Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતભાઈ મુકુલ વાસનિક, માન્યું કે મઝહબી કટ્ટરતા પર બોલવું કોંગ્રેસી અભ્યાસક્રમનો ભાગ...

    ભાઈ મુકુલ વાસનિક, માન્યું કે મઝહબી કટ્ટરતા પર બોલવું કોંગ્રેસી અભ્યાસક્રમનો ભાગ નથી; પણ આવી દરેક ઘટનાને ‘ભાજપનું કાવતરું’ ગણાવી દેવી એ લુચ્ચાઈ છે, અને કાયરતા પણ!

    સમસ્યા આપણી સામે છે, દેખાય છે પણ આપણે આવા મૂરખોની વાતમાં આવીને કહેતા રહીએ છીએ કે આનાથી ફાયદો કોને થાય છે? 

    - Advertisement -

    સુરતમાં ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકાયા બાદ અચાનક ગુજરાત આવી ચડેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આ ઘટનાને ‘ભાજપનું કાવતરું’ ગણાવી દે તેમાં કોઇ આશ્ચર્ય થવું જોઇએ નહીં. વૉટબેન્ક સાચવવા માટે કોંગ્રેસીઓ કાયમ આવી ઘટનાઓમાં ઇસ્લામી કટ્ટરપંથીઓના આતંક અને ઉત્પાત પર ઢાંકપિછોડો કરીને દોષ ભાજપ પર નાખી દેવા માટે કુખ્યાત છે. આવું કહીને છટકી પણ જવાય છે અને પોતે ‘સેક્યુલર’ પણ રહી શકાય છે. 

    મુકુલ વાસનિકે શું કહ્યું? મીડિયા સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે આવાં જ હથકંડા અપનાવતી રહી છે. તેનું જ પરિણામ છે કે ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટતી રહે છે. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આવી વાતો કરતા તમામ લોકોની નિંદા કરીએ છીએ. અમારો પ્રયાસ હંમેશાં રહ્યો છે કે સમાજમાં ભાઈચારો બન્યો રહે અને પ્રેમ-મહોબ્બત જળવાય રહે. પણ તેનાથી વિપરીત ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ નફરત ફેલાવવાનું રહ્યું છે અને હું તો કહીશ કે આ તેમના જ ષડ્યંત્રનો એક ભાગ છે.”

    મુકુલ વાસનિકે કોંગ્રેસી અભ્યાસક્રમમાંથી રાજકારણનું શિક્ષણ મેળવ્યું છે. જેમાં આવી મઝહબી આતંક અને ઉત્પાતની ઘટનાઓને કાં ‘સામાન્ય’માં ખપાવી દેવાનું શીખવાય છે અથવા તો પછી દોષ આખરે ભાજપ પર નાખીને છટકબારી શોધી લેવામાં આવે છે. ન કટ્ટરપંથી મુસ્લિમોને બે શબ્દ કહેવાય છે કે ન જે માનસિકતાના કારણે હિંદુ આસ્થા પર પ્રહારો થાય છે તેના વિરુદ્ધ કંઈ બોલવામાં આવે છે. કોંગ્રેસીઓ આવું કરતા રહ્યા છે. 

    - Advertisement -

    આમાં વાત માત્ર એકલા વાસનિકની નથી. તમે બહાર નીકળીને કોઇ કોંગ્રેસી વિચારધારાના રંગે રંગાયેલા વ્યક્તિને પૂછશો તો એ પણ એમ જ કહેશે કે ચૂંટણી નજીક આવે છે એટલે ભાજપ આવું કરાવે છે કારણ કે તેનાથી તેમને ફાયદો મળે છે! કેમેરાની સામે બેસીને ગામને સલાહ આપતી કોઈ સ્વઘોષિત ‘પત્રકાર’ પણ તમને આવું જ કહેતી સાંભળવા-જોવા મળશે. વાંક તેમનો નથી, વાંક આ કોંગ્રેસી માનસિકતાનો છે, જે વર્ષોથી સામાન્ય લોકોના મન-મસ્તિષ્ક પર ડેરો જમાવીને બેઠી છે. 

    કોંગ્રેસીઓ અને તેમના ચેલા ચપટાઓએ જવાબ આપવો જોઈએ કે શું સરકાર કે હર્ષ સંઘવી સુરતનાં મુસ્લિમ બાળકોને હાથમાં પથ્થર આપવા માટે ગયા હતા? શું સરકારે તેમને હાથમાં પથ્થર આપીને રિક્ષા કરીને આપીને ગણેશ મંડપ સુધી મોકલ્યા હતા અને પથ્થર મારવા માટે કહ્યું હતું? શું તેમનામાં હિંદુઓ અને ગણેશજી પ્રત્યે ઝેર સંઘવી અને ભૂપેન્દ્રભાઈ ભરવા ગયા હતા? શું સરકારને શોખ થાય છે અડધી રાત્રે રાજ્યનાં બીજા સૌથી મોટા શહેરમાં અશાંતિ સર્જવાનો? કોઇ પણ રાજ્યની સરકાર કે કોઇ પણ રાજ્યની પોલીસ શું એટલી મૂરખ છે? આ બધાના જવાબ તમને પણ ખબર છે, મને પણ અને આ એજન્ડાબાજ ગેંગને પણ. પણ તેઓ ક્યારેય આપશે નહીં. કારણ હું પણ જાણું છું અને તમે પણ.

    આવી વાતો ફેલાવાની એક સૌથી મોટી સમસ્યા એ છે કે સામાન્ય લોકો પણ તેમાં આવી જાય છે. આવી દરેક ઘટનાને ‘ભાજપનું કાવતરું’ ગણાવી દેવાથી સામાન્ય લોકોની આંખ સામે મઝહબી આતંકની એ વિકરાળ સમસ્યા તદ્દન સામાન્ય બની જાય છે અને તેઓ તેને તુચ્છ ગણવા માંડે છે. તેમને લાગે છે કે આ બધું ભાજપનું જ કાવતરું છે અને સમાજ તો બહુ ડાહ્યો-ડમરો છે. જે દેખાય છે તેવું કશું જ નથી. પણ વાસ્તવિકતા એ છે કે જે દેખાય છે તેના કરતાં પરિસ્થિતિ તદ્દન અલગ છે અને હવે સમસ્યા તમારા ઘર સુધી આવી ગઈ છે. 

    આ સમય આવી વાહિયાત વાતો કરવાનો નહીં પણ સમસ્યાને સમજવાનો છે. ભાજપ કે સરકાર પર રાજકારણના ભાગરૂપે આરોપો લગાવવામાં આવે તે ઠીક છે, પણ આમાં આખી ઘટનાને અવળે પાટે ચડાવી દઈને ‘પાર્ટીનું કાવતરું’ કહેવું એ સીધી રીતે ઇસ્લામી કટ્ટરપંથીઓની કરતૂતો પર પડદો નાખવા જેવી વાત થઈ ગઈ. કોંગ્રેસીઓને કેમ ડર લાગે છે એમ બોલતાં કે પથ્થરમારાને અંજામ કોણે આપ્યો હતો અને તેની પાછળ કઈ માનસિકતા કામ કરે છે? કેમ તેમણે આવી ઘટનાઓ પર પડદો નાખવો પડે છે? કારણ કે બીજી તરફ વૉટબેન્ક છે. એ જ કારણ છે કે આવી ઘટનાઓને ભાજપનું કાવતરું ગણાવી દેવાય છે.

    આવા સમયે કોઇ પણ કોંગ્રેસી તમને સરકારને કે ભાજપને દોષ આપતા દેખાશે. અમુક સેક્યુલર પત્રકારો અને નેતાઓ એવા પણ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર એક કોમને ટાર્ગેટ કરીને રાજકારણ કરી રહી છે. પણ એક સરળ પ્રશ્ન એ છે કે ગણેશજીના મંડપ પર પથ્થરો ન ફેંકાયા હોત તો શું આ પછીની કાર્યવાહી કરવાની કોઇ જરૂર પડી હોત? શું અડધી રાત્રે હર્ષ સંઘવીએ સુરતમાં ફરવું પડ્યું હોત? 

    આ વાત માત્ર ગુજરાત પૂરતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો કર્ણાટકમાં હમણાં વિસર્જન યાત્રા પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ પથ્થર ફેંક્યા ત્યાં કોની સરકાર છે? ત્યાં પણ સરકારનું કાવતરું ગણાવવાનું છે કે નહીં એ આ ગેંગે કહેવું જોઈએ. 1990માં કાશ્મીરમાં ભાજપની સરકાર હતી? ઇતિહાસનાં પાનાં ઉથલાવીને મજહબી આતંક કેટલો જૂનો છે એ ચકાસો અને કહો કે ત્યારે ભાજપ, તેના આ કોઇ નેતા કે આ વિચારધારા હતી? સ્પષ્ટ જવાબ છે- ના. 

    ઇસ્લામી કટ્ટરપંથ સામે બોલવામાં ડરતા કોંગ્રેસીઓ તો રાજકારણ કરતા રહેશે, પણ આવી વાતોના કારણે સામાજિક રીતે જે નુકસાન થાય છે એ જોવાનું છે. સમસ્યા આપણી સામે છે, દેખાય છે પણ આપણે આવા મૂરખોની વાતમાં આવીને કહેતા રહીએ છીએ કે આનાથી ફાયદો કોને થાય છે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં