Sunday, September 8, 2024
More
    હોમપેજદેશહિંદુ ઉત્સવોમાં હિંદુઓની યાત્રા પર હુમલા થાય, મુસ્લિમ તહેવારોમાં પણ હિંદુઓ જ...

    હિંદુ ઉત્સવોમાં હિંદુઓની યાત્રા પર હુમલા થાય, મુસ્લિમ તહેવારોમાં પણ હિંદુઓ જ માર ખાય: ઈતિહાસ કહે છે- ‘અભાગિયા હિંદુઓ’ ભારતમાં જ બની રહ્યા છે પીડિત

    બહુસંખ્યક હિંદુઓ એટલા અભાગિયા છે કે, માર પણ ખાય છે અને 'હિંસક' હોવાનું પ્રમાણપત્ર પણ મેળવે છે. ખેર..હિંદુઓને હવે માર ખાવાની આદત પડી ગઈ છે. પરંતુ આવી નાની-નાની ઘટનાઓ પર આંખ આડા કાન કરવાથી કાશ્મીર અને બંગાળ જેવી સ્થિતિ ના સર્જાય તેનું વિશેષ ધ્યાન રાખવાની જવાબદારી પણ હિંદુઓના શિરે છે.

    - Advertisement -

    હિંદુ ધર્મ દેશ સહિત વિશ્વભરમાં શાંતિની કામના કરે છે. આપણાં પ્રાચીન સાહિત્યોની સાથે આપણાં મહાપુરુષોએ પણ હંમેશા ‘વિશ્વના કલ્યાણ’ની કામના કરી છે. મંદિરમાં પણ આપણે કોઈ ધર્મને નીચો કે ઊતરતી કક્ષાનો બતાવવા કરતાં ‘વિશ્વનું કલ્યાણ થજો’નો જયઘોષ કરીએ છીએ. હિંદુ ધર્મને સહિષ્ણુ અને પરોપકારી ગણવામાં આવ્યો છે. તેમ છતાં દેશમાં હિંદુ ધર્મને હંમેશા નીચલી કક્ષાનો ગણીને વારંવાર તેના અનુયાયીઓને પ્રતાડિત કરવાની ઢગલાબંધ ઘટનાઓ બનતી રહે છે. હંમેશા હિંદુઓ પર અને તેની આસ્થા પર હુમલા કરવામાં આવે છે. હિંદુઓને ટાર્ગેટ કરવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય, તેમ આજના નેતાઓ અને મઝહબી કટ્ટરપંથીઓ ધર્મને ભારોભાર નુકશાન પહોંચાડી રહ્યા છે. હા, આ કોઈ વ્યક્તિગત શત્રુતા કે કોઈ વ્યક્તિના વિચારો નથી. આ આપણાં દેશનો તાજેતરનો ઇતિહાસ છે. એવો ઇતિહાસ જેમાં માત્ર હિંદુઓનું હનન થયું છે.

    છાશવારે હિંદુ ધર્મને ટાર્ગેટ કરવાનો સિલસિલો આજકાલનો નથી. આવી જ ઘટનાઓ સદીઓથી ભારત ભૂમિ પર બનતી રહી છે. કાશ્મીર તેનું જીવતુજાગતું ઉદાહરણ છે. તેમ છતાં ક્યારેય હિંદુઓએ શસ્ત્ર ઉઠાવીને બળજબરીથી કોઈના પંથ કે મઝહબ પર હુમલો નથી કર્યો. તેમ છતાં હિંદુઓને આજે ‘હિંસક’ કહેનારા નેતાઓ પણ દેશમાં ખુલ્લેઆમ ફરી શકે છે. ‘હિંદુ હિંસક’ છે.. આવા નિવેદનો આપનારાઓને કાશ્મીરનો ઇતિહાસ 100 વાર વાંચવાની સજા થવી જોઈએ. આ જ દેશમાંથી લાખો હિંદુઓને પલાયન કરવું પડ્યું હતું. ઘર, મિલકત, જમીનો બધુ છોડીને આશ્રિત થવું પડ્યું હતું. તે જ હિંદુઓને આજે ‘હિંસક’ કહેવામાં આવી રહ્યા છે. છાશવારે હિંદુ તહેવારો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ હિંસા આચરે છે. ભગવાનની શોભાયાત્રા પર પથ્થરો વરસાવે છે, નિર્દોષ હિંદુઓને ‘કાફિર’ ગણીને ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યારે આવા કથિત નેતાઓની જીભ સિવાઈ જાય છે.

    પોતાના ઉત્સવોને ઉજવવાની જગ્યાએ શોક પાળવા મજબૂર હિંદુઓ

    ગુજરાતમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે નીકળેલી અનેક શોભાયાત્રાઓ પર હુમલા થયા હતા. વડોદરાના ભોજ ગામથી લઈને ખેડાના ઠાસરા અને ખેરાલુ સુધીની યાત્રાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. હિંદુઓ પર પથ્થરો વરસાવવામાં આવ્યા હતા, હિંદુઓના સૌથી આરાધ્ય ભગવાન શ્રીરામની મૂર્તિઓને પણ તોડી પાડવામાં આવી હતી. કટ્ટરપંથી ઇસ્લામિક ટોળાઓ મસ્જિદમાંથી પણ પથ્થરો વરસાવતા હતા. મુસ્લિમ વિસ્તારોમાંથી નીકળતી દરેક શોભાયાત્રા પર હુમલા થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ભારે સુરક્ષાદળ હોવા છતાં મુસ્લિમ ટોળાંઓ પથ્થરો વરસાવતા હતા. ગુજરાત સિવાય દેશના અન્ય ખૂણામાં પણ આવી જ સ્થિતિ હતી. હરિયાણાના નૂંહમાં થયેલી હિંસાને તો ભાગ્યે જ કોઈ હિંદુ ભૂલી શકશે.

    - Advertisement -

    હરિયાણાના મેવાત પ્રાંતના નૂંહમાં ઇસ્લામી ટોળાએ ભગવાન શિવની જળાભિષેક યાત્રામાં સામેલ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન મુસ્લિમ તોફાનીઓએ નલ્હડ મહાદેવ મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. જેના કારણે હિંદુ શ્રદ્ધાળુઓ કેટલાય કલાકો સુધી બંધક જેવી સ્થિતિમાં ફસાયેલા રહ્યા હતા. નલ્હડ મંદિરથી લગભગ 45 મિનિટના અંતરે આવેલા શ્રૃંગાર મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નૂંહના અન્ય એક બાબા ગોરખનાથ કાલી મંદિર પર પણ તોફાનીઓના ટોળાએ હુમલો કર્યો હતો. નિર્દોષ હિંદુ શ્રદ્ધાળુઓ પર ગોળીબાર થયા હતા અને અનેક હિંદુઓની હત્યા પણ કરી નાખવામાં આવી હતી. આ તો થઈ હિંદુ તહેવારોની વાત. પરંતુ અસમંજસતા ત્યાં છે કે, ઇસ્લામિક તહેવારોમાં પણ હિંદુઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

    ઈસ્લામિક તહેવારોમાં પણ ભોગ બનતા હિંદુઓ

    હિંદુ તહેવારો તો ઠીક, પણ હવે તો મુસ્લિમ તહેવારોમાં પણ હિંદુઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે. તાજેતરમાં જ અમેઠીમાં તાજીયાના જુલૂસમાં ‘હિન્દુસ્તાન મે રહેના હૈ, તો યા હુસૈન કહેના હૈ’ના નારા લગાવવામાં આવ્યા હતા. બિહારમાં મોહરમના જુલૂસ દરમિયાન કારમાં એક હિંદુ પરિવાર પસાર થઈ રહ્યો હતો, કટ્ટરપંથી ટોળાંએ તે પરિવારને પણ ટાર્ગેટ કર્યો. સાથે એક સગીર કિશોર હતો તો તેના પર પણ હુમલો કરી દીધો હતો. તે સિવાય ઉત્તર પ્રદેશમાં તો યોગી સરકાર પહેલાં દર વર્ષે હિંસાઓ થતી હતી. તાજીયાના જુલૂસ દરમિયાન હિંદુઓના મકાનો તોડી પાડવામાં આવતા હતા. જોકે, યોગી સરકાર આવ્યા બાદ તે તમામ ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. પરંતુ આજે પણ કોઈ એક ખૂણામાં આવી ઘટનાઓ બનવા પામે તેની સંભાવનાઓ પણ પ્રબળ છે. બાકી આખા દેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમાં કોઈ બેમત નથી.

    એમ છતાંય…. હિંદુઓને કહેવાય છે ‘હિંસક’

    કેટકેટલા અમાનુષી અને ભયંકર અત્યાચારો સહન કરીને પણ હિંદુઓએ ક્યારેય હથિયારો નહોતા ઉગામ્યા. શા માટે હિંદુ સામે પક્ષની જેમ ‘હિંસક’ નથી બનતો? તેનો માત્ર એક જ ઉત્તર છે કે, હિંદુ આદિકાળથી સહિષ્ણુ રહ્યો છે. હિંદુઓએ તુર્કોના આક્રમણો સહન કર્યા, હિંદુઓએ મુઘલોના અત્યાચારો સહન કર્યા, કેટકેટલી વિદેશી પ્રજાઓએ હિંદુઓને પ્રતાડિત કર્યા પરંતુ હિંદુ ક્યારેય ‘હિંસક’ ન બની શક્યો. કારણ કે તેના લોહીમાં સહિષ્ણુતા વણાયેલી છે. પરંતુ જ્યારે ધર્મને ભારોભાર હાનિ થાય, ત્યારે હિંદુઓનું મૌન જ તેના માટે ઘાતક નીવડે છે. અહીં ‘હિંસક’ બનવું અને ‘ધર્મની રક્ષા’ કરવી બંને ભિન્ન અને તદ્દન અલગ બાબતો છે. જ્યારે પણ ધર્મની હાનિ થાય, ત્યારે હિંદુઓએ એકતાનું શક્તિ પ્રદર્શન કરવું અનિવાર્ય બની રહે છે. સાંપ જો ફૂંફાડા મારવાનું બંધ કરશે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે.

    દેશમાં હાલની સ્થિતિ એવી છે કે, હિંદુઓ જ માર ખાય છે, હિંદુઓ પર જ હુમલા થાય છે, હિંદુઓના આરાધ્ય પર જ પથ્થરો વરસે છે, છતાં હિંદુઓ જ ‘હિંસક’ છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ વિકટીમ કાર્ડ ખેલીને કાયમ હિંદુઓ પર પ્રહાર કરતાં રહ્યા છે. તેમ છતાં હિંદુઓને જ વારંવાર દોષી બનાવવામાં આવે છે. બહુસંખ્યક વસ્તી, પોતાની જ મૂળ ભૂમિ પર કાયમ માર ખાય છે, તહેવાર હિંદુઓનો હોય કે મુસ્લિમોનો. બંનેમાં એક બાબત સમાન રહી છે અને તે છે, હિંદુઓ પર હુમલા. આ દેશમાં વિચિત્ર ઘટના બની રહી છે. દેશના બહુસંખ્યક હિંદુઓ એટલા અભાગિયા છે કે, માર પણ ખાય છે અને ‘હિંસક’ હોવાનું પ્રમાણપત્ર પણ મેળવે છે. ખેર..હિંદુઓને હવે માર ખાવાની આદત પડી ગઈ છે. પરંતુ આવી નાની-નાની ઘટનાઓ પર આંખ આડા કાન કરવાથી કાશ્મીર અને બંગાળ જેવી સ્થિતિ ના સર્જાય તેનું વિશેષ ધ્યાન રાખવાની જવાબદારી પણ હિંદુઓના શિરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં