દરગાહના મોટા વાસણમાં બનેલા ‘રાઈસ’ અને ચર્ચમાં પીરસવામાં આવતા ‘રેડ વાઇન’ ઘણીવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચે છે, પરંતુ શું તમને ક્યારેય હિંદુ મંદિરો અને સંતો દ્વારા ચલાવાતા ભંડારા વિશે સાંભળવા મળે છે? જો હા, તો શું તમે આ ભંડારાઓનું મહત્વ સમજો છો કે તમારા માટે ‘ભૂખ્યાનું પેટ ભરવા’નો અર્થ ફક્ત ‘ફીડ ધ હંગ્રી’ સમજવા પૂરતો મર્યાદિત છે? આ આખો લેખ વાંચશો તો તમને તેનો સાચો અર્થ સમજાશે.
તાજેતરમાં મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં 252 કરોડના ખર્ચે 2.37 લાખ ચોરસ ફૂટમાં બનનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા અને તેમણે અહીં આપણા ધાર્મિક સ્થળો વિશે જે કહ્યું તે સાંભળવા અને સમજવા યોગ્ય છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું – “આજકાલ નેતાઓનું એક જૂથ ધર્મની મજાક ઉડાવવામાં અને લોકોને વિભાજીત કરવામાં વ્યસ્ત છે. તેઓ એવા લોકો છે જે હિંદુઓની શ્રદ્ધાને ધિક્કારે છે. તેઓ આપણી માન્યતાઓ, સંસ્કૃતિ અને મંદિરો પર પ્રહારો કરે છે અને આપણા તહેવારો અને પરંપરાઓ માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે… આપણાં મંદિરો પૂજા કેન્દ્રો હોવા ઉપરાંત સામાજિક ચેતનાનાં કેન્દ્રો પણ રહ્યાં છે. આપણા ઋષિમુનિઓએ આપણને આયુર્વેદ અને યોગનું વિજ્ઞાન આપ્યું છે… બીજાઓની સેવા કરવી અને તેમના દુઃખ દૂર કરવા એ જ ધર્મ છે.”
🚨 PM Modi's BIG ATTACK on Anti-Nationals – praises Baba Bageshwar 🔥
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 23, 2025
"Those who mock religion, ridicule it, & work to divide people are often supported by 'Foreign' forces."
"People who have fallen into the mentality of slavery keep attacking our faith, beliefs & temples, our… pic.twitter.com/nJVSEPTKpi
આ કાર્યક્રમમાં વડાપ્રધાને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ‘તેમના નાના ભાઈ’ કહ્યા અને કહ્યું- “મારા નાના ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને જાગૃત કરતા રહે છે. એકતાનો મંત્ર પણ આપે છે. હવે તેમણે બીજી પ્રતિજ્ઞા લીધી છે – આ કેન્સર હોસ્પિટલ બનાવવાની જવાબદારી. એટલે કે હવે બાગેશ્વર ધામમાં ભજન, ભોજન અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળશે. આ કાર્ય માટે હું ધીરેન્દ્ર શાસ્ત્રીને અભિનંદન આપું છું.”
બાગેશ્વર ધામ હોસ્પિટલની ચર્ચા
આ શુભ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે સમગ્ર દેશનું ધ્યાન બાગેશ્વર ધામમાં ખુલેલી કેન્સર હોસ્પિટલ તરફ ગયું. મીડિયામાં દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી હતી. સોશિયલ મીડિયા પર ‘કટ્ટરપંથી ધાર્મિક નેતા’ તરીકે રજૂ થનારા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની આ પહેલની દરેક સમુદાયે પ્રશંસા કરી હતી… પરંતુ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કે કોઈ હિંદુ સંસ્થા દ્વારા સમાજના કલ્યાણ માટે લેવામાં આવેલું આ પહેલું પગલું નથી.
ઘણા દાયકાઓથી હિંદુ સંસ્થાઓ આરોગ્ય, શિક્ષણ અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે, પરંતુ તેમને ક્યારેય તે નામ અને સન્માન મળ્યું નથી જેના તેઓ હકદાર હતા. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે ઘણા સમયથી ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનું આયોજન કરી રહ્યા છે, પરંતુ તેમના કાર્યની ચર્ચા ત્યારે જ થઈ રહી છે જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ ત્યાં હાજર છે, જેમની નજરમાં આ કાર્ય પુણ્યનું છે ન કે કોઈ પ્રોપેગેન્ડા.”
બાગેશ્વર ધામ જેવા ઘણાં ધાર્મિક સ્થળો છે અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા ઘણા સંતો છે, જેમણે સમય સમય પર સમાજ માટે ત્યારે આવા પરોપકારી પગલાં લીધા છે. ઘણાં ઉદાહરણો છે, પણ ચાલો અહીં થોડાકની ચર્ચા કરીએ…
પરોપકારમાં રોકાયેલા હિંદુ મંદિરો
તમે પટનાના મહાવીર મંદિર વિશે સાંભળ્યું જ હશે. 1720માં બંધાયેલું મહાવીર મંદિર, કોણ જાણે કેટલા વર્ષોથી દરરોજ ૩૦૦૦-૪૦૦૦ લોકોને ભોજન કરાવે છે. મંદિર તરફથી રામ રસોઈ અને સીતા રસોઈ ચલાવવામાં આવે છે, જે દરેક ભક્તને ખવડાવવા માટે 10-10 પ્રકારની વાનગીઓ તૈયાર કરે છે. આ ઉપરાંત આ મંદિરમાંથી જ ત્રણ હોસ્પિટલોના દર્દીઓને દિવસમાં ત્રણ વખત મફત ભોજન પહોંચાડવામાં આવે છે.
તેવી જ રીતે, ગોરખનાથ મંદિર. અહીંના મહંત યુપીના CM યોગી આદિત્યનાથ પોતે છે. આ મંદિર દ્દ્વારા સ્થાપિત ગોરખનાથ ચિકિત્સાલય વિવિધ પ્રકારની તબીબી સેવાઓ પૂરી પાડે છે, જેમાં જનરલ OPD (આઉટપેશન્ટ વિભાગ), પેથોલોજી, બ્લડ બેંક, ડાયાલિસિસ વિભાગ અને વિવિધ વિશેષજ્ઞતાઓ જેવી કે કાર્ડિયોલોજી, ત્વચારોગ, બાળરોગ, મનોચિકિત્સા વગેરેનો સમાવેશ થાય છે. અહીં દર્દીઓની સારવાર માત્ર 30ની ફીમાં કરવામાં આવે છે, જે તેને આર્થિક રીતે સુલભ બનાવે છે.
મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર. આ મંદિર ટ્રસ્ટ ફક્ત ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ સામાજિક કાર્યમાં પણ સક્રિય છે. સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મફત કેન્સર હોસ્પિટલનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવાનો છે. અહીં દર્દીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ નિષ્ણાત ડોકટરોની એક ટીમ અહીં કામ કરે છે જે નવીન ટેક્નોલોજી અને સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમની પાસે એક ડાયાલિસિસ સેન્ટર પણ છે જે કિડનીની સમસ્યાઓને કારણે નિયમિત ડાયાલિસિસની જરૂર હોય તેવા દર્દીઓને જરૂરી સેવાઓ પૂરી પાડે છે.
ધાર્મિક સંગઠન હોવા છતાં ઇસ્કોન એ એવી સંસ્થાઓમાંની એક છે જે સામાજિક કાર્યમાં સક્રિયપણે યોગદાન આપે છે. ઇસ્કોન માત્ર જરૂરિયાતમંદ લોકો માટે ખોરાક વિતરણ કાર્યક્રમો ચલાવે છે એવું નથી, પરંતુ ઇસ્કોન સમયાંતરે તબીબી શિબિરો, આયુર્વેદિક સારવાર, આરોગ્ય તપાસ વગેરેનું પણ આયોજન કરે છે. આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય ભાગીદારી દર્શાવે છે. યુવાનોને નૈતિકતા અને જીવનના ઉદ્દેશ્યો વિશે પણ માહિતી આપે છે.
કોવિડકાળમાં મદદરૂપ રહ્યા હિંદુ મંદિરો
કોવિડ સમયગાળા દરમિયાન પણ હિંદુ મંદિરો જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવ્યાં અને સરકારનું કામ સરળ બનાવવા માટે તમામ પ્રયાસો કર્યા. કોવિડ સંક્રમિતોને મફતમાં ઓક્સિજન પૂરું પાડવાનું કામ મહાવીર મંદિરથી શરૂ થયું. મુંબઈના જૈન મંદિરે પોતાના મંદિરને કોવિડ સેન્ટરમાં રૂપાંતરિત કરી દીધું હતું. મહારાષ્ટ્રના સંત ગજાનન મંદિરમાં 500-500 બેડના આઇસોલેશન સેન્ટરો સ્થાપવામાં આવ્યા હતા. વારાણસીના કાશી મંદિરે લોકોને મફતમાં દવાઓનું વિતરણ કર્યું હતું. ઇસ્કોન મંદિરે સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને તેમના ઘરે મફતમાં ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. કોવિડના સમયમાં ઇન્દોરના રાધાસ્વામી સત્સંગ વ્યાસને બીજા સૌથી મોટા કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું.
જો આપણે નાણાકીય સહાયની વાત કરીએ તો હિંદુ મંદિરો પણ આમાં ક્યારેય પાછળ રહ્યાં નથી. ગુજરાતના સોમનાથ મંદિર અને અંબાજી મંદિરે કોવિડ સમયગાળાનો સામનો કરવા માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 1-1 કરોડનું દાન આપ્યું હતું. કોરોના દરમિયાન સિદ્ધિવિનાયક મંદિરે મહારાષ્ટ્ર સરકારને 10 કરોડની મદદ કરી હતી. શિરડી સાંઈ બાબા મંદિરે પણ મુખ્ય રાહત ભંડોળમાં 51 કરોડનું દાન આપવાનો નિર્ણય લીધો હતો. એ જ રીતે, ગોરખનાથ પીઠ અને કેટલીક સંબંધિત સંસ્થાઓ અને મહારાણા પ્રતાપ શિક્ષા પરિષદે પણ અત્યાર સુધીમાં ‘પીએમ કેર ફંડ’ અને ‘મુખ્યમંત્રી રાહત ફંડ’માં 51,00,000નું યોગદાન આપ્યું છે.
આ ઉપરાંત વિદેશમાં સ્થિત હિંદુ મંદિરોએ પણ સંકટ સમયે ન માત્ર તેમના દેશના લોકોને મદદ કરી, પરંતુ ભારતને મદદ કરવા માટે પણ આગળ આવ્યા હતા. થાઇલેન્ડના બેંગકોકમાં હિંદુ સમાજ મંદિરે ભારતને કોરોના વાયરસની બીજી લહેર સામે લડવામાં મદદ કરવા માટે સમર્થન એકત્રિત કર્યું હતું. જ્યોર્જિયાના બ્લૂમિંગડેલમાં શ્રી રાધેશ્યામ મંદિર સહિત અમેરિકાના અનેક હિંદુ મંદિરોએ અમદાવાદ, ભારતમાં SGVP હોલિસ્ટિક હોસ્પિટલને તબીબી સહાય પહોંચાડવા માટે ભંડોળ એકત્ર કર્યું. લંડનના BAPS સ્વામિનારાયણ મંદિરે પણ ભારત માટે $830,000ની ધનરાશિ એકત્ર કરી હતી.
હિંદુ સંતો કરે છે નિઃસ્વાર્થ સેવા
રસપ્રદ વાત એ છે કે હિંદુ મંદિરો, સંગઠનો અને સંસ્થાઓએ આ બધાં કાર્યો કોઈ છુપાયેલા હેતુ વિના કર્યા. તેમણે ક્યારેય કોઈ લાલચ આપીને કે પોતાનો પ્રચાર કરીને એ નથી દર્શાવ્યું કે તેઓ વિશ્વના કલ્યાણ માટે શું કરી રહ્યા છે. બાગેશ્વર ધામમાં બનેલી કેન્સર હોસ્પિટલ એ બીજું એક મોટું ઉદાહરણ છે જે હિંદુ સંતોના પ્રયાસોને ઉજાગર કરે છે જેને વામપંથીઓ હંમેશા દબાવવાનો પ્રયાસ કરતા આવ્યા છે.
જો વામપંથીઓને ક્યારેય કોઈ પણ દાન દેખાયું હોય તો એ છે ખ્રિસ્તી મિશનરીઓના કાર્યમાં. તેમણે મધર ટેરેસાને ‘મસીહ’ તરીકે પ્રમોટ કર્યાં, એ હકીકત જોયા વિના કે જેણે ભોપાલ દુર્ઘટનાનું સમર્થન કર્યું હોય, ઈમરજન્સીમાં આનંદ શોધ્યો, જેમણે શરૂ કરેલી સંસ્થાઓમાં છોકરીઓના શોષણના કેસ નોંધાતા રહ્યા, તે ‘મસીહ’ કેવી રીતે હોઈ શકે.
ખૂબ જ ચાલાકીપૂર્વક વામપંથીઓએ ટેરેસાને ‘મદર’નું બિરુદ આપ્યું, પરંતુ સાધ્વી ઋતંભરાની છબી કટ્ટર હિંદુ તરીકે ચીતરીને સીમિત કરી દીધી. વામપંથીઓએ ક્યારેય સાધ્વી ઋતંભરા જેવી સનાતની મહિલાઓ વિશે અને તે કેવી રીતે વાત્સલ્ય ગ્રામ દ્વારા અનાથ બાળકો અને ત્યજી દેવાયેલી મહિલાઓને રહેઠાણ, ખોરાક, આરોગ્ય અને શિક્ષણ પૂરું પાડે છે તે વિશે દુનિયાને જણાવવાનું જરૂરી માન્યું નહીં.
વામપંથીઓએ પાદરી બજિંદર જેવા લોકોને પ્રમોટ કર્યા, જે ખુલ્લેઆમ લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરવા આકર્ષિત કરે છે. વામપંથીઓએ અનિરુદ્ધ આચાર્ય મહારાજ જેવા લોકોની છબી ખરડવાનો પ્રયાસ કર્યો જે ગૌરી ગોપાલ આશ્રમમાં વૃદ્ધો માટે આશ્રમ ચલાવે છે અને રોજે રોજ કેટલાય લોકોને ભોજન કરાવે છે.
આમ જોવા જઈએ તો આવાં ઘણાં ઉદાહરણો મળશે, પરંતુ પહેલા આ શક્ય નહોતું. અગાઉ જે લોકો હિંદુ ધર્મ વિશે વાત કરતા અને તેનો પ્રચાર-પ્રસાર કરતા હતા તેઓ કટ્ટરપંથી ધાર્મિક નેતાઓ માનવામાં આવતા હતા અને ઝાકિર નાઈક જેવા લોકોને શાંતિનો સંદેશ આપનારા માનવામાં આવતા હતા.
આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેથી ખબર હોવી જોઈએ કે હિંદુઓનાં તમામ ધાર્મિક સંગઠનો લોકોની જાતિ, ધર્મ, સંપ્રદાય કે વર્ગ જોયા વિના આ પરોપકાર કરે છે. તે ગરીબોના પેટ ભરવા તેમને પોતાના દરવાજે આવવાની રાહ નથી જોતા, કે પોતે ચલાવતા રસોડાઓ બતાવીને પ્રચાર નથી કરતા. તે લોકોને સારવારના વચન આપીને ધર્માંતરણ નથી કરાવતા, બેઘરોને આશ્રય આપતા પહેલાં તેમના ધર્મની તપાસ નથી કરતા, શિક્ષણના નામે ફક્ત શિક્ષણ આપે છે અને પોતાનું કોઈ મિશન નથી પૂર્ણ કરતા.