Thursday, April 25, 2024
More
  હોમપેજદેશશું હિંદુઓની સ્વરક્ષા એ મુસ્લિમોનો નરસંહાર છે?: સાધ્વી પ્રજ્ઞાએ હિંદુઓને પોતાની દીકરીઓની...

  શું હિંદુઓની સ્વરક્ષા એ મુસ્લિમોનો નરસંહાર છે?: સાધ્વી પ્રજ્ઞાએ હિંદુઓને પોતાની દીકરીઓની રક્ષા માટે તૈયાર રહેવા કહ્યું તો ઇસ્લામવાદીઓ કેમ લાલઘૂમ?

  બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ એકતરફી આક્રમણ સામે પોતાનો બચાવ કરવાના હિંદુઓના અધિકારો વિશે વાત કરી હતી. વિડિયો બહાર આવતાં જ, કથિત લિબરલ્સ અને કહેવાતા પત્રકારો તેમની વાતને ખોટી રીતે રજૂ કરવા માટે આગળ આવ્યા, નકલી સમાચાર ફેલાવ્યા અને દાવો કર્યો કે સાંસદ મુસ્લિમોના નરસંહાર માટે હાકલ કરી રહ્યા છે.

  - Advertisement -

  રવિવાર, 25 ડિસેમ્બર એટલે કે નાતાલના દિવસે ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ હિન્દુ જાગરણ વેદિકના દક્ષિણ ક્ષેત્રના વાર્ષિક સંમેલનમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓએ પોતાના સંબોધનમાં એવું કંઈક કહી દીધું કે તેનાથી મોટાભાગના ઉદરવાદીઓ અને ખાસ કરીને ઈસ્લામવાદીઓના પેટમાં તેલ રેડાયું હતું.

  સંમેલનમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ એકતરફી આક્રમણ સામે પોતાનો બચાવ કરવાના હિંદુઓના અધિકારો વિશે વાત કરી હતી. વિડિયો બહાર આવતાં જ, કથિત લિબરલ્સ અને કહેવાતા પત્રકારો તેમની વાતને ખોટી રીતે રજૂ કરવા માટે આગળ આવ્યા, નકલી સમાચાર ફેલાવ્યા અને દાવો કર્યો કે સાંસદ મુસ્લિમોના નરસંહાર માટે હાકલ કરી રહ્યા છે. જયારે હકીકતમાં વિડીયો ધ્યાનથી જોઈએ તો તેઓએ ‘મુસ્લિમ’ શબ્દનો ઉપયોગ પણ નથી કર્યો.

  જમાનત પર બહાર ફરી રહેલા અલ્ટ ન્યૂઝના કથિત ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબૈરએ સાધ્વી પ્રજ્ઞાનો વિડીયો ટ્વીટ કરીને તેમના સંબોધનને ખોટી રીતે ટાંકીને લખ્યું, “કર્ણાટકમાં તેમના ભાષણ દરમિયાન બીજેપી સાંસદ ‘સાધ્વી’ પ્રજ્ઞા ઠાકુર દ્વારા મુસ્લિમોની હત્યા માટે ખુલ્લો આહવાન. કહે છે, ‘શસ્ત્રો ઘરમાં રાખો. તેને ધારદાર રાખો. જો શાકભાજી સારી રીતે કાપી શકાય તો દુશ્મનનું માથું પણ કાપી શકે છે'” સાથે જ કર્ણાટક પોલીસના DGPને સંબોધીને પૂછ્યું કે કોની રાહ જુઓ છો.

  - Advertisement -

  કોઈક ધ સાઉથ ફર્સ્ટ ડોટ કોમ નામની વેબસાઇટની પત્રકાર અનુશા રવિ સૂદે પણ આ જ વિડીયો ટ્વીટર કરીને જૂથ ફેલાવતા લખ્યું, “ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે રવિવારે કર્ણાટકમાં હિંદુ જાગરણ વેદિકના કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણ દરમિયાન મુસ્લિમોની હત્યાનું આહ્વાન કર્યું. ‘શસ્ત્રો ઘરમાં રાખો. તેને ધારદાર રાખો. જો શાકભાજી સારી રીતે કાપી શકાય તો દુશ્મનનું માથું પણ કાપી શકે છે,’ તે કહે છે.”

  અને એ પછી શરૂ થઇ મુસ્લિમોને સારું લગાડવાની હરીફાઈ. અને તેમાં દોડવા માંડ્યા રાજકારણીઓ. પોતાની રાજનીતિ ચમકાવવા, વાતની ખરાઈ કર્યા વગર અન્ય એક જમાનત પર ફરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલે તો એટલા ઉત્સાહમાં આવી ગયા કે તેઓએ તો હિંદુઓને સ્વરક્ષા કરવાની હાકલ કરવા બદલ સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ કેસ પણ કરી દીધો. તેમની જેમ જ કોંગ્રેસના સમર્થક તેહસીન પૂનાવાળાએ પણ સાધ્વી વિરુદ્ધ કેસ કરી દીધો હતો.

  તેમની જેમ જ કોંગ્રેસના સમર્થક તેહસીન પૂનાવાળાએ પણ સાધ્વી વિરુદ્ધ કેસ કરી દીધો હતો.

  શબ્દસઃ સાધ્વી પ્રજ્ઞાએ શું કહ્યું હતું એ જાણો

  સંમેલનમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ જે કહ્યું એનું શબ્દસઃ ભાષાંતર આ મુજબ થાય;

  “જે લોકો લવ જેહાદ કરે છે, તેમને લવ જેહાદ જેવો જવાબ આપો. તમારી છોકરીઓને સુરક્ષિત રાખો અને ખાતરી કરો કે તમે તમારી છોકરીઓને સારા સંસ્કાર આપો છો. તમારા ઘરમાં હથિયાર રાખો. જો બીજું કંઈ નહીં, તો શાકભાજીની છરીને તીક્ષ્ણ કરો અને તેને તમારા ઘરમાં રાખો. હું સ્પષ્ટ રીતે કહું છું કે આપણા ઘરમાં પણ શાકભાજી કાપવા માટે છરીઓ ધારદાર હોવી જોઈએ. તેઓએ આપણા હર્ષને છરીઓ મારી. તેઓએ આપણા હિંદુ યોદ્ધાઓને મારવા માટે છરીનો ઉપયોગ કર્યો – તેઓએ હિન્દુઓ અને બજરંગ દળ, ભાજપ અને યુવા મોરચાના કાર્યકરોને મારી નાખ્યા – તેઓએ તેમને મારી નાખ્યા અને કાપી નાખ્યા. તેથી આપણે આપણી શાકભાજીની છરીઓ પણ તીક્ષ્ણ રાખવી જોઈએ – તમને ખબર નથી કે ક્યારે શું પરિસ્થિતિ ઊભી થશે. તેથી જ્યારે આપણું શાકભાજી બરાબર કાપવામાં આવે છે, ત્યારે દુશ્મનોના માથા પણ યોગ્ય રીતે કાપવામાં આવશે.”

  ભારતીય ન્યાયવ્યવસ્થા આપે છે સ્વરક્ષાનો અધિકાર

  આમ જયારે સાધ્વી પ્રજ્ઞાએ જે કહ્યું એ શાંતચિત્તે અને પુરા હોશમાં રહીને સાંભળીએ તો એમાં ક્યાંય મુસ્લિમ શબ્દનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. તેમાં ક્યાંય સામે ચાલીને કોઈને મારવા કે નુકશાન કરવા જવાનું નથી કહેવામાં આવ્યું. તેમાં માત્રને માત્ર હિંદુઓને પોતાની અને પોતાની દીકરોની રક્ષા કરવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

  હા, સાધ્વી પ્રજ્ઞાએ તેમાં હિંદુઓને પોતાના ઘરમાં હથિયાર રાખવાનું સ્પષ્ટ રીતે કહ્યું છે. પણ સાથે એ પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેનો ઉપયોગ ત્યારે જ કરવો જયારે કોઈ તમારા દરવાજે બદઇરાદા સાથે આવે. અને તેમાં કાંઈ ખોટું પણ નથી. ભારતનું બંધારણ પણ સૌને પોતાનો બચાવ કરવાનો હક આપે છે, એ જ રીતે હિંદુઓને પણ સ્વરક્ષાનો પૂરો અધિકાર છે જ.

  જયારે મુસ્લિમોનું નામ જ નથી લેવાયું તો લિબરલ્સ કેમ તેમનો નરસંહાર કરાવવા માંગે છે? કે પછી તેઓ જ મુસ્લિમોને હુમલાખોર સાબિત કરે છે?

  હવે એ સ્પષ્ટ છે કે સાધ્વી પ્રજ્ઞાએ પોતાના નિવેદનમાં ક્યાંય મુસ્લિમ શબ્દનો પ્રયોગ નથી કર્યો. એ પણ સ્પષ્ટ છે કે તેઓએ કોઈ પણ ક્ષણે હિંદુઓને સામેથી કોઈના પર પણ હુમલો કરવાનું નથી કહ્યું. તેઓએ માત્ર એટલું જ કહ્યું છે કે જયારે કોઈ તેમના દરવાજે આવે બદઇરાદા સાથે ત્યારે પોતાની અને પરિવારના મહિલાઓની રક્ષા માટે જ હથિયાર ઉઠાવો.

  તો આવામાં આ ડાબેરી ઉદારવાદીઓ આને મુસ્લિમ નરસંહાર સાથે કેમ જોડી રહ્યા હશે તેના કારણ તો અસ્પષ્ટ છે. પરંતુ દેખીતી રીતે શક્યતાઓ બે દેખાઈ રહી છે.

  1. જ્યાં મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ નથી, જ્યાં કોઈના પર હુમલો કરવાની કોઈ વાત નથી કરાઈ, તેવી જગ્યાએ મુસ્લિમ નરસંહારના રોદણાં રડીને તેઓ ખરેખર તો મુસ્લિમ સમાજને ઉશ્કેરવા માંગે છે.
  2. સાધ્વી જયારે કહે છે કે ‘કોઈ બદઈરાદાથી તમારા દરવાજે આવે’ અને ‘કોઈ દુષ્ટ તમારી દીકરીઓ સાથે જેહાદ કરે’ ત્યારે… ત્યાં મુસ્લિમ નરસંહારનો ઉલ્લેખ કરીને ખરેખર તો આ ડાબેરી ઉદારવાદીઓ મુસ્લિમોને જ આ ‘બદઇરાદા વાળા’ અને ‘હિન્દૂ મહિલાઓ સાથે જેહાદ’ કરતા સાબિત કરે છે.

  હવે જોવાની વાત એ છે કે શું આ ડાબેરી ઉદારવાદીઓને પોતાની ભૂલ સમજાય છે અને તેઓ આટલેથી પાછા વળે છે કે નહિ. સાથે જ એ પણ જોવા જેવું છે કે શું મુસ્લિમ સમાજ આ લોકોને ઓળખી શકશે જે કોઈ કારણ વગર તેમને આગળ કરીને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં