ભારતના કોઈ પણ શહેરમાં પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું ઉત્પાત મચાવે, હિંસા આચરે કે શાંતિપૂર્ણ યાત્રા લઈને જતા, પ્રદર્શનો કરતા હિંદુઓ પર હુમલો કરી દે ત્યારપછી ઈન્ટરનેટ પર બેઠેલા ડિજિટલ જેહાદીઓ પોતાનું કામ ચાલુ કરી દે છે. આ ગ્રાઉન્ડ પરના જેહાદીઓને રક્ષણ પૂરું પાડવાનું, સુરક્ષા કવચ પૂરું પાડવાનું અને નરેટિવ એવો ગોઠવવાનું, કે આ બધા તો નિર્દોષો છે, તેમનો કોઈ વાંક નથી અને હિંસા માટે જવાબદાર બીજા છે. આ બધા બચારાઓ તો સ્વરક્ષણ માટે રસ્તા પર ઉતર્યા હતા. (એ પણ હથિયારો લઈને.)
નાગપુરમાં બે દિવસ પહેલાં હિંસા થઈ. ઘટના શું છે? મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી ઘણા સમયથી થઈ રહી છે. હમણાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે એલાન કર્યું કે કાં સરકાર આ કબર હટાવી દે અથવા તો તેઓ કારસેવા કરશે. આ જ ઉપક્રમમાં નાગપુરમાં હિંદુ સંગઠનોએ શાંતિપૂર્ણ દેખાવો કર્યા. આ દરમિયાન અફવા એવી ફેલાવી દેવામાં આવી કે તેઓ કુરાનની પ્રત બાળી રહ્યા છે, અને પહેલેથી તૈયાર બેઠેલું ટોળું કામે વળગી ગયું.
હથિયારો લઈને રસ્તા પર ઉત્પાત મચાવવા નીકળતાં ટોળાં ક્યારે આ વાત સાચી છે કે ખોટી, તેના પુરાવા શું છે તે બધી વિગતોમાં પડતાં નથી, તેમને માત્ર અરાજકતા સર્જવામાં અને હિંસા આચરીને ‘શક્તિપ્રદર્શન’ કરવામાં રસ હોય છે. નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કેન્દ્ર ગણાય. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ નાગપુરના. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ. આ સંજોગોમાં અહીં ‘શક્તિપ્રદર્શન’ કરવા માટે માત્ર બહાનું જોઈતું હતું, તે મળી ગયું.
મુસ્લિમોનાં ટોળાંએ રસ્તા પર ઉતરીને ભયંકર હિંસા આચરી. સોશિયલ મીડિયામાં અનેક વિડીયો ફરી રહ્યા છે. ‘નારા એ તકબીર અલ્લાહુ અકબર’ અને ‘લબ્બૈક યા રસૂલલ્લાહ’ના નારા લગાવતી ઇસ્લામીઓની ભીડ રસ્તા પર હથિયારો લઈને જતી જોવા મળે છે. પોલીસ પર પથ્થરમારો કરતી જોવા મળે છે. વાહનોમાં તોડફોડ કરતી જોવા મળે છે અને આગ ચાંપતી પણ દેખાય છે. પ્રશ્ન એ પણ છે કે અફવા ફેલાઈ અને તરત ટોળું કઈ રીતે રસ્તા પર ઉતરી પડ્યું? કઈ રીતે તાત્કાલિક તેમને હથિયારો મળી ગયાં, કઈ રીતે પથ્થરો એકઠા થઈ ગયા? પ્રશ્ન આ બધા પૂછાવા જોઈએ, પણ લિબરલો શું કરી રહ્યા છે?
MORE VISUALS COMING IN FROM THE LOCATION
— Siddhant Anand (@JournoSiddhant) March 17, 2025
l #Mahal l #Nagpur l #Maharashtra l https://t.co/fM5qKOYBG8 pic.twitter.com/5jAKkep4eo
ઇકોસિસ્ટમના સેક્યુલર-લિબરલો કહી રહ્યા છે કે આ બધું થયું ફિલ્મ ‘છાવા’ના કારણે. કોઈ કહે છે કે ભાજપના નેતાઓ અને મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓએ ‘ભડકાઉ’ નિવેદનો આપ્યાં એટલે હિંસા ભડકી. કોઈ દેખાવો કરનારાં હિંદુ સંગઠનોને જવાબદાર ઠેરવી રહ્યું છે. તેઓ ઉપરથી લઈને નીચે સુધી તમામને જવાબદાર ઠેરવશે, પણ ખરેખર જે કટ્ટરપંથી મુસ્લિમોએ રસ્તા પર ઉતરીને હિંસા આચરી છે તેમની વિરુદ્ધ એક અક્ષર તો નહીં બોલે પણ ઉપરથી રક્ષણ પૂરું પાડશે.
સામાન્ય બુદ્ધિનો છાંટો પણ હોય તેઓ એ વાત ક્યારેય માને નહીં કે ફિલ્મના કારણે આ બધું થયું છે. શું આ ફિલ્મમાં ક્યાંય ઇસ્લામ વિશે કંઈ અપમાનજનક કહેવામાં આવ્યું છે? ક્યાંય મઝહબનાં પાત્રો-પ્રતીકોનું અપમાન થયું છે? ના. શું તેમાં ઐતિહાસિક તથ્યોને તોડી-મરોડીને દર્શાવવાં આવ્યાં છે? ના. તેમાં મરાઠાઓએ કઈ રીતે મુઘલ સેના સામે લડત આપી હતી અને અંતે ઔરંગઝેબ નામના રાક્ષસે કઈ રીતે સંભાજી મહારાજ સાથે ક્રૂરતા આચરી હતી તેનો જ ચિતાર છે.
પ્રશ્ન એ છે કે કોઈ સાર્વભૌમિક દેશમાં, એક સ્વમાની સંસ્કૃતિમાં કોઈ ક્રૂર આક્રાંતાને સ્થાન કઈ રીતે હોય? જેણે લાખો હિંદુઓ પર અત્યાચાર કર્યો, નરસંહાર કર્યો, તેમનાં મંદિરો તોડ્યાં, તેમને નષ્ટ કરી દેવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા તેનું મહિમામંડન શા માટે હોય? તેની કબર હટાવવાની જો માંગણી થતી હોય તો તેમાં ઉશ્કેરાય જવાની જરૂર કેમ પડે? પરંતુ કડવી હકીકત એ જ છે કે એક વર્ગ ઔરંગઝેબનું મહિમામંડન જ માત્ર એટલા માટે કરે છે, કારણ કે તેણે હિંદુઓ પર અત્યાચાર કર્યો હતો.
ઈન્ટરનેટ પર આંટો મારતા એવા મૂરખાઓ મળી જશે જેઓ આમાં હિંદુ સંગઠનોને જવાબદાર ઠેરવી રહ્યા છે. જ્યારે હિંસા આચરનારા આ સંગઠનના માણસો નથી. તેઓ માત્ર શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હતા. હુમલો એક અફવાથી દોરાયેલા સમુદાય વિશેષના ટોળાએ કર્યો હતો. છતાં દોષ સંગઠનોને આપવામાં આવી રહ્યો છે. એક તરફ આ શાંતિપૂર્ણ પ્રદર્શનો ઇકોસિસ્ટમને આંખમાં કણાની જેમ ખટકે છે અને બીજી તરફ ઇસ્લામી ભીડ શહેરોમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવતી જતી જોવા મળે તોપણ તેઓ મોઢું રેતીમાં ઘાલીને ઊંઘી જાય છે.
આ બધાનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે દોષ હિંદુઓ પર નાખી દેવામાં આવે. આ એક સુવ્યવસ્થિત એજન્ડાના ભાગરૂપે, એક સમાન પેટર્નમાં થતું કાર્ય છે. 2020માં દિલ્હીમાં હિંદુવિરોધી રમખાણો થયાં તો કપિલ મિશ્રા પર દોષ નાખવામાં આવ્યો. નૂપુર શર્મા વિરુદ્ધ કટ્ટર ઇસ્લામીઓ પડ્યા અને તેમના સમર્થનમાં ઊભા રહેનારાઓને રહેંસી નાખવામાં આવ્યા ત્યારે પણ દોષ નૂપુર પર નાખી દેવામાં આવ્યો. હિંદુઓ શાંતિપૂર્ણ રીતે યાત્રા લઈને નીકળ્યા હોય અને મુસ્લિમ ટોળું હુમલો કરી દે તોપણ કહેવામાં આવે છે કે હિંદુઓ યાત્રા લઈને શું કામ ગયા હતા? હવે એક ફિલ્મને દોષી સાબિત કરવામાં આવી રહી છે.
આ બધાં કાવતરાં કરીને અંતે હિંદુઓને દોષી સાબિત કરી દેવામાં આવે છે અને ખરેખર રસ્તા પર ઉતરીને ઉત્પાત મચાવતા ટોળાને ક્લિનચિટ આપી દેવામાં આવે છે. આ વર્ષોથી ચાલતું આવે છે, ભવિષ્યમાં પણ થશે. આપણે આંખ-કાન ખુલ્લાં રાખીને જોતા રહીએ, સાંભળતા રહીએ અને નીરક્ષીર વિવેક દાખવીને નક્કી કરીએ કે આમાં મૂળ એજન્ડા શું છે. આ કામ અઘરું નથી.