આપવામાં આવ્યા છે, તેમને પણ બધા લાભો મળે છે. મુસ્લિમોને દબાવવામાં આવતા હોવાનો પ્યોર પ્રોપગેન્ડા જ હોય છે. જમીન પર એવું કશું હોતું નથી. પણ આવા મૌલવીઓ આવું કરીને એક માહોલ ઊભો કરે છે, જેથી પછી જાતજાતના બહાના આગળ ધરી શકાય. 

    કોઈનું દમન થતું હોવાની વાતો એક રીતે ‘વિક્ટીમ કાર્ડ’ જેવી છે. જ્યારે કોઈ કાનૂની કે પ્રશાસનિક કાર્યવાહી પર બચાવ ન મળે ત્યારે આ કાર્ડ આગળ કરી દેવામાં આવે છે કે ‘અમારા સમુદાયને દબાવવામાં આવી રહ્યો છે.’ તેનાથી બે લાભ થાય છે. ટીકાઓ ઘટી જાય છે અને સમુદાયના યુવાનોમાં નારાજગી ઊભી થાય છે, જેથી ભવિષ્યની કોઈપણ આતંકી ગતિવિધિને ‘પ્રતિક્રિયા’ ગણાવી શકાય.

    એક તરફ જેહાદની પરિભાષા, બીજી તરફ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવવા અને રાષ્ટ્રગીતને ‘મજહબ વિરુદ્ધ ઓળખ’ના વિવાદમાં ઊભું કરવું એક મોટો સંદેશ આપે છે. સંદેશ સ્પષ્ટ છે કે મદની પોતાનાં ભાષણ દ્વારા માત્ર વ્યવસ્થા પરની નારાજગી નહોતા દર્શાવી રહ્યા, પરંતુ મુસ્લિમ સમુદાય અને યુવાનોમાં રોષ અને અસુરક્ષાની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા.  

    આશ્ચર્યની વાત તો એ છે કે આવા લોકો જાહેરમાં ‘જેહાદ’ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે, તેને પવિત્ર ગણે છે અને આડકતરી રીતે બીજા સમુદાયને જેહાદની ચેતવણી આપે છે, તે જ લોકો અગાઉ કે ભવિષ્યમાં પાછા ‘અમે તો શાંતિદૂત છીએ, શાંતિ ઈચ્છીએ છીએ’ના મુખોટા પહેરી લે છે. મદનનીનું આ નિવેદન એક સ્પષ્ટ ચેતવણી જેવું લાગે છે કે, “અમારી શરતો ન માની, અમારી વિચારધારાને પડકાર આપ્યો, અથવા સરકારે કાયદાકીય રીતે કોઈ આતંકી પર કાર્યવાહી કરી તો અમે જેહાદ કરવાથી પાછળ નહીં હટીએ.” 

    અને સવાલ એ પણ છે કે દેશમાં એવો કયો ‘જુલમ’ થયો છે જેના આધારે જેહાદની ચેતવણી આપવામાં આવી રહી છે? વંદે માતરમનું સન્માન? ત્રિપક તલાક-અયોધ્યા જેવા સુપ્રીમ કોર્ટના આદેશ? કાયદાનું પાલન? આતંકી મોડ્યુલ પર કાર્યવાહી? જો આ બધાને ‘જુલમ’ ગણવામાં આવે છે તો સમસ્યા દેશમાં નહીં, માનસિકતામાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં