હોમપેજદુનિયાનેપાળની કથિત ક્રાંતિ અને ભારતમાં તેને દોહરાવવાનાં સપનાં જોતા લિબ્રૂઓ

નેપાળની કથિત ક્રાંતિ અને ભારતમાં તેને દોહરાવવાનાં સપનાં જોતા લિબ્રૂઓ

નેપાળની અરાજક સત્તાબદલીને ક્રાંતિમાં ખપાવવાના પ્રયાસ કરતા ભારતના લિબરલોને અહીં પણ આવું થાય તેમાં રસ છે?

- Advertisement -

(તંત્રીલેખ, 10 સપ્ટેમ્બર, 2025)

દક્ષિણ-પૂર્વ એશિયાનો વધુ એક દેશ આંદોલન અને ક્રાંતિની ઝપટે ચડી ગયો. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા બૅન વિરુદ્ધ શરૂ થયેલા ‘આંદોલને’ 24 કલાકમાં નેપાળની સત્તા બદલી નાખી. પેટર્ન એક જેવી છે એ ચર્ચા આગળ થઈ ચૂકી છે. 

24 કલાકમાં એક ચૂંટાયેલી સરકાર ઉથલાવવી એ નાની વાત નથી. ટોળામાં તાકાત હોય પણ એ તાકાત જ્યાં સુધી મજબૂત પીઠબળ ન હોય ત્યાં સુધી આવતી નથી. અહીં પીઠબળ કોનું છે? ગોડ નોઝ!

અરાજકતા અને અવ્યવસ્થાના જોરે થયેલા નેપાળના સત્તાપલટાને ‘ક્રાંતિ’માં ખપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ તો જોકે નેપાળની કમ્યુનિસ્ટ સરકાર માટે ‘ગેટિંગ ધ ટેસ્ટ ઑફ ઓન મેડિસીન’ જેવું થયું છે. ક્રાંતિ અને વિદ્રોહની વાતો આ લોકોની જ દેન છે. વક્રતા એ છે કે એ જ ક્રાંતિને કારણે હવે સરકાર પડી ભાંગી. 

- Advertisement -

નેપાળની ઘટનાઓ પછી પોતાને લિબરલ-સેક્યુલર, તટસ્થ ગણાવતી ભારતની અમુક જીવાતોમાં ફરી ઉત્સાહ જાગ્યો છે. વિડીયો શૅર કરીને ભારતમાં પણ આવું થશે તેવી સીધી કે આડકતરી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. નેપાળના નાણાંમંત્રીને ઘસડીને લઈ જતાં ટોળાંના વિડીયો ફેરવીને ભારતના સંદર્ભમાં ટિપ્પણીઓ થઈ રહી છે. મોદીને હરાવવા બેબાકળા બનેલાઓ હવે આવી અરાજકતામાં તક શોધી રહ્યા છે. 

મજાની વાત એ છે કે આ જ જમાત કાયમ લોકતંત્ર અને સંવિધાનની વાતો કરતી રહે છે. પણ જેવો કોઈ દેશમાં આવો અરાજક સત્તાપલટો થાય કે તરત ભારતમાં પણ એવું કરવાનાં સપનાં જોવાનાં ચાલુ કરી દે છે. જોકે તેઓ પણ જાણે છે કે આવી ક્રાંતિ કરવાની ચળ સંતોષવામાં ઘણું ગુમાવવું પડી શકે તેમ છે, એટલે કાયમ કી-બોર્ડ વૉરિયર બનીને રહી જાય છે. તેમણે ક્રાંતિ કરવી છે, પણ કોઈ બીજું તેમના માટે કરે અને પોતે મલાઈ ખાય એવી નીતિ રહી છે, એટલે સપનું આખરે સપનું બનીને રહી જાય છે. 

આ ગેંગ માટે જોકે નિરાશાજનક વાત એ પણ છે કે ભારતમાં જ્યાં સુધી મજબૂત સરકાર છે ત્યાં સુધી આવું કશું થવાનું નથી. આવું કરવાના પ્રયાસો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે અને દરેક વખતે સરકારે સંયમ જાળવીને, કુનેહપૂર્વક જે કંઈ કરવાનું એ કર્યું છે. સ્થિતિ સંભાળી લીધી છે. સામે પક્ષેથી ભરપૂર ઉશ્કેરણી થયા છતાં સત્તાએ સંયમ ગુમાવ્યો નથી અને અનેક તબક્કે ભારતને ભડકે બળતાં અટકાવી લીધું છે. સરકાર આના માટે સોમાંથી સો માર્કની હકદાર છે. અમુક વખતે પીછેહઠ કરવી પડી તો તે પણ કરી છે, પણ કાયમ દેશની સ્થિરતા જાળવી રાખવામાં તેઓ સફળ થયા છે. એક દાયકાના શાસનમાં, એ પણ ગ્લોબલ ઇકોસિસ્ટમની ઈચ્છા વિરુદ્ધના શાસનમાં આવી શાંતિ જાળવી રાખવી એ નાની વાત નથી. આપણે ઘણી બધી બાબતો જાણતા નથી, જેમાંથી જાણ્યે-અજાણ્યે આ સરકારે આપણને બચાવી લીધા છે. (યાદ કરો સીએએ આંદોલન, ખેડૂત આંદોલન, દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો…)

બીજું, આવાં અરાજક આંદોલનો સર્જવા માટે એક મોટો વર્ગ જોઈએ, જેનો ઉપયોગ કરી શકાય. (નેપાળમાં જેમ જેન-ઝી છે, બાંગ્લાદેશમાં ‘યુવાનો’ હતા.) ભારતમાં બહુમતી પ્રજા અનેકગણી સમજદાર છે. તેમને મોદી પર, તેમની સરકાર પર ભારોભાર વિશ્વાસ છે અને દિવસેને દિવસે આ વિશ્વાસ દ્રઢ બનતો જાય છે. ભારત જેવા આટલું વૈવિધ્ય ધરાવતા દેશમાં, આટલા મોટા દેશમાં સૌને એક મુદ્દા પર લાવવા બહુ કપરું કામ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી જેવા નેતાઓ વગર એ શક્ય નથી અને મોદી રાષ્ટ્રહિત સાથે તસુભાર સમાધાન નહીં કરે એવો આપણને વિશ્વાસ છે. શ્રદ્ધા છે એમ કહીએ તોપણ ખોટું નથી!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં