હોમપેજદેશનાશિક TCS કેસમાં શરૂઆતમાં મૌન રહી લેફ્ટ-લિબરલ ગેંગ, ચર્ચા થવા માંડી તો...

નાશિક TCS કેસમાં શરૂઆતમાં મૌન રહી લેફ્ટ-લિબરલ ગેંગ, ચર્ચા થવા માંડી તો જેહાદીઓના બચાવમાં ઉતરી આવી

યૌન શોષણ જેવા ગંભીર અપરાધ કરનારાઓનો વિરોધ કરવાને બદલે આખી ઘટનાને એવી રીતે રજૂ કરવી કે જાણે મુસ્લિમો પોતે જ 'પીડિત' હોય.

- Advertisement -

મહારાષ્ટ્રના નાશિક ખાતેના ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના (TCS) BPO યુનિટમાં ચારેક વર્ષથી ચાલતા હિંદુઓના ધર્માંતરણ અને યૌન ઉત્પીડન રેકેટનો પર્દાફાશ થયો ત્યારથી આ મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. દેશમાં હિંદુ મહિલાઓને ષડ્યંત્ર રચીને ‘લવ ટ્રેપ’માં ફસાવીને ધર્માંતરણ માટે કઈ રીતે મજબૂર કરવામાં આવે છે– એ બાબતનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે. શરૂઆતમાં તો આ મુદ્દો મીડિયામાં પણ બહુ ન ચર્ચાયો, પરંતુ સોશિયલ મીડિયાના કારણે હવે મીડિયા કોઈ વિષયને સ્પર્શ ન કરે તેનાથી તે દબાઈ જતો નથી. પછીથી દર્શકોનું વલણ જોઈને મીડિયાએ પણ ઝંપલાવવું પડે છે. એટલે હવે તો ઘટનાઓનું રિપોર્ટિંગ થવા માંડ્યું છે. બીજી તરફ લેફ્ટ-લિબરલ ગેંગે દર વખતની જેમ મુસ્લિમ આરોપીઓનો બચાવ કરવાનું, ગુનાઓને વ્હાઇટવૉશ કરવાનું કામ શરૂ કરી દીધું છે.

મહારાષ્ટ્રમાં TCS નાશિક ખાતે BPOમાં 2021થી ચાલી રહેલા ધર્માંતરણ અને યૌન શોષણનો ખુલાસો થતાં સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ ઘટના એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે ષડયંત્ર રચીને હિંદુ મહિલાઓને ‘લવ ટ્રેપ’માં ફસાવી ધર્માંતરણ માટે મજબૂર કરવામાં આવે છે. જોકે હવે લેફ્ટ-લિબરલ ગેંગ આ મુસ્લિમ આરોપીઓના બચાવમાં આવી રહી છે.

પહેલાં તો વામપંથી લિબરલ મીડિયા જાણે સાવ મૌન થઈ ગયું હતું અને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે બચાવ માટે મુસ્લિમ ટીમ લીડરો દ્વારા કરવામાં આવેલા યૌન શોષણને ‘રિલેશનશિપ’નું નામ આપવામાં આવી રહ્યું છે. સાથે જ ‘મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે’ તેવું કહીને આ ઘટનાની ગંભીરતાને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

આ કેસમાં 9 FIR નોંધાયા બાદ દાનિશ શેખ, તૌસીફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, આસિફ અન્સારી, શફી શેખ, અશ્વિની ચૈનાની સાથે-સાથે એચઆર (HR) નિદા ખાનની ધરપકડ કરવામાં આવી છે. નિદા ખાને જ હિંદુ યુવતીઓની ભરતી કરવામાં મદદ કરી હતી. તેમને બુરખા, હિજાબ અને ઇસ્લામિક રીત-રિવાજો અપનાવવા માટે મજબૂર કરી અને પછીથી જાણીજોઈને તેમના યૌન શોષણની ફરિયાદોને દબાવી દીધી હતી.

આનાથી ખ્યાલ આવે છે કે ઇસ્લામિક કટ્ટરપંથીઓ કંપનીમાં હિંદુ છોકરીઓને ફસાવવા માટે કઈ હદ સુધી સક્રિય હતા. છતાં આરોપીઓ મુસ્લિમ હોવાના કારણે એક ઇકોસિસ્ટમ ફરીથી સક્રિય થઈ ગઈ છે અને તેમનો પ્રયાસ છે કે કોઈ પણ રીતે આ ગુનાની ગંભીરતા ઓછી કરી શકાય.

રાજદીપ સરદેસાઈનું કહેવું છે કે ન્યાય તથ્યોના આધારે થવો જોઈએ, એજન્ડાના આધારે નહીં. પણ અહીં મુસ્લિમ કટ્ટરપંથીઓને ‘નિર્દોષ’ બતાવવાનો એજન્ડા તો એ લોકો જ ચલાવી રહ્યા છે. તપાસ પારદર્શક અને નિષ્પક્ષ હોય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં એક આરોપીની પત્નીના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ કરનારાઓ અને આરોપી દાનિશ શેખના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી, તેથી આ મામલો સામે આવ્યો. આ ‘રિલેશનશિપ’નો મામલો હતો. એવું પણ કહેવામાં આવ્યું કે ‘તમામ કેસોને એકસાથે જોડી દેવામાં આવ્યા છે.’

તપાસમાં સામે આવ્યું છે કે આ એક નહીં પણ અનેક મામલા છે, જે 2021થી ચાલી રહ્યા છે. મજબૂર હિંદુ યુવતીઓને નોકરી આપીને તેમનો ફાયદો ઉઠાવવો, યૌન ઉત્પીડન કરવું અને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવું– આ એક સમાન પેટર્ન છે. આમાં સામેલ તમામ મુસ્લિમ ટીમ લીડરો છે, જેઓ સરળતાથી પોતાની ટીમની યુવતીઓનું ઉત્પીડન કરી રહ્યા હતા. એટલું જ નહીં, જે યુવતીઓએ હિંમત કરીને HR સુધી પોતાની ફરિયાદ નોંધાવી તેના પર નિદા ખાને કોઈ કાર્યવાહી થવા જ ન દીધી અને મામલાને દબાવી દીધો.

આવી બાબતોનો બચાવ કરવો અત્યંત શરમજનક છે. હાલમાં SIT તપાસ કરી રહી છે અને તેમાં તમામ બાબતો સામે પણ આવી જશે. વાસ્તવમાં જ્યાં મુસ્લિમો સામેલ હોય છે ત્યાં વામપંથી ઇસ્લામી કટ્ટરપંથીઓ તેમના બચાવમાં આવી જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે આ ટોળકીએ આતંકવાદીઓને પણ સાચા ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. મુસ્લિમો પર લાગેલા દરેક આરોપ પર પડદો નાખીને તેને ઓછો આંકવાનો તેઓ સતત પ્રયાસ કરતા રહ્યા છે.

ઇસ્લામી-વામપંથી જૂથ એકજૂથ થઈને હિંદુ પીડિતોની પીડાને ઓછી આંકવાનો અને જેહાદીઓને બચાવવાનો પ્રયાસ કરે છે. હિંદુઓ વિરુદ્ધ પ્રોપગેન્ડા ચલાવનાર મીડિયા આઉટલેટ ‘ધ વાયર’એ પહેલાં TCS નાશિક કાંડ પર મૌન ધારણ કરી લીધું. ‘ધ ક્વિન્ટ’ અને ‘સ્ક્રોલ’ વગેરેએ પણ આવું જ કર્યું.

ઇસ્લામી ઓળખ બતાવી ‘પીડિત’ દર્શાવવાનો પ્રયાસ

પરંતુ ઇસ્લામી કટ્ટરપંથી પ્રોપગેન્ડા બાજ અરફા ખાનમ શેરવાનીએ તરત જ આરોપીઓની ઇસ્લામી ઓળખનો આશરો લઈને તેમને ‘પીડિત’ ગણાવવામાં જરાય વાર ન કરી. તેણે કહ્યું કે કેટલાક પસંદગીના લોકોને (મુસ્લિમો) માંડ નોકરી મળે છે, તેમને પણ હવે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં આ પ્રવૃત્તિ ઇસ્લામી-વામપંથી ઇકોસિસ્ટમની ઓળખ બની ગઈ છે. આ લોકો અપરાધનું વિશ્લેષણ મજહબના આધારે કરે છે. મજહબના આધારે નક્કી કરવામાં આવે છે કે ‘અપરાધ’ની નિંદા કરવી જોઈએ કે તેને ઓછો આંકવો જોઈએ.

અરફા ખાનમે પીડિત હિંદુ મહિલાઓ વિશે બોલવું પણ જરૂરી ન સમજ્યું, પરંતુ એમ કહી દીધું કે મુસ્લિમો વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેનું કહેવું છે કે, ‘આ બહુમતીવાદી વ્યવસ્થામાં જે ગણ્યા-ગાંઠ્યા લોકોને નોકરીઓ મળી છે તેમને પણ બેરોજગાર બનાવી દેવામાં આવશે.’

લિબરલ વામપંથીઓના ફેવરિટ ફે ડિસૂઝાએ ઘણા દિવસો સુધી આ બાબતે મૌન ધારણ કરી લીધું. પરંતુ જ્યારે લખ્યું ત્યારે તેમાં કોઈ ‘ગંભીરતા’ નહોતી. તેમનું પૂરેપૂરું ધ્યાન આરોપીઓના નામ છુપાવવામાં લાગેલું રહ્યું. પીડિત હિંદુ મહિલાઓની ગરિમા અને તેમની સુરક્ષા તેમના માટે કોઈ મહત્વ ધરાવતી નથી.

અપરાધીઓને બચાવવાનો પ્રયાસ

નસરીન ખાનને આ આખી ઘટના હિંદુઓ દ્વારા મુસ્લિમ આરોપીઓ પ્રત્યેની ‘ઈર્ષ્યા’ લાગી. તેણે 5 વર્ષથી વધુ સમયથી અનેક મહિલાઓ સાથે થઈ રહેલા યૌન શોષણને અફવા ગણાવી દીધું. ‘સી ગ્રેડ’ની ફિલ્મી વાર્તાની જેમ તેણે જણાવ્યું કે, ‘TCSમાં કામ કરતા કેટલાક મુસ્લિમ યુવકોએ પોતાની સખત મહેનતથી ખૂબ મોટી સફળતા મેળવી હતી. કંપનીમાં આગળ વધી રહેલા આ સ્માર્ટ મુસ્લિમ યુવકોના પોતાની જુનિયર હિંદુ મહિલા સહકર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. આ વાત કંપનીના કેટલાક હિંદુ યુવકોને ગમી નહીં અને તેઓ તેમની પ્રગતિથી ઈર્ષ્યા કરવા લાગ્યા.’

સાથે એવું પણ કહી દીધું કે TCSનું વાતાવરણ સારું હતું, કારણ કે ત્યાં રમઝાનનું પણ સન્માન કરવામાં આવતું હતું. તે એમ પણ કહી રહી છે કે હિંદુઓને નિદા ખાનથી ચીડ હતી કારણ કે તે મુસ્લિમ હતી. ત્યારબાદ VHP અને બજરંગ દળનું નામ લેતાં તેણે મુસ્લિમ HR યુવતીને ફસાવવાનો આરોપ લગાવી દીધો.

આ સિવાય એક ટેટૂ આર્ટિસ્ટ ઇસ્લામની જાણકાર બનીને અપરાધીઓને બચાવવાનો પ્રયાસ કરે છે. શ્યામલીએ એમ કહ્યું કે ‘બળજબરીથી મજહબ બદલાવવાથી તેમને આખરે શું ફાયદો થાય છે?’ સાથે જ એવી દલીલ પણ આપી દીધી કે ઇસ્લામમાં મજહબ બાબતે કોઈ બળજબરી નથી.

તેણે સવાલ ઉઠાવ્યો કે એ કેવી રીતે શક્ય છે કે અપરાધીઓ તેમના પર નમાજ પઢવાનું દબાણ કરે, જ્યારે તે સમયે તેઓ પોતે જ નમાજ પઢતા હોય. સાથે એવો તર્ક પણ આપ્યો છે કે બીફ (ગૌમાંસ) ખાવાથી કોઈ મુસ્લિમ નથી બની જતું અને ન તો તે હિંદુ ધર્મની બહાર થઈ જાય છે.

ઇસ્લામની આ જાણકારને ન તો ભારતનો ઇતિહાસ ખબર છે અને ન તો ભારતમાં આતંકી ઘટનાઓ પાછળનું કારણ જાણવામાં રસ છે. ભારતનો ઇતિહાસ ઇસ્લામિક આક્રમણખોરોના અત્યાચારોથી ભરેલો છે. ‘ઇસ્લામિક જેહાદ’નો નારો બુલંદ કરનારા ‘ઇસ્લામિક સ્ટેટ’, ‘જૈશ-એ-મોહમ્મદ’ અને ‘લશ્કર-એ-તૈયબા’ જેવાં ખૂંખાર આતંકી સંગઠનો મુસ્લિમ કટ્ટરપંથીઓની દેન છે.

નિર્દોષોના લોહીથી આ લોકોના હાથ રંગાયેલા છે. આતંકવાદ ફેલાવવા માટે આ લોકો ઇસ્લામનો ઉપયોગ કરી રહ્યા છે. બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં હિંદુઓ સાથે થતા અત્યાચારો તેમને દેખાતા નથી. આ દેશોમાં હિંદુઓની ઘટતી જતી વસ્તી, બળજબરીથી ધર્માંતરણ, માસૂમ છોકરીઓને ઉપાડી જઈને બળજબરીથી મજહબ પરિવર્તન કરાવી નિકાહ કરી લેવા– આ બધું તેમને નથી દેખાતું. પ્રશ્ન એ છે કે જો ‘ઇસ્લામ’માં આ બધું કરવું ખોટું છે તો ઇસ્લામિક દેશોમાં આવી ઘટનાઓ બને છે કેવી રીતે?

ખોખલી દલીલો અને પોતાની જાતને ‘પીડિત’ બતાવવાનો પ્રયાસ ફહીમ ખાને પણ પોતાની પોસ્ટમાં કર્યો છે. 5 વર્ષથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ક્ષેત્રે કામ કરી રહેલા ફહીમ ખાનનું કહેવું છે કે આઈટી ક્ષેત્રમાં કામ કરી રહેલા ‘મુસ્લિમ’ સૌથી વધુ શિસ્તબદ્ધ અને મહેનતુ હોય છે. તેઓ દબાણ હેઠળ પણ શાંત રહીને સારું કામ કરે છે. તેઓ માત્ર નમાજ પઢવા માટે સમય અને જગ્યા ઈચ્છે છે અને જો કામનું ભારણ વધારે હોય તો મોડે સુધી રોકાઈને કામ પૂરું કર્યા પછી જ જાય છે.

તેમણે વાર્તા બનાવીને મુસ્લિમ કર્મચારીઓને ‘ધ બેસ્ટ’ બતાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમને એ સમજાતું નથી કે કોઈ મજહબ મહેનતુ કે શિસ્તબદ્ધ નથી બનાવતો. આ વ્યક્તિગત ગુણો હોય છે. જો એવું હોત તો ઇસ્લામિક દેશો ગુના અને અરાજકતામુક્ત હોત.

મહિલા પોલીસના ઘટસ્ફોટ પણ વિરોધ

ભૂતપૂર્વ પત્રકાર ઇરેના અકબરે ઘટનાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. સાથે જ આ મામલાનો પર્દાફાશ કરવા માટે ગુપ્ત રીતે કંપનીમાં ગયેલી મહિલા પોલીસકર્મીઓની પણ ટીકા કરી અને તેમનો મજાક ઉડાવતા કહ્યું કે તેમનું ધ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર હોવું જોઈએ, નહીં કે ખાનગી ઑફિસોની વાતચીત સાંભળવા પર.

વધુ એક નિવેદનમાં આરોપીઓનો બચાવ કરતાં એવો દાવો કરાયો છે કે ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવે છે, જે તર્ક અત્યંત વાહિયાત છે. ભારત જેવા દેશમાં જ્યાં દાયકાઓથી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ રહી છે, શાહબાનો કેસ જેવી ઐતિહાસિક ઘટનાઓ બની છે અને વક્ફ બોર્ડ જેવી સંસ્થાઓ પાસે અઢળક સંપત્તિ છે, ત્યાં આવા ભેદભાવના આરોપો પાયાવિહોણા લાગે. યૌન શોષણ જેવા ગંભીર અપરાધના આરોપીઓને સજા અપાવવાને બદલે તેમને ‘પીડિત’ તરીકે રજૂ કરવાના આ પ્રયાસો સત્યને દબાવનારા છે.

યૌન શોષણ જેવા ગંભીર અપરાધ કરનારાઓનો વિરોધ કરવાને બદલે આખી ઘટનાને એવી રીતે રજૂ કરવી કે જાણે મુસ્લિમો પોતે જ ‘પીડિત’ હોય, તેવા પ્રયાસોએ આ પ્રોપેગેન્ડા ચલાવનારા લોકોની સાચી માનસિકતા અને અસલિયત ખુલ્લી પાડી દીધી છે.

ઇસ્લામી-વામપંથીઓ હંમેશા અપરાધો અને અપરાધીઓ વિરુદ્ધ બોલતાં પહેલાં તેમનો મજહબ જુએ છે. તેઓ હિંદુઓ સાથે જોડાયેલી દરેક નાની-મોટી ઘટનાની જોરશોરથી નિંદા કરે છે. અનેક કિસ્સાઓમાં તો સમગ્ર હિંદુ સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તે માટે મનઘડત રસ્તાઓ શોધી કાઢવામાં આવે છે, પરંતુ જો ભૂલેચૂકે મામલો ઇસ્લામી કટ્ટરપંથ સાથે જોડાયેલો હોય તો તેઓ મોઢું છુપાવવા લાગે છે. આનું સૌથી તાજું ઉદાહરણ દિલ્હીમાં 28 વર્ષના તરુણ કુમારની હત્યાનું છે, જેનો કટ્ટરપંથીઓએ મારી-મારીને જીવ લઈ લીધો હતો. આખો મામલો સામે આવ્યા પછી તેઓ મૃતકનું જ ચારિત્ર્યહનન કરવાનો પ્રયાસ કરવા લાગ્યા.

TCS મામલે પણ ઇસ્લામી-વામપંથી પ્રોપગેન્ડાખોરોની કરતૂત એ જ છે. જો અપરાધી મુસ્લિમ નીકળે તો તેને પીડિત દર્શાવો અને સમાજને ‘મુસ્લિમ વિરોધી’ સાબિત કરવાનો પ્રયાસ કરવાનો, ભલે પછી આમાં અનેક પીડિત મહિલાઓની ડૂસકાંઓ દબાઈ જાય, તેમનું જીવન બરબાદ થઈ જાય અને તેઓ ન્યાયની ભીખ માંગતા-માગતા આખી જિંદગી વિતાવી દે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં